જામનગરના સમર્પણ સર્કલ પાસેથી બાઇકચોરી કરનાર શખસ ઝડપાયો
જામનગર શહેરના સમર્પણ સર્કલ પાસે વિશાલ હોટલની સામેથી ગત તારીખ 30-6-2021ના રોજ મોટરસાયકલ ચોરી થયાની ફરિયાદ સીટી સી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
જે ફરિયાદના આધારે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયનાઓની સૂચના તથા એલસીબી પીઆઇ એસ.એસ.નિનામાના માર્ગદર્શન મુજબ એલસીબી સ્ટાફના પીએસઆઇ કે કે ગોહિલ તથા બી.એમ.દેવમુરારી તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હોય જે દરમિયાન બાતમીના આધારે દિગજામ સર્કલ પાસેથી સુભાષ ઉર્ફે કાતીયો દિનેશ ગોહિલ પસાર થતા તેને અટકાવી પૂછપરછ હાથ ધરતા બાઈક ચોરીનું હોવાની કબૂલાત આપતા પોલીસે જી.જે.10 એડી 8809 નંબરનું મોટરસાયકલ કિં.રૂ.20,000નું કબ્જે કરી સીટી સી પોલીસ સ્ટેશનને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Darshan Kanakhara
Mo. 9978679392 / 9313236388
Comments
Post a Comment