જામનગર શહેરના વર્તમાનપત્ર/સામયિકોના પ્રકાશકો જોગ
જામનગર તા.૬ જાન્યુઆરી, જામનગર શહેરના રજીસ્ટ્રાર ઓફ ન્યુઝ પેપર ફોર ઇન્ડિયા તરફથી ટાઇટલ મંજુર કરવામાં આવેલ ન્યૂઝપેપર/મેગેઝિનના માલિક કે જેઓએ છેલ્લા પાંચ વર્ષથી તેમના વાર્ષિક અહેવાલ રજીસ્ટ્રાર ઓફ ન્યુઝ પેપર ફોર ઇન્ડિયાને મોકલાવેલ નથી, તેઓએ સત્વરે છેલ્લા પાંચ વર્ષના બાકી વાર્ષિક અહેવાલો મોકલી આપવા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ જામનગર શહેરની યાદી દ્વારા જણાવવામાં આવે છે. જે ન્યૂઝપેપર/મેગેઝિનના પ્રકાશક તેમના બાકી વાર્ષિક અહેવાલો મોકલવામાં કસુર કરશે તેમના પ્રકાશન(પબ્લિકેશન) રદ કરવામાં આવશે, તો આ અંગે સંબંધિત ન્યૂઝ પેપર ટાઇટલના પ્રકાશકોએ નોંધ લેવા રજીસ્ટ્રાર ઓફ ન્યુઝ પેપર ફોર ઇન્ડિયા, ન્યુ દિલ્હીના પત્ર દ્વારા જણાવવામાં આવે છે.
Darshan Kanakhara
Mo. 9978679392/9313236388
Comments
Post a Comment