અજીતસિંહજી ક્રિકેટ પેવેલીયન ખાતે સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ અને ૫૦ મીટર દોડ સ્પર્ધાના વિજેતા ખેલાડીઓ માટે સ્પોર્ટસ સ્કુલમાં પ્રવેશ મેળવવા બેટરી ટેસ્ટ યોજાશે
જામનગર તા.૨૧ એપ્રિલ, ગુજરાત સરકારની સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત મહત્વાકાંક્ષી યોજના ‘જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ યોજના’ અંતર્ગત આગામી વર્ષ ૨૦૨૨-૨૩ના શૈક્ષણિક સત્રમાં યંગ ટેલેન્ટેડ ખેલાડીઓને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કાર્યરત જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ (D.L.S.S.) શાળાઓમાં પ્રવેશ આપવા ૧૧ માં ખેલમહાકુંભ અંતર્ગત યોજાયેલ જામનગર જિલ્લાના દરેક તાલુકા કક્ષાએ અંડર ૧૧ વયજુથની એથલેટીક્સ સ્પર્ધામાં (૧) સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ (૨) ૫૦ મીટર દોડની સ્પર્ધામાં ૧ થી ૮ ક્રમાંકના વિજેતા ખેલાડી ભાઇઓ/બહેનોને જિલ્લા કક્ષાની કસોટી માટે પસંદ કરવામાં આવ્યા છે.જેઓની જિલ્લા કક્ષાની પ્રવેશ કસોટી અજીતસિંહજી ક્રિકેટ પેવેલીયન, જિલ્લા પંચાયત સામે, જામનગર ખાતે તા.૨૯-૦૪-૨૦૨૨ ના રોજ બહેનો માટે તથા તા.૩૦-૦૪-૨૦૨૨ ના રોજ ભાઇઓ માટે બેટરી ટેસ્ટનું આયોજન કરાયું છે. જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ કસોટી આપનાર પસંદગી પામેલ ભાઈઓએ તા.૨૯-૦૩-૨૦૨૨ના રોજ કસોટી આપવા ઉપસ્થિત રહેવાનું રહેશે.
પસંદગી પામેલ ખેલાડીઓ એ K.M.K. ની રશીદ, આધાર કાર્ડ અને સ્કુલ બોનાફાઇડ સર્ટીફીકેટ સાથે રાખી સવારે ૬:૩૦ કલાકે અજીતસિંહજી ક્રિકેટ પેવેલીયન-જામનગર ખાતે હાજર રહેવા સિનિયર કોચ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર અજીતસિંહજી ક્રિકેટ પેવેલીયન જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Comments
Post a Comment