જામનગરના દરેડમાં ઠેક ઠેકણે કેમિકલ-એસીડના ખાબોચિયા
સુરતના સચિન જી.આઈ.ડી.સી.માં બનેલી ઘટના જેવો જ બનાવ જામનગરમાં ન બને તે માટે તંત્ર ધ્યાન આપે તેવી માંગ
જામનગર શહેરનાં દરેડ જી.આઈ.ડી.સી. ખાતે આવેલી કંપનીઓ અને કારખાનાઓ દ્વારા બહાર ફેકવામાં આવતા કેમિકલ તેમજ એસીડના ઠેરઠેર ખાબોચીયા ભરેલા જોવા મળી રહ્યાં છે. તાજેતરમાં સુરતના જી.આઈ.ડી.સી. ખાતે બનેલી ઘટનામાં ૬ મજુરોના મોત નીપજયા હતા ત્યારે આ ઘટના કેમિકલ વેસ્ટને ખુલ્લામાં ઠાલવવાના કારણે જ બની હોઈ તેવામાં જામનગરના દરેડ જી.આઈ.ડી.સી. ખાતે આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે કેમિકલ એસીડેના ખાબોચિયા તાત્કાલિક અસરથી દુર કરવા તેમજ કંપની અને કારખાનાઓને તાકીદ કરવા માંગ કરવામાં આવી છે.
Darshan Kanakhara
Mo. 9978679392 / 9313236388
Comments
Post a Comment