સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૫૬મા પદવીદાન સમારોહમાં જામનગરની એમ.પી.શાહ ગવર્મેન્ટ કોલેજની વિધાર્થીની ખુશી દેસાઈએ સૌથી વધારે ૮ સુવર્ણ પદક મેળવ્યા

 એમ.બી.બી.એસ.ના અભ્યાસક્રમમાં સૌથી વધારે માર્કસ સર્જરી અને મેડીસીન વિષયમાં હાંસલ કર્યા

રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૫૬મો પદવીદાન સમારોહ યોજાયો હતો.  સરકારશ્રીની કોરોના ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે યોજાયેલા પદવીદાન સમારોહમાં સૂવર્ણપદક મેળવનાર ૧૪  વિદ્યાશાખાના કુલ ૧૦૭ વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મેડિકલમાં અભ્યાસ કરતી જામનગરની એમ. પી.શાહ ગવર્મેન્ટ કોલેજની યશસ્વી વિધાર્થીની ખુશી દેસાઈએ સૌથી વધારે કુલ ૮ સુવર્ણ પદક મેળવ્યા હતા. તેણે એમ.બી.બી.એસ.ના અભ્યાસમાં તમામ વિષયમાં સૌથી વધારે માર્કસ મેળવી પ્રથમ સ્થાન મેળવ્યું હતું.જે પૈકી તેમણે મહત્તમ માર્કસ સર્જરી અને મેડીસીન વિષયમાં મેળવ્યા છે.
હાલમાં તેઓએ પોતાનો એમ.બી.બી.એસ.નો અભ્યાસ પૂર્ણ કરીને જામનગર ખાતે જી.જી.હોસ્પિટલમાં ઈન્ટર્નશીપ કરી રહ્યા છે. તેમની ઈન્ટર્નશીપ કોરોનાની પ્રથમ લહેરથી શરૂ થઈ હતી જેમાં તેઓએ ડોક્ટર તરીકે પોતાની ફરજ બજાવી હોવાનું જણાવ્યું હતું.
૮ પદક મેળવવા માટેની સફરમાં અને સર્વાધિક ગુણ મેળવવામાં માતા પિતા, શિક્ષકો, પરિવારજનોએ  સહયોગ અને પ્રેરણા પૂરી પાડીને સિદ્ધિ હાંસલ કરવામાં મદદ કરી છે. તે બધાની હું ખુબ ઋણી છું, તેમ ખુશી દેસાઈએ જણાવ્યું હતું.

Comments

Popular posts from this blog

બેંક તથા વિમા કંપની સામે ગ્રાહકનો વિજય પતિના અવશાન બાદ તેના લોનની બાકીની તમામ રકમ ચુકવવાનો હુકમ કરતી કોર્ટ

જામનગર તાલુકાના કનસુમરા ગામની સાઢીયાપુલ પાસે આવેલ ’’આર્ય એસ્ટેટ’’મા આવેલ ’’ખોડલ કોલ ટ્રેડર્સ’’ નામના ગોડાઉનમા ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવતી ફેકટરી પકડી પાડતી-જામનગર એલ.સી.બી

જામનગરના મરીન સેન્ચ્યુરી અને ખીજડિયા બર્ડ સેન્ચ્યુરી વિસ્તારમાંથી સાત ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવ્યા.