મેગા ડીમોલીશન, સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્લાયઓવરબ્રીજ માટે નડતરરૂપ ભાગો દુર કરવાની કાર્યવાહી રેલ્વેની 25971 ચોરસમીટર જગ્યા ઉપરાંત આસપાસની જે મિલકતો આવેલ છે.

 જામનગર શહેરના સુભાષબ્રીજથી સાત રસ્તા સર્કલ સુધી સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફ્લાયઓવર બ્રીજ આકાર લઇ રહ્યું છે અને તેનું કામ પુરપાટ ઝડપે મનપાની પ્રોજેક્ટ પ્લાનિંગ શાખાના કાર્યપાલક ઈજનેર ભાવેશ જાનીની દેખરેખ હેઠળ તેની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે, સ્વાભાવીક આટલું મોટું કામ હોય ત્યારે આસપાસના નડતરરૂપ દબાણો દુર કરવા પડે...તેના માટે આજે મનપા દ્વારા પોલીસ બંદોબસ્ત માગવામાં આવ્યો હતો જે મળી જતા ગુરુદ્વારાથી માંડીને જુના રેલ્વે સ્ટેશન સહિતના સ્થળોએ આસપાસ આવેલ 31 મિલકતોનો નડતર રૂપ ભાગ દુર કરવાની કાર્યવાહી આજે સવારથી શરુ કરી દેવાઈ છે.આજે શરુ થયેલ ડીમોલીશનમાં જુના રેલ્વે સ્ટેશન નજીક રેલ્વેની 25971 ચોરસમીટર જગ્યા ઉપરાંત આસપાસની જે મિલકતો આવેલ છે તેવી 27 જેટલી મિલકતોનો જરૂરી ભાગ ડીમોલીશન કરવાની કાર્યવાહી આજે સવારે મનપા દ્વારા શરુ કરવામાં આવી છે, જેમાં જામનગર મનપા પ્રોજેક્ટ પ્લાનિંગ વિભાગના કાર્યપાલક ઈજનેર ભાવેશ જાની, એસ્ટેટના રાજભા ચાવડા, રેલ્વે પોલીસ, અને સ્થાનિક પોલીસનો બંદોબસ્ત પણ સાથે રાખી આ ડીમોલીશન આગળ વધારવામાં આવી રહ્યું છે.



Comments

Popular posts from this blog

બેંક તથા વિમા કંપની સામે ગ્રાહકનો વિજય પતિના અવશાન બાદ તેના લોનની બાકીની તમામ રકમ ચુકવવાનો હુકમ કરતી કોર્ટ

જામનગર તાલુકાના કનસુમરા ગામની સાઢીયાપુલ પાસે આવેલ ’’આર્ય એસ્ટેટ’’મા આવેલ ’’ખોડલ કોલ ટ્રેડર્સ’’ નામના ગોડાઉનમા ડુપ્લીકેટ ઇગ્લીશ દારૂ બનાવતી ફેકટરી પકડી પાડતી-જામનગર એલ.સી.બી

જામનગરના મરીન સેન્ચ્યુરી અને ખીજડિયા બર્ડ સેન્ચ્યુરી વિસ્તારમાંથી સાત ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવ્યા.