ગુજરાત રાજયના પૂર્વ મંત્રી વસુબેન નરેન્દ્રભાઇ ત્રિવેદીનો આજે જન્મ દિવસ છે.
જામનગર તા. ૧: ગુજરાત રાજયના પૂર્વ મંત્રી વસુબેન નરેન્દ્રભાઇ ત્રિવેદીનો આજે જન્મ દિવસ છે. તેમનો જન્મ તા. ૧-ર-૧૯પ૦ ના વડોદરા જીલ્લાના સાવલી તાલુકાનાં વેજલપુર ગામે થયો હતો. વસુબેન ત્રિવેદી પ્રદેશ કારોબારી, ભારતીય જનતા પાર્ટી, કેન્દ્રીય કારોબારી સમિતિ, મહિલા મોરચો, ભારતીય જનતા પાર્ટી પૂર્વ સભ્ય, એકેડેમિક કાઉન્સિલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, પૂર્વ સેનેટ સભ્ય, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, પૂર્વ ડીન, હોમ સાયન્સ ફેકલ્ટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, તા. ૧૮-૯-૧૯૯પ થી ૯-૧ર-૧૯૯૬, ઉપાધ્યક્ષશ્રી, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, તા. ૧૭-૦૯-૧૯૯૯ થી ર૧-૦૧-ર૦૦ર અધ્યક્ષા, ગુજરા પ્રવાસન નિગમ, તા. ર૧-૦૮-ર૦૧૦ થી ર૬-૧ર-ર૦૧ર રાજયકક્ષા મંત્રીશ્રી (ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ) તા. ર૬-૧ર-ર૦૧ર થી ૧-૧૧-ર૦૧૩ રાજયકક્ષા મંત્રીશ્રી (શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ) તા. ૧-૧૧-ર૦૧૩ થી ઓગસ્ટ-ર૦૧૬ રાજયકક્ષા મંત્રીશ્રી (ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ) ચેરમેન, ફાયનાન્સીય કમિટિ, ગુજરાત સરકાર માં સેવા આપે છે. હાલ વડોદરા ખાતે આવેલ ગુજરાત સરકારનાં સાહસ ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમીકલ્સ લીમીટેડમાં ઇન્ડીપેન્ડન્ટ ડાયરેકટર તરીકે પણ કાર્યરત છે. તદુપરાંત જામનગર પાસે વીજરખી ખાતે આવેલાં તપોવન ફાઉન્ડેશનનાં ટ્રસ્ટી તરીકે પણ સેવાકીય કાર્યો કરે છે. તપોવન ફાઉન્ડેશન દ્વારા વીજરખી ખાતે વડીલ ‘‘વાત્સલ્ય ધામ'' કે જેમાં નિસંતાન, નિરાધાર, નિસહાય વડીલોને નિઃશુલ્ક રીતે સ્વચ્છ, આરોગ્યમય, પવિત્ર વાતારણમાં રાખવામાં આવે છે. વસુબેન ત્રિવેદીના મો. ૯૮રપર ૩૩૩પપ ઉપર જન્મદિનની શુભેચ્છાવર્ષા થઇ રહી છે.
Comments
Post a Comment