જામનગરમાં ચાલી રહેલી ભાગવત સપ્તાહ દરમિયાન કૃષ્ણ જન્મની વિશેષ રૂપે ઉજવણી

જામનગર ના આંગણે ચાલી રહેલી ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત પૂજ્ય રમેશભાઈ ઓઝા ના મુખારવિંદ થી રજૂ થઇ રહેલી શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞના આજે પાંચમા દિવસે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની વિશેષરૂપે ઉજવણી થાય તે માટેની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે, અને કથા મંડપ ને વિશેષરૂપે શણગારી દેવાયો છે.

 આજે કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે વ્યાસપીઠ પાછળના ભાગે મોરપીંછ વડે મોરે કળા કરી હોય, તે પ્રકારે સુશોભિત કરવામાં આવી છે.

મુખ્ય મંચ ઉપર ભગવાન શ્રીકૃષ્ણના જન્મની વિશેષ ઉજવણી રૂપે જ્યારે બાળ સ્વરૂપનું શ્રીકૃષ્ણ ભગવાનનું અવતરણ થાય, તેની તૈયારીના ભાગરૂપે સુશોભન કરેલું પારણું સ્થાપિત કરવામાં આવ્યું છે.

મંડપસ્થળના ડોમમાં ઠેકઠેકાણે રંગબેરંગી ફૂગ્ગાઓ લગાવવામાં આવ્યા છે. સાથોસાથ સ્વાગત કમાન તૈયાર કરવામાં આવી છે.

 ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા ના સમગ્ર પરિવાર તેમજ સર્વે સેવાદારો દ્વારા કૃષ્ણ જન્મોત્સવના વિશેષરૂપે વધામણાં થાય, તે નિમિત્તે અનેક તૈયારીઓ કરવામાં આવી છે.

કથા મંડપમાં પ્રતિદિન પરિવારના બહેનો દ્વારા જુદા જુદા રંગની સાડીઓમાં સજ્જ થઈને આવતા હોય છે, તે મુજબ આજે લાલ-કેસરી મિશ્રિત આકર્ષિત રંગની સાડીઓમાં સર્વે બહેનો કથામંડપમાં હાજર રહ્યા છે, જ્યારે ભાઈઓ પણ વિશેષરૂપે સફેદ વસ્ત્રોમાં સજ્જ થઈને જોવા મળી રહ્યા છે.



Comments

Popular posts from this blog

બેંક તથા વિમા કંપની સામે ગ્રાહકનો વિજય પતિના અવશાન બાદ તેના લોનની બાકીની તમામ રકમ ચુકવવાનો હુકમ કરતી કોર્ટ

જામનગર તાલુકાના કનસુમરા ગામની સાઢીયાપુલ પાસે આવેલ ’’આર્ય એસ્ટેટ’’મા આવેલ ’’ખોડલ કોલ ટ્રેડર્સ’’ નામના ગોડાઉનમા ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવતી ફેકટરી પકડી પાડતી-જામનગર એલ.સી.બી

જામનગરના મરીન સેન્ચ્યુરી અને ખીજડિયા બર્ડ સેન્ચ્યુરી વિસ્તારમાંથી સાત ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવ્યા.