જામનગરમાં અદ્યતન અને દમદાર ફીચર્સ ધરાવતી સ્કોડા કારનું સ્લાવીયા મોડેલ લોન્ચ

જામનગરના લકઝરી કારના શોખીનો માટે સ્કોડા કારનું હાઇટેક સ્લેવીયા મોડેલ લોન્ચ થઇ ગયું છે, જામનગર શહેરમાં રાજકોટ હાઇવે પર શ્રીનાથજી સ્કોડા શો-રુમમાં આ નવું મોડેલ શુક્રવારે લોન્ચ કરવામાં આવ્યું.

આ હાઇટેક મોડેલના લોન્ચીંગ સમયે ઉપસ્થિત સૌ પત્રકારો સમક્ષ શ્રીનાથજીસ્કોડાના ડીરેક્ટર મયુર પીપલવા, પ્રીયાંશી પાબારી તથા અદિલ પીપલવા તેમજ જામનગર શો-રુમના જનરલ મેનેજર કનુ ભાદરકા વગેરે દ્વારા આ મોડેલ અંગે માહિતી આપવામાં આવી હતી.
સ્લેવીયા મોડેલ 1000 સીસી અને 1500 સીસી એમ બે વેરીયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું છે, મોડેલની કિંમત રૂા. 12 લાખથી શરુ થાય છે, બંને એન્જીનના મોડેલમાં અલગ અલગ ત્રણ ત્રણ વેરીયન્ટ છે, સેફટીની દ્રષ્ટીએ આ નવું મોડેલ અન્ય કાર કરતાં એડવાન્સ સીસ્ટમ ધરાવે છે, કારને બધી બાજુથી કવર્ડ કરી લે એ પ્રકારે છ એરબેગ આાપવામાં આવી છે, આ ઉપરાંત કારની બોડી હેવી ગેઝ ધરાવે છે, સેક્શન ક્ધટ્રોલ અને વાયરલેસ ચાર્જીંગ સહિતની સૂવિધાઓ ઉપરાંત આ કાર શહેરમાં 17 થી 18 કી.મી.ની એવરેજ આપે છે, અને કંપની ચાર વર્ષની ગેરેન્ટી આપે છે, જેમાં ચાર વર્ષ સુધીના સર્વિસ પેકેજનો સમાવેશ થાય છે.
સ્કોડા સ્લેવીયાને કંપનીના લોકલાઇઝડ એમક્યુબી-એ0-ઇન પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે, કંપની ફોક્સવેગન સાથે ભારત 2.0 સ્ટ્રેટેજી હેઠળ જે ચાર નવી પ્રોડક્ટસ બનાવવાની છે, તેમાંની આ એક છે, આ અગાઉ કંપનીએ ગત નવેમ્બરમાં સ્લેવીયા લોન્ચ કરવાની જાહેરાત કરી હતી, તે મુજબ રાજકોટ અને જામનગર સહિતના શહેરોમાં લોન્ચ થઇ ગઇ છે, મીડસાઇઝ સીડેન સેગમેન્ટમાં હોન્ડા સીટી, હુન્ડાઇ વર્ના, મારુતી સુઝુકી સીયાઝ સહિતની અન્ય ગાડીઓને ટક્કર આપનાર આ કારની કિંમત 12 લાખથી 17 લાખ વચ્ચે રહેવાની અપેક્ષા છે.

આ કારમાં બે એન્જીન ઓપ્શન રહે છે, એક ઓપ્શન 1.0 લીટર, 3 સીલીન્ડર ટીએસઆઇ પેટ્રોલ એન્જીન, 115 પીએસ સુધીનો પાવર જનરેટ કરશે, બીજા ઓપ્શનમાં 1.5 લીટર, 4 સીલીન્ડર ટીએસઆઇ એન્જીન, 250 પીએસ જનરેટ, સ્કોડા સ્લેવીયા 6 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ટોર્ક ક્ધવર્ટર ઓટોમેટીક ગીયર બોક્સ ધરાવે છે.
એમક્યુબી-એ0-ઇન પ્લેટફોર્મ પર બનેલી સ્કોડા સ્લેવીયા પ્રીમીયમ મીડસાઇઝ સીડેન કાર છે, તેમાં લાંબુ વીલબેઇઝ, 16 ઇંચના એલોય વ્હીલ્સ, વર્ટીકલ ફ્રોમ ફ્રન્ટ ગ્રીલ, ક શેઇપની હેડલાઇટ અને પહોળા ઇન્લેટ સાથે બમ્પર આપવામાં આવ્યું છે, સ્કોડા સ્લેવીયામાં મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સીસ્ટમ, કનેક્ટેક કાર ટેકનોલોજી, ઓટો હેડલેમ્પ્સ, પ્રીમીયમ કંપનીના છ સ્પીકર, છ એરબેગ્સ, ફ્યુઝ ક્ધટ્રોલ, રીયર પાર્કીંગ કેમેરા સહિત અન્ય ઘણાં સ્ટાન્ડર્ડ અને સેફટી ફીચર્સ આ કારમાં આપવામાં આવ્યા છે.
1752 એમ.એમ. પર સ્કોડા સ્લેવીયા તેના પ્રીમીયમ મીડસાઇઝ સેડાન સેગમેન્ટમાં સૌથી પહોળી કાર છે, જે તેની ઉદાર કેબીનમાં 5 માટે ક્લાસ અગ્રણી જગ્યા અને આરામ પ્રદાન કરે છે, સ્લેવીયા 521 લીટરની ક્ષમતા સાથે બુટ સ્પેસના સંદર્ભમાં પણ અન્ય કારો કરતાં આગળ છે, પાછળની સીટો માત્ર જગ્યાથી ભરપુર નથી, પણ વ્યક્તિગત ઉપકરણોને ચાર્જ કરવા માટે ડયુઅલ એસી વેન્ટ અને ડ્યુઅલ યુએસબી પોર્ટ સાથે પાછળના મુસાફરોના આરામ અને સગવડનું પણ ધ્યાન રાખે છે.

આ કારની સ્માર્ટ લીન્ક ટેકનોલોજી સાથે અને ફોન પર માઇ સ્કોડા એપ ડાઉનલોડ કરીને સીસ્ટમ ફોન સાથે સંપુર્ણ એકીકરણ અને નબળી કનેક્ટીવીટી ધરાવતા વિસ્તારોમાં કસ્ટમાઇઝડ પસંદગીઓ, મીડીયા, મનોરંજન અને ઓફલાઇન નેવીગેશન માટે પરવાનગી આપે છે, મુસાફરોની સલામતી વાત કરીએ તો સ્લેવીયામાં છ એરબેગ્સ ઉપરાંત એન્ટી લોક બ્રેક્સ, ઇલેક્ટ્રોનીક સ્ટેબીલીટી ક્ધટ્રોલ, મલ્ટી પોલીઝન બ્રેક વગેરે છે, નાની ઉંમરના મુસાફરો માટે સુરક્ષાને વધારવા આઇએસઓ ફીક્સ એન્કર અને પાછળની સીટોમાં ટેથર પોઇન્ટ એન્કર ઉપરાંત કેબીનની ગુણવત્તામાં સુધારા માટે એરકેર ફંક્શન હોવાથી કેબીનમાં આવતી બહારની હવા ફીલ્ટર થાય છે, આ ઉપરાંત રસ્તાની સ્થિતિ અને હવામાનને ધ્યાનમાં લીધા વીના ટાયરમાં ઓટોમેટીક હેડલાઇટ, રેઇન સેન્સીંગ, વાઇપર્સ અને એર પ્રેશર સેન્સર જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે.



Comments

Popular posts from this blog

બેંક તથા વિમા કંપની સામે ગ્રાહકનો વિજય પતિના અવશાન બાદ તેના લોનની બાકીની તમામ રકમ ચુકવવાનો હુકમ કરતી કોર્ટ

જામનગર તાલુકાના કનસુમરા ગામની સાઢીયાપુલ પાસે આવેલ ’’આર્ય એસ્ટેટ’’મા આવેલ ’’ખોડલ કોલ ટ્રેડર્સ’’ નામના ગોડાઉનમા ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવતી ફેકટરી પકડી પાડતી-જામનગર એલ.સી.બી

જામનગરના મરીન સેન્ચ્યુરી અને ખીજડિયા બર્ડ સેન્ચ્યુરી વિસ્તારમાંથી સાત ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવ્યા.