ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિનું મોડેલ સ્ટેટ બનીને દેશના ખેડૂતોને પ્રેરિત કરશે - રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત

• રાસાયણિક કૃષિના દુષ્પરિણામો થી દેશને મુક્ત કરવા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે: પ્રાકૃતિક કૃષિથી ઉત્પાદન ઘટતું નથી • આત્મનિર્ભર ખેડૂત અને આત્મનિર્ભર રાષ્ટ્રના નિર્માણ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા રાજ્યપાલશ્રીનો અનુરોધ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવીને સમુધ્ધ ભારતનું નિર્માણ કરે કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે જામનગર ખાતે પ્રાકૃતિક કૃષિ પ્રચાર પ્રસાર અભિયાનનો શુભારંભ કરતા રાજ્યપાલશ્રી પ્રાકૃતિક કૃષિ પેદાશોના સ્ટોલની મુલાકાત લઈ ખેડુતોની આત્મ નિર્ભરતામાં સહયોગી બનવા અપીલ કરતા રાજ્યપાલશ્રી તથા કૃષિમંત્રીશ્રી જામનગર, તા. ૩૦ એપ્રિલ – ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે જામનગર ખાતે પ્રાકૃતિક કૃષિ પ્રચાર પ્રસાર અભિયાનનો શુભારંભ કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિનું મોડેલ સ્ટેટ બનીને દેશના ખેડૂતોને પ્રેરિત કરશે. તેમણે જણાવ્યું હતું કે, અંગ્રેજોની ગુલામીમાંથી દેશને મુક્તિ અપાવી એજ રીતે જનશક્તિના સામર્થ્યથી રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી દેશને મુક્તિ અપાવવા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે. જામનગર ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે જિલ્લા પ્રશાસન...