ખેલ મહાકુંભ-૨૨ અંતર્ગત તા.૨ થી ૮ મે સુધી જામનગર શહેર તથા જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાશે

શહેર કક્ષાની સ્પર્ધામાં ઝોન કક્ષાનાં અને જિલ્લા કક્ષાની સ્પર્ધામા તાલુકા કક્ષાનાં વિજેતા ખેલાડીઓ ભાગ લેશે

        જામનગર તા.૨૧ એપ્રિલ, ગુજરાત સરકારશ્રીના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત અને જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી જામનગર સંચાલિત ખેલ મહાકુંભ-૨૦૨૨ની જામનગરની શહેરકક્ષા અને જિલ્લાકક્ષાની સ્પર્ધા તા. ૦૨ થી ૦૮ મે સુધી યોજાશે. જેમાં શહેરકક્ષાની સ્પર્ધાઓમાં યોગાસન(ભાઈઓ-બહેનો) સ્પર્ધા તા.૦૩/૦૫/૨૦૨૨નાં રોજ સજુબા ગર્લ્સ હાઇસ્કુલ,જામનગર(બાબુજી ચૌહાણ-૯૭૨૭૪૨૧૭૮૩),ચેસ(ભાઈઓ-બહેનો) સ્પર્ધા તા.૦૩/૦૫/૨૦૨૨નાં રોજ જીએચ.ગોસરાણી કોલેજ (હરિયા),જામનગર(પ્રભાંશુ અવસ્થી-૯૯૭૪૦૬૫૯૫૮), કબ્બડી (ભાઈઓ) તા.૦૩/૦૫/૨૦૨૨નાં રોજ પ્રણામી હાઈસ્કૂલ     

        મેદાન,જામનગર(અજયસિંહ ચૌહાણ-૯૦૯૯૧૬૮૭૭૭) કબડી (બહેનો) સ્પર્ધા તા.૦૪/૦૫/૨૦૨૨નાં રોજ શાળા નં-૩૧ મેદાન,જામનગર(દિવ્યેશ કપુરિયા-૯૬૦૧૧૦૦૦૮૩), વોલીબોલ(ભાઈઓ) તા.૦૩/૦૫/૨૦૨૨નાં રોજ ભવન્સ એ.કે.દોશી વિદ્યાલય મેદાન,જામનગર(જયદીપ અગ્રાવત-૯૮૨૪૪૫૪૨૩૮) વોલીબોલ (બહેનો) સ્પર્ધા તા.૦૪/૦૫/૨૦૨૨નાં રોજ નેશનલ હાઇસ્કુલ મેદાન,જામનગર(જે.જે.હડિયા-૯૪૨૮૫૭૦૫૬૪), રસ્સાખેચ(ભાઈઓ-બહેનો) સ્પર્ધા તા.૦૪/૦૫/૨૦૨૨નાં રોજ ક્રિકેટ બંગલા મેદાન(એસ.કે.રાજકોટિયા-૯૪૨૭૪૨૧૧૨૧), ખો-ખો(ભાઈઓ) તા.૦૫/૦૫/૨૦૨૨નાં રોજ અને ખો-ખો(બહેનો)સ્પર્ધા તા.૦૬/૦૫/૨૦૨૨નાં રોજ શાળા નં-૩૧ મેદાન,જામનગર(દિવ્યેશ કપુરિયા-૯૬૦૧૧૦૦૦૮૩), એથલેટીક્સ(ભાઈઓ)સ્પર્ધા તા.૦૭/૦૫/૨૦૨૨નાં રોજ અને એથલેટીક્સ(બહેનો) તા.૦૮/૦૫/૨૦૨૨નાં રોજ ધનવંતરી મેદાન જામનગર ખાતે યોજાશે.આ સ્પર્ધાઓમાં ઝોનકક્ષાનાં વિજેતા ખેલાડીઓ ભાગ લેશે.

        જામનગર જિલ્લાકક્ષાની સ્પર્ધાઓમાં કબ્બડી(ભાઈઓ) તા.૦૨/૦૫/૨૦૨૨નાં રોજ કબ્બડી(બહેનો) સ્પર્ધા તા.૦૩/૦૫/૨૦૨૨નાં રોજ કેશીયા પ્રાથમિક શાળા કેશિય તા.જોડિયા જી.જામનગર(જગદીશ વિરમગામા-૯૯૭૯૩૯૯૦૬૨), વોલીબોલ(બહેનો) તા.૦૨/૦૫/૨૦૨૨નાં સૈનિક સ્કૂલ બાલાચડી(શ્રી સંગીતાબેન વાળા-૮૭૫૮૬૬૯૯૯૮), વોલીબોલ(ભાઈઓ)સ્પર્ધા તા.૦૪/૦૫/૨૦૨૨નાં રોજ શ્રી સાઈ માધ્યમિક શાળા.જોડિયા(જગદીશ વિરમગામા-૯૯૭૯૩૯૯૦૬૨), ચેસ(ભાઈઓ-બહેનો)સ્પરર્ધા તા.૦૩/૦૫/૨૦૨૨નાં રોજ કન્યા શાળા હડિયાણા(અરવીંદ મકવાણા-૯૭૧૨૨૩૪૯૮૪), રસ્સાખેચ(ભાઈઓ-બહેનો)સ્પર્ધા  તા.૦૩/૦૫/૨૦૨૨ના રોજ વિજાપુરા વિદ્યા સંકુલ-સીદસર(કૌશિક ડઢાણીયા-૯૪૨૬૫૬૯૨૪૨) યોગાસન(ભાઈઓ-બહેનો) સ્પર્ધા  તા.૦૪/૦૫/૨૦૨૨ના રોજ વિજાપુરા વિદ્યા સંકુલ-સીદસર(વિપુલ ખાંટ -૯૪૨૭૨૪૧૨૩૦), ખો-ખો(ભાઈઓ) સ્પર્ધા તા.૦૩/૦૫/૨૦૨૨નાં ખો-ખો(બહેનો)સ્પર્ધા તા.૦૪/૦૫/૨૦૨૨નાં રોજ જે.પી.એસ.સ્કૂલ કાલાવડ(જયંત અજુડિયા-૯૯૭૯૬૩૨૦૮૧), એથ્લેટીક્સ(ભાઈઓ)સ્પર્ધા તા.૦૬/૦૫/૨૦૨૨ના રોજ અને એથ્લેટીક્સ(બહેનો)સ્પર્ધા તા.૦૭/૦૫/૨૦૨૨નાં રોજ વિજાપુર વિદ્યા સંકુલ-સીદસર (મૌલિક જાવિયા-૯૪૨૮૨૭૯૩૯૭) ખાતે યોજાશે.આ સ્પર્ધાઓમાં તાલુકાકક્ષાનાં વિજેતા ખેલાડીઓ ભાગ લેશે. વધુ માહિતી માટે કન્વીનરશ્રીના સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા રમત ગમત અધિકારી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Comments

Popular posts from this blog

બેંક તથા વિમા કંપની સામે ગ્રાહકનો વિજય પતિના અવશાન બાદ તેના લોનની બાકીની તમામ રકમ ચુકવવાનો હુકમ કરતી કોર્ટ

જામનગર તાલુકાના કનસુમરા ગામની સાઢીયાપુલ પાસે આવેલ ’’આર્ય એસ્ટેટ’’મા આવેલ ’’ખોડલ કોલ ટ્રેડર્સ’’ નામના ગોડાઉનમા ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવતી ફેકટરી પકડી પાડતી-જામનગર એલ.સી.બી

જામનગરના મરીન સેન્ચ્યુરી અને ખીજડિયા બર્ડ સેન્ચ્યુરી વિસ્તારમાંથી સાત ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવ્યા.