કલેકટરશ્રી સૌરભ પારધી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિર પટેલના હસ્તે ઠેબા ખાતેથી ૧૫ થી ૧૮ વર્ષના બાળકોને કોવિડ રસીકરણનો પ્રારંભ કરાયો

 આજરોજ જિલ્લા કલેક્ટરશ્રી ડો. સૌરભ પારધી  અને  જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિર પટેલના હસ્તે જામનગર તાલુકાના ઠેબા ગામની શ્રી કે. જે. શાહ હાઇસ્કુલ ખાતેથી  ૧૫ થી ૧૮ વર્ષની વય જૂથના બાળકોને કોવિડ-૧૯ના રસીકરણનો શુભારંભ કરાયો હતો. 


આ કાર્યક્રમમાં કલેકટરશ્રીએ બાળકોને ભયમુક્ત બની રસી લેવા અપીલ કરી હતી. કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીએ શાળા ખાતેની રસીકરણ કામગીરી માટેની વ્યવસ્થાઓને નિહાળી હતી.




આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ભારતીબેન ધોળકિયા તથા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડોડીયાએ ઉપસ્થિત રહી બાળકો અને વાલીઓને રસીકરણ સંબંધી માર્ગદર્શન પૂરુ પાડ્યું હતુ. 


( Darshan Kanakhar )
Mo. 9978679392 / 9313236388

Comments