ગમગીની : જામનગરમાં ૧૫ વર્ષના તરુણે આપઘાત કર્યો
જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં નીલકમલ સોસાયટીમાં રહેતા એક ક્ષત્રીય પરિવારના ૧૫ વર્ષીય તરુણે ગળાફાસો ખાઈ જીવતરનો અંત આણ્યો છે. પોલીસે આ બનાવ પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. આ બનાવના પગલે ક્ષત્રીય પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.
યુવા વયે વધતા જતા આપઘાતના બનાવો વચ્ચે જામનગરમાં ૧૫ વર્ષીય તરુણે જીવતરનો અંત આણ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. સમાજચિંતકો માટે વિચાર માંગી લેતા બનાવની વિગતો મુબજ, શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલ નીલકમળ સોસાયટીમાં તાજ બ્યુટી પાર્લર સામે રહેતા કીશોરસિંહ ભીખુભા જેઠવાના ૧૫ વર્ષીય પુત્ર ક્રીપાલસિંહએ ગઈ કાલે કોઇ અગમ્ય કારણો સર પોતે પોતાના હાથે છતના પંખામાં દોરી બાંધી, ગળા ફાસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મૃતકના પિતાએ જાણ કરતા સીટી સી ડીવીજન પોલીસે સ્થળ પર પહોચી, મૃતકનો કબજો સંભાળી, હોસ્પિટલ ખસેડી પીએમ વિધિ પાર પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
( Repoter - Darshan Kanakhara )
Mo. 9978679392/9313236388
Comments
Post a Comment