ફૂટપાથ બનાવતાં શરમ આવે છે
જામનગરના જોગર્સ પાર્ક વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 1.25 કરોડના જંગી ખર્ચે નવો રોડ બની રહ્યો છે.
કરૂણતાએ છે કે, ટ્રાફિકથી ધમધમતા રોડ ઉપર રાહદારીઓ માટે ચાલવાની ફુટપાથ જ રાખવામાં આવી નથી!
હવે રાહદારીઓ વાહનો અને પશુઓ વચ્ચેથી અથડાતાં કુટાતા ચાલશે
આ વિસ્તારમાં મહાનગરપાલિકાના કમિશ્નર રહે છે અને મેયરનો જ વોર્ડ છે. લાંબા સમયથી હું જોતો આવ્યો છું કે, આ શહેરમાં રાહદારીઓ માટે ચાલવાની ફુટપાથો જ નથી બનાવવામાં આવતી! જે મોટું આશ્ચર્ય છે.
સારી ફૂટપાથ હોય તો નાગરિકો ટુંકા અંતર માટે વાહન વાપરવાનું ટાળે અને પરિણામે ટ્રાફિક અને પ્રદુષણ ઘટે!
થોડા સમય પહેલાં સરૂ સેક્સન રોડથી ડી.કે.વી. સર્કલ સુધી પણ કરોડોના ખર્ચે નવો રોડ બનાવવામાં આવ્યો, પરંતુ ત્યાં પણ ફૂટપાથ ન બનાવી
શહેરના સાંસદ અને ધારાસભ્ય, કોર્પોરેટરો, મહાનગરપાલિકાના કમિશ્નર, ઈજનેરો શા માટે આટલા નિષ્ક્રિય રહે છે તે સમજાતું નથી પ્રજાના પૈસા છે, પ્રજા માટે જ વાપરવાના છે. શહેરના બ્યુટીફીકેશન માટે પણ આ સુવિધા જરૂરી છે.
Comments
Post a Comment