Posts

૧૮ મે- વિશ્વ સંગ્રહાલય દિવસ - ‘‘સસ્ટેઇનીબિલિટી એન્ડ વેલ બીઇંગ’’

Image
૯ થી ૧૯ મી સદીના જામનગરના ઐતિહાસિક વારસાનું વર્ણન કરતું પુરાતત્વીય સંગ્રહાલય  લાખોટા તળાવની મધ્યમાં આવેલ પુરાતત્વીય સંગ્રહાલયમાં પથ્થર અને ધાતુના શિલ્પો, તોપ, તામ્રપત્ર, પેનલ(વુડન) ચિત્રોનું રિસ્ટોરેશન અને કન્ઝર્વેશન વર્ક, પ્રાકૃતિક ઇતિહાસના અવશેષો અને રાજવી શસ્ત્રાગાર તેમજ વ્હેલ માછલીનું હાડપિંજર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર દર વર્ષે 18મી મે ના રોજ વિશ્વ સંગ્રહાલય દિવસ ઉજવવામાં આવે છે. ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમ દ્રારા 1992થી દરવર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભવ્ય ઐતિહાસિક વારસો સાચવવા માટે મ્યુઝિયમ ઉપયોગી છે.  આપણા સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાને સુરક્ષિત રાખવા અને તેના પ્રચારમાં સંગ્રહાલય ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવે છે. ગુજરાતમાં કુલ ૧૮ જેટલા સંગ્રહાલયો આવેલા છે. જે પૈકીનું એક છે જામનગરમાં આવેલું પુરાતત્વીય સંગ્રહાલય. ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને વિકાસ કાર્યમાં જામ શ્રી દિગ્વિજય સિંહજીના રસ અને પ્રોત્સાહનનું ઉત્તમ ઉદાહરણ છે, પુરાતત્વીય સંગ્રહાલયની સ્થાપના. જામનગર ખાતે સંગ્રહાલય સ્થાપિત કરવા માટે તેઓએ લાખોટા કોઠાને રાજ્યના પુરાતત્વીય વિભાગને ફાળવ્...

જામનગર -ખંભાળિયા ધોરીમાર્ગ આજે સાંજે ફરીથી મરણચીસ થી ગાજી ઉઠયો: બે કાર સામસામે અથડાઈ પડતાં ચાર વ્યક્તિના મૃત્યુ

Image
જામનગરનો સતવારા પરિવાર સગપણ નો પ્રસંગ પૂર્ણ કરીને ખંભાળિયા થી જામનગર ફરતો હતો દરમિયાન ઝાખર ગામના પાટીયા પાસે નડ્યો અકસ્માત  જેનું સગપણ થયું હતું તે યુવાન તથા તેની ભાભી સહિત ચાર વ્યક્તિના અંતરિયાળ મૃત્યુ: અન્ય પાંચને ઇજા: એકની હાલત ગંભીર જામનગર- ખંભાળિયા ધોરીમાર્ગ આજે ફરીથી રક્ત રંજીત બન્યો છે, અને મૃતકો ની મરણ ચીસથી ગાજી ઉઠ્યો છે. એકી સાથે ચાર ચાર વ્યક્તિના મૃત્યુને લઈને ભારે અરેરાટી ફેલાઈ છે. જામનગરનો એક સતવારા પરિવાર ખંભાળિયામાં સગપણ નો પ્રસંગ પૂર્ણ કરીને પરત ફરતો હતો, ત્યારે જાખર ગામના પાટીયા પાસે અકસ્માત નડ્યો હતો. બે કાર સામસામે અથડાઈ પડતાં જેનું સગપણ થયું હતું, તે યુવાન અને તેના ભાભી સહિત ૪ વ્યક્તિના કરુણ મૃત્યુ નીપજ્યા છે, જ્યારે પાંચ વ્યક્તિ ઘાયલ થઈ છે. સમગ્ર મામલે મેઘપર પોલીસ તપાસ ચલાવે છે. આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં પટેલ પાર્ક વિસ્તારમાં રહેતા ચેતન ખાણધર નામના ૨૪ વર્ષના યુવાનનું આજે ખંભાળિયા ની એક યુવતી સાથે સગપણ યોજાયું હતું, અને સતવારા પરિવાર આજે સવારે કારમાં બેસીને ખંભાળિયા પહોંચ્યો હતો, અને સગપણ નો પ્રસંગ પૂર્ણ કરીને સાંજના સમયે જામનગર પરત ફરી રહ્યો હ...

નયારા એનર્જીએ યુવા સંચાલિત ચાર સ્ટાર્ટ-અપ્સને સીડ ફંડિંગ અને મેન્ટરશિપ દ્વારા સશક્ત બનાવ્યા

Image
આંતરરાષ્ટ્રીય ડાઉનસ્ટ્રીમ એનર્જી કંપની નયારા એનર્જીએ યુએનડીપી ઈન્ડિયા સાથેની ભાગીદારીમાં 'પ્રોજેક્ટ એક્સેલ' (પ્રોજેક્ટ એક્સેલ) પહેલના ભાગરૂપે ગુજરાતમાં ઈનોવેટિવ અને યુવા-સંચાલિત ચાર સ્ટાર્ટ-અપ્સને ભંડોળ અને માર્ગદર્શન પૂરું પાડ્યું છે. પ્રોજેક્ટ એક્સેલ એ ગુજરાતના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યુવાનોમાં ઈનોવેશન અને ઉદ્યોગસાહસિકતાની તકોને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે યુવા આગેવાની હેઠળનો અનોખો સ્ટાર્ટ-અપ ચેલેન્જ પ્રોગ્રામ છે. આ પહેલને 400થી વધુ ઉત્સાહી યુવાનો તરફથી જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો જેમણે આ માટે પોતાની અરજીઓ સોંપી હતી. ઉદ્યોગના નિષ્ણાતો, રોકાણકારો, શિક્ષણક્ષેત્રના નિષ્ણાતો અને જિલ્લા-સ્તરના સરકારી અધિકારીઓની બનેલી પેનલ દ્વારા આકરી પસંદગી પ્રક્રિયા કરવામાં આવી હતી. તેમાંથી યુએનડીપીના આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં પરફોર્મન્સ અને બિઝનેસ પિચની યોગ્યતાના આધારે ચાર વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી. વિજેતાઓને એક વિશેષ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં શ્રી દર્શન શાહ (ડેપ્યુટી કલેક્ટર, ગુજરાત સરકાર), નયના ગોરડિયા (ડેપ્યુટી પોલીસ અધિક્ષક, જામનગર) જેવ...

ગુજરાત ગૌરવ દિવસે ૧૫૦ કલાકારો સાથેનો ભવ્યાતિભવ્ય મલ્ટીમીડિયા શો “નમોસ્તુતે નવાનગર” રજૂ થશે

Image
“નમોસ્તુતે નવાનગર” ના માધ્યમથી જામનગરના ગૌરવપૂર્ણ ઈતિહાસ, જામનગરના મહાપુરુષોના વ્યક્તિ ચિત્રો સહિત જામનગરની વણ ખેડાયેલી વિશેષતાઓ લોકો સમક્ષ રજૂ કરાશે મલ્ટીમીડિયા શો માં જામનગરની અમર ગાથા જામનગરના કયા ઐતિહાસિક પાત્રના મુખે વ્યક્ત થશે એ જાણવું અને માણવું પણ રસપ્રદ બની રહેશે જામનગર તા.29, આગામી તા.૧લી મે ના રોજ ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી જામનગર ખાતે યોજાનાર છે. જેમાં શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સાંજે ૦૭:૦૦ કલાકે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભવોની ઉપસ્થિતિમાં જામનગરને કેન્દ્રમાં રાખી યુવક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રીશ્રી હર્ષ સંઘવી, સચિવ શ્રી અશ્વિનીકુમાર તથા કમિશનર શ્રી હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ એ.પી. ટીમ પ્રોડક્શન દ્વારા ૬૦ મિનિટનો “નમોસ્તુતે નવાનગર” નામનો ભવ્યાતિભવ્ય મલ્ટીમીડિયા શો રજૂ થનાર છે. જેમાં નૃત્ય, ગીત, સંગીત અને ડ્રામેટીક પ્રેઝન્ટેશન થકી જામનગરના ગૌરવપૂર્ણ ઈતિહાસ, જામનગરના મહાપુરુષોના વ્યક્તિ ચિત્રો સહિત જામનગરની વણ ખેડાયેલી વિશેષતાઓ લોકો સમક્ષ રજૂ કરવામાં આવશે. ૧૫૦ કલાકારો તથા ૪૦ ટેકનીશીયન્સન દ્વારા તૈયા...

ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત જામનગરની સરકારી ઇમારતો રોશનીથી ઝળહળી ઉઠી

Image
ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જામનગર ખાતે યોજવાનું રાજય સરકાર દ્વારા નક્કી કરાયું છે.જે ઉજવણી ગૌરવવંતી અને ચિર સ્મરણીય બને તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક વિધ કાર્યક્રમોના આયોજનો ઘડી કઢાયા છે. ઉજવણી અંતર્ગત શહેરની સરકારી ઇમારતો, કચેરીઓ તથા જાહેર માર્ગોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવતા સમગ્ર જામનગર શહેર દીપાવલી પર્વની જેમ ઝળહળી ઉઠયું છે.  જિલ્લા કલેક્ટર કચેરી સહિત શહેરના તમામ સેવા સદન, સર્કિટ હાઉસ, જામનગર મહાનગરપાલિકા, ડિસ્ટ્રીક્ટ કોર્ટ, માર્ગ અને મકાન વિભાગ, પી.જી.વી.સી.એલ.કચેરી સહિત વિવિધ સરકારી કચેરીઓ જાણે સોળ શણગાર સજી ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીનો ઉત્સાહ વ્યક્ત કરી રહી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. 

જામનગર જિલ્લામાં ટ્રાફિક જામની પરિસ્થિતિ અટકાવવા તા. 28 એપ્રિલથી 1 મે સુધી પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરાયા

Image
'ગુજરાત ગૌરવ દિન' ની ઉજવણીના સંદર્ભે વાહનોની અવરજવર માટે વૈકલ્પિક રૂટ જાહેર કરાયો જામનગર જિલ્લામાં આગામી તા. 01 મેના રોજ 'ગુજરાત ગૌરવ દિન' ની ઉજવણી પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે થવાની છે. ઉપરોક્ત કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી, અન્ય મંત્રીશ્રીઓ તેમજ રાજકીય/ બિન રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ટાઉનહોલથી લાલ બંગલા સર્કલ થઈને સાત રસ્તા સર્કલ સુધીના રૂટ પર પોલીસ પરેડ કાર્યક્રમ તેમજ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતેના કાર્યક્રમ માટે આ રૂટ પર કોઈપણ જાતની અડચણ ઉભી ન થાય તે હેતુથી તમામ પ્રકારના વાહનોનો પ્રવેશ અટકાવવો જરૂરી છે.  તેથી, ઉપરોક્ત કાર્યક્રમના સ્થળે ટ્રાફિક જામની પરિસ્થિતિને નિવારવા, ટ્રાફિક વૈકલ્પિક રસ્તા પર વાળવા, ગેરવ્યવસ્થા અટકાવવા માટે અને મહાનુભાવોની સલામતીની દ્રષ્ટિએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી બી. એન. ખેર, જામનગર દ્વારા પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરવામાં આવ્યા છે. જે હેઠળ, તમામ પ્રકારના વાહનોના પ્રવેશ માટે આગામી તા. 28 એપ્રિલથી લઈને તા. 30 એપ્રિલ સુધી સવારના 07:00 કલાકથી 10:00 કલાક સુધી અને સાંજના 04:00 કલાકથી લઈને 07:00 કલાક સુધી ટાઉનહોલથી સાત રસ્તા સર્કલ સુધીનો એક...

નયારા એનર્જીની જળ સંસાધન વ્યવસ્થાપન પહેલ ગુજરાતમાં કૃષિ વૃદ્ધિ અને પરિવર્તનને આગળ ધપાવવાનું ચાલુ રાખે છે

Image
આંતરરાષ્ટ્રીય સ્તરની ડાઉનસ્ટ્રીમ એનર્જી કંપની નયારા એનર્જીએ  ગુજરાતમાં તેની વાડીનાર રિફાઈનરીની આસપાસના સમુદાયોમાં ટકાઉ વૃદ્ધિ અને વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેના જળ સંસાધન વ્યવસ્થાપન અને ટકાઉ આજીવિકા પ્રોજેક્ટ દ્વારા નયારા એનર્જીએ જામનગરના અર્ધ-શુષ્ક ઝોનમાં આવેલા 15 થી વધુ દરિયાકાંઠાના ગામોમાં પાણીની અછતના મુદ્દાનું સફળતાપૂર્વક સમાધાન કર્યું છે, જ્યાં જમીનમાં ખારાશનું પ્રમાણ વધુ છે. આ પ્રોજેક્ટે કૃષિ વિકાસને આગળ ધપાવવા અને આ વિસ્તારમાં આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. એક્વિફર રિચાર્જ, ફાર્મ બંડિંગ, પોન્ડ ડી-સિલ્ટિંગ અને ઊંડા કરવા જેવી અનેક પહેલથી પાણીના સ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. પરિણામે, ગામડાનીની એકંદર પાણી સંગ્રહ ક્ષમતામાં 17.92 મિલિયન ક્યુબિક મીટરનો વધારો થયો છે જે 7,168 ઓલિમ્પિક-કદના સ્વિમિંગ પુલની સમકક્ષ છે. આ વિસ્તરણને કારણે પિયત વિસ્તાર વધીને 4,470 હેક્ટર થયો છે, જે સ્થાનિક ખેડૂતોને આજીવિકા માટે ખૂબ જ જરૂરી આધાર પૂરો પાડે છે. સફળતા અંગે ટિપ્પણી કરતાં નયારા એનર્જીના પ્રેસિડેન્ટ-પબ્લિક અફેર્સ શ્રી દીપક અરોરાએ જણાવ્યું હતું કે, "અમે જે સમુદાયોમાં...