કૃષિક્ષેત્રે બેસ્ટ ઓર્ગેનાઇઝ્ડ ગ્રુપ એવોર્ડ-૨૦૨૦-૨૧માં ભાગ લેવા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના આત્માના એફઆઇજી સમૂહોને અરજી કરવા અનુરોધ
જામનગર તા.૧૨ જાન્યુઆરી, આત્મા પ્રોજેક્ટ-જામનગર અને દેવભૂમિ દ્વારકા હેઠળ નોંધાયેલ તમામ એફ.આઈ.જી સમૂહોને તેમના કાર્ય અને કૃષિ ક્ષેત્રે કરેલી પ્રગતિનું પ્રોત્સાહન મળે, કાર્યને વધુ વેગ મળે તેમજ તેમણે આપેલા યોગદાનની પ્રશંસારૂપે કૃષિ વિકાસમાં તેમના ફાળાને બિરદાવવાના હેતુથી ભારત સરકાર શ્રી પુરસ્કૃત અને ગુજરાત સરકાર શ્રી સંચાલિત એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી આત્મા યોજના હેઠળ દર વર્ષે આત્મા યોજનાના એફ.આઇ.જી ગ્રુપોને એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે પણ “બેસ્ટ ઓર્ગેનાઇઝ્ડ ગ્રુપ એવોર્ડ ૨૦૨૦-૨૧” આપવામાં આવશે. બેસ્ટ એફ.આઇ.જી ગ્રુપને પ્રોત્સાહન રૂપે ખેતી ઉપયોગી સાધન આપવામાં આવશે.
આ એવોર્ડમાં ભાગ લેવા ઇચ્છનાર જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના આત્માના સાથે જોડાયેલ કોઈ પણ એફ.આઇ.જી ગ્રુપે અરજીપત્રક પોતાના જે તે તાલુકા કક્ષાએ આત્મા પ્રોજેક્ટના સ્ટાફ (બીટીએમ અને એટીએમ) પાસેથી લઈ કાળજીપૂર્વક વર્ષ ૨૦૨૦-૨૧ની માહિતી ભરી તા. ૩૧ જાન્યુઆરી ૨૦૨૨ સુધીમાં જરૂરી બિડાણો સહિત પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરી, આત્મા પ્રોજેક્ટ, બાજરા સંશોધન કેન્દ્ર, એરફોર્સ રોડ, વુલન મિલની સામે, જામનગર અથવા જે તે તાલુકાના સ્ટાફને પહોચતું કરવાનું રહેશે. તા.૩૧ જાન્યુઆરી બાદ મળેલ અરજી પત્રકો ધ્યાનમાં લેવામાં આવશે નહીં તેમજ બેસ્ટ ઓર્ગેનાઇઝ્ડ ગ્રુપ એવોર્ડમાં વધુ સંખ્યામાં સમૂહો ભાગ લે તે માટે પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીની કચેરી, આત્મા પ્રોજેક્ટ જામનગરની યાદી દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
Comments
Post a Comment