Posts

Showing posts from April, 2025

નયારા એનર્જી ફરીથી લાવે છે મહા બચત ઉત્સવ

Image
પેટ્રોલ અને ડીઝલ પર દેશવ્યાપી રિટેલ આઉટલેટ્સ પર ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ્સ ઓફર ભારતના સૌથી ઝડપથી વિકસતા પ્રાઇવેટ ફ્યુઅલ સ્ટેશન નેટવર્ક નયારા એનર્જી 1 એપ્રિલથી 30 જૂન, 2025 સુધી તેના ખૂબ જ પ્રતીક્ષિત વાર્ષિક બચત અભિયાન મહા બચત ઉત્સવને ફરીથી રજૂ કરે છે. અગાઉની એડિશનને મળેલા પ્રચંડ અભિયાનને આગળ વધારતા આ વર્ષનું કેમ્પેઇન દેશભરના ગ્રાહકો માટે વધુ મૂલ્ય અને સવિશેષ બચત લાવે છે. રૂ. 3,000 કે તેથી વધુની પેટ્રોલની ખરીદી કરતા ગ્રાહકો દર લિટરે રૂ. 3નું ડિસ્કાઉન્ટ અને રૂ. 600થી રૂ. 2,999ની ખરીદી પર લિટર દીઠ રૂ. 2નું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. ડીઝલના ગ્રાહકો માટે લિટર દીઠ સીધી રૂ. 1ની બચત લાગુ પડે છે. આ ગ્રાહક પહેલ અંગે નયારા એનર્જીના ચીફ માર્કેટિંગ ઓફિસર મધુર તનેજાએ જણાવ્યું હતું કે મહા બચત ઉત્સવ અમારા ગ્રાહક જોડાણ પ્રયાસોનો મહત્વનો ભાગ છે અન અમે આ વર્ષે તેને પાછું લાવતા આનંદ અનુભવીએ છીએ. છેલ્લા કેટલાક વર્ષોથી મળેલો સતત હકારાત્મક પ્રતિસાદ અમારા ગ્રાહકોએ અમારા પર મૂકેલા ગહન વિશ્વાસ અને વફાદારીને દર્શાવે છે. આ પહેલ થકી અમારો ઉદ્દેશ દેશવ્યાપી ગ્રાહકો માટે ઇંધણ પર નોંધપાત્ર બચત આપવાનો અને નવા ગ્રાહકોને નયારા...

જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે પદગ્રહણ સમારોહ યોજાયો.

Image
"નેતૃત્વ અને જવાબદારીની ઉજવણી" - શૈક્ષણિક સત્ર 2025-26 માટે જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીનો પદગ્રહણ સમારોહ 22 એપ્રિલ 2025 ના રોજ શાળાના સભાગૃહમાં લશ્કરી પરંપરાઓની તર્જ પર ભવ્ય રીતે યોજાયો હતો. મેજર જનરલ ગૌરવ બગ્ગા, જનરલ ઓફિસર કમાન્ડિંગ, 11 રેપિડ (એચ) અને ચેરમેન, એલબીએ, સૈનિક સ્કૂલ બાલાચડી આ પ્રસંગે મુખ્ય મહેમાન હતા. તેમના આગમન પર સૈનિક સ્કૂલ બાલાચડીના આચાર્ય કર્નલ શ્રેયશ મહેતા દ્વારા મુખ્ય મહેમાનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને શાળાના યુદ્ધ સ્મારક - શૌર્ય સ્તંભ પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શાળાના કેડેટ્સે તેમને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. બાદમાં કેડેટ વૈષ્ણવી દ્વારા તેમને સેન્ડ મોડેલ પર શાળા અને તેની આસપાસના વિસ્તાર વિશે માહિતી આપવામાં આવી હતી જેની મુખ્ય મહેમાન દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.  મુખ્ય મહેમાને વિવિધ શાળા નિમણૂકો અને હાઉસ કેપ્ટન માટે નામાંકિત કેડેટ્સને નિમણૂકો આપી. કેડેટ્સને સમયપાલન, શિસ્ત, નૈતિક મૂલ્યો, શિક્ષણ, રમતો અને રમતગમત, સકારાત્મક વલણ, નેતૃત્વના ગુણો વગેરે જેવા સર્વાંગી ગુણોના આધારે નિમણૂક આપવામાં આવી હતી જેથી તેઓ તેમના સાથી શાળાના ...

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો ૨૯ મો ૫દવીદાન સમારોહ યોજાયો; ૧૮૪૧ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ

Image
 રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી એલોપથી રોગોમાં કામચલાઉ રાહત આપે છે, જ્યારે આયુર્વેદ શરીરની કાયાકલ્પ કરી રોગોનો જડમૂળથી નાશ કરે છે ઋષિમુનિઓએ વિશ્વને આયુર્વેદની ભેટ આપી માનવ કલ્યાણ માટેનું અકલ્પનિય કામ કર્યું છે આયુર્વેદ પર અતૂટ વિશ્વાસ મૂકી તેનો સમગ્ર વિશ્વમાં વ્યાપ વધારવા વિદ્યાર્થીઓને રાજ્યપાલશ્રીનું આહવાન લોકોને આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ પ્રત્યે વિશ્વાસ અપાવવાનું કાર્ય આયુર્વેદનો અભ્યાસ કરીને વૈદ્ય બનેલા સૌ વિદ્યાર્થીઓનું છે : મંત્રીશ્રી ઋષિકેશ પટેલ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ તથા શ્રી સદગુરૂ સેવા સંધ ટ્રસ્ટ ચિત્રકૂટ, મધ્યપ્રદેશ સાથે આયુર્વેદિક સંશોઘનો વિકસાવવા એમ.ઓ.યુ. કરાયા જામનગર તા.21 એપ્રિલ, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતમાં રાજમાતા શ્રી ગુલાબકુંવરબા સભાગૃહ ખાતે વિશ્વની સૌપ્રથમ આયુર્વેદ યુનિવર્સિટી, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો ૨૯ મો ૫દવીદાન સમારોહ યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં ડીપ્લોમા, પી.જી.ડીપ્લોમા, બેચલર ડીગ્રી, માસ્ટર ડીગ્રી, એમ.ડી., એમ.એસ. અને પી.એચડી.ના મળી 1841 વિદ્યાર્થીઓ તેમજ બે વિશેષ વ્યકિતત્વને ડો...

બેંક તથા વિમા કંપની સામે ગ્રાહકનો વિજય પતિના અવશાન બાદ તેના લોનની બાકીની તમામ રકમ ચુકવવાનો હુકમ કરતી કોર્ટ

Image
આ કેસની ટુંકમાં હકીકત એવા પ્રકારની છે કે ; આ કામે ફરીયાદીના પતિ ભાવેશભાઈ નિરંજનભાઈ ત્રિવેદી દ્વારા India Shelter Finance Corporation Ltd. માંથી રૂ।.૧૦,૫૭,૩૮૦/- અંકે રૂપીયા દસ લાખ સતાવન હજાર ત્રણસો એસી રૂપીયા ની હોમલોન લઈને મકાન લેવામાં આવેલ હેય, અને ફરિયાદી ના ગુજરનાર પતિ ભાવેશભાઈ ત્રિવેદી ની ICICI Prudential Life Insurance Company Limited માંથી વીમા પોલીસી લેવામાં આવેલ હતી અને આ પોલીસી અન્વયે લોન લેનારનુ અવશાન થાય તો તેને બાકીના હપ્તા ભરવાના રહે નહી અને તેની લોનની તમામ રકમ વીમા કંપનીએ બેંકને ચુકવવાની રહેતી હેાય, તે સંદર્ભેની પોલીસી લેવામાં આવેલ હોય, અને આ પોલીસી ચાલુ હતી તે દરમયાન ફરીયાદીના પતિ ભાવેશભાઈ નિરંજનભાઈ ત્રીવેદીનુ અવશાન થતા આ કામના ફરીયાદી વિશાખાબેન ભાવેશભાઈ ત્રીવેદી ધ્વારા આ બેન્ક/વીમા કંપની સમક્ષ કલેઈમ કરતા વીમા કંપની ધ્વારા ફરીયાદીનો કલેઈમ નામંજુર કરેલ હેય, અને ત્યારરબાદ ઈન્ડીયા શેલ્ટર ફાયનાન્સ ધ્વારા સરફેસી એકટ મુજબની કાર્યવાહી ફરીયાદી ઉપર ચાલુ કરેલ હોય, અને ત્યારબાદ ફરીયાદી ધ્વારા તેમના વકીલ મારફત India Shelter Finance Corporation Ltd. तथा ICICI Prudential Life In-s...

''વર્લ્ડ હેરીટેજ ડે'' જામનગરનો ભવ્ય ભુજીયો કોઠો લઇ રહ્યો છે નવા રંગરૂપે...

Image
જામ રણમલજીએ બંધાવેલ તે સમયની ૧૩૭ ફૂટની ઉંચાઈ ધરાવતી સૌરાષ્ટ્રની સૌથી ઉંચી ઈમારત : અગાઉ કોઠાનો ઉપયોગ ‘હેલિયોગ્રાફી’ પ્રકારના સંદેશા મોકલવાના કેન્દ્ર તરીકે થતો : ભુજીયા કોઠાના નિર્માણમાં ૧૩ વર્ષનો સમય લાગ્યો હતો : હાલ અંદાજે રૂ.૨૩ કરોડના ખર્ચે ૧૭૩ વર્ષ જુના ભુજીયા કોઠાના રેસ્ટોરેશનનું કામ ચાલુ   ખંભાળિયાના દરવાજાથી ઉત્તરે ગઢની દીવાલ વચ્ચે તળાવના દક્ષિણ કિનારા પર વિરાટ અને ભવ્ય ભુજીયો કોઠો અતીતની યાદ સંઘરીને ઊભો છે. જામ રણમલજી બીજાના સમયમાં જામનગરમાં દુષ્કાળ પડયા હતા, તે દરમિયાન પ્રજાને રોજીરોટી આપવા તથા જળસંચયના હેતુથી જામ રણમલજીએ કેટલાંક બાંધકામ કરાવ્યા હતા. તેમાંથી એક છે ભુજીયો કોઠો. ઇ.સ.૧૮૩૯ થી ૧૮૫૨ વચ્ચે ગોળ બાંધણી વાળા કલાત્મક અને આકર્ષક ભૂજીયા કોઠાનું બાંધકામ થયેલ. આમ ભુજીયો કોઠો બંધાતા ૧૩ વર્ષનો સમય લાગ્યો હતો.  એવું માનવામાં આવે છે કે જામનગર અને ભુજના રાજા ભાઈઓ હતા જેમણે લગભગ 300 કિમી દૂર પોતાના રાજ્યો સ્થાપ્યા હતા. તેમણે શહેરોની રચના પણ એ જ રીતે કરી હતી. ભુજિયો કોઠો કદાચ જામનગરથી ભુજ જવાના ગુપ્ત માર્ગનું પ્રવેશદ્વાર હતું. તેથી તેનું નામ ભુજીયો કોઠો હોવાનું માનવામાં...

જામનગર જિલ્લામાં આગામી તા.૨૨ એપ્રિલ સુધી "પોષણ પખવાડીયા" ની ઉજવણી કરાશે.

Image
પોષણ પખવાડીયા અંતર્ગત બાળ તુલા, ગૃહ મુલાકાત, તંદુરસ્ત આહાર પ્રથાઓ વિશે જાગૃતિ શિબિર, બાળકોમાં સ્થૂળતા દુર કરવા અંગેની વિવિધ પ્રવૃતિઓ સહિતના કાર્યક્રમો યોજાશે જિલ્લા કલેક્ટરશ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે બેઠક યોજાઈ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા.૮ માર્ચ ૨૦૧૮ ના રોજ પોષણ અભિયાનનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરવામાં આવેલ.જે અંતર્ગત મહિલા અને બાળ વિકાસ મંત્રાલય,  ભારત સરકાર દ્વારા દર વર્ષે માર્ચ માસમાં જનજાગૃતિ માટે ‘‘પોષણ પખવાડીયા''ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે જામનગર જિલ્લામાં પણ આગામી તા.૨૨ એપ્રિલ ૨૦૨૫ સુધી "પોષણ પખવાડીયા" ની ઉજવણી કરવામાં આવનાર છે. જેના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરાયું હતુ.સાથે જ બેઠકમાં સૌએ પોષણ પખવાડિયા અંગેના શપથ ગ્રહણ કર્યા હતા. ચાલુ વર્ષે ‘પોષણ પખવાડા-૨૦૨૫' દરમ્યાન વિવિધ પ્રવૃતિઓનું આયોજન વિવિધ થીમ પર કરવામાં આવનાર છે. જેમાં જીવનના પ્રથમ ૧૦૦૦ દિવસો પર ધ્યાન કેન્દ્રિત કરવું, પોષણ ટ્રેકરમાંના લાભાર્થી મોડ્યુલનો પ્રચાર-પ્રસાર, સી.એમ.એ.એમ. મોડ્યુલ દ્...

શ્રી રામે મોરને આપેલું વચન કૃષ્ણ અવતારમાં નિભાવ્યું, ઋણ અને ઉપકારનું મહત્ત્વ સમજાવતી એક અદ્ભુત કથા.

Image
કોઈએ આપણી પર કરેલું ઋણ અને ઉપકારનું મહત્ત્વ આજના સમયમાં ઘટી રહ્યું છે. પરંતુ જો માણસ ખરેખર તેનું મહત્ત્વ સમજે તો ન માત્ર આ જન્મ પરંતુ આગામી જન્મ પણ સફળ થઈ શકે છે. ભગવાન રામે પણ માનવ તરીકે પૃથ્વી પર જન્મ લીધો હતો અને તેઓ ઋણ અને ઉપકારનું મહત્ત્વ સારી રીતે સમજતા હતા. ત્યારે આવી રામયણ સાથે એક અજાણી કથા વિશે જાણીએ કે, જેમાં શ્રી રામ એક પક્ષીના ઋણી બને છે અને તેના ઉપકારનું મહત્ત્વ સમજીને તે પક્ષીને આપેલા વચનનું કૃષ્ણ અવતારમાં પાલન કરે છે. ભગવાને પાણી માટે કરી કુદરતને પ્રાર્થના  ભગવાન રામ માતા સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે 14 વર્ષના વનવાસ પર હતા, એક દિવસ વનવાસ દરમિયાન માતા સીતાને પાણીની તરસ લાગે છે, પરંતુ દૂર દૂર સુધી ક્યાંય પાણી જોવા મળતું નથી.તેથી ભગવાન રામ કુદરતને કહે છે કે, 'આસપાસમાં ક્યાંય પાણી હોય તો ત્યાં સુધી જવાનો રસ્તો દર્શાવો.' એટલામાં એક મોર શ્રી રામ પાસે આવે છે અને કહે છે કે, 'અહીંથી થોડેક દૂર એક જળાશય છે. હું તમને ત્યાં સુધી લઈ જાઉં, પરંતુ તેમાં ભૂલા પડી જવાની સંભાવના રહેલી છે.' જેમાં રામજી કહે છે કે કેમ? જેના જવાબમાં મોર કહે છે કે, 'હું ઊડીને જાવ છુ...

જામનગરમાં રામનવમી અંતર્ગત લોહાણા સમાજ સમૂહ જ્ઞાતિ ભોજન (પારણા નાત)ના આયોજન અંગે પૂરજોશમાં તૈયારીનો પ્રારંભ

Image
જામનગર શહેરમાં શ્રી રામચંદ્રજી પ્રાકટય મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત અને રાજ્યસભાના સાંસદ શ્રી પરિમાલભાઈ ધીરજલાલ નથવાણી પરિવારના સહયોગથી તા. ૦૭-૦૪-૨૦૨૫ સોમવારના રોજ સાંજે ૭-૦૦ થી ૯-૩૦ સમયે લોહાણા સમાજ સમૂહ જ્ઞાતિ ભોજન (પારણા નાત)ના આયોજન અંગે સ્થાપક સદસ્યો જીતુભાઈ લાલ, રમેશભાઈ દત્તાણી, ભરતભાઈ મોદી, મનોજભાઈ અમલાણી, રાજુભાઈ કોટેચા, અનિલભાઈ ગોકાણી, અતુલભાઈ પોપટ, ભરતભાઈ કાનાબાર, નીલેશભાઈ ઠકરાર, રાજુભાઈ મારફતીયા, મધુભાઈ પાબારી, મનીષ તન્નાના માર્ગદર્શન હેઠળ શ્રી રામચંદ્રજી પ્રાકટય મહોત્સવ સમિતિના નવનિયુકત સદસ્યો માધવ સુખપરીયા, અપૂર્વ કારીયા, જય રાચાણી, પાર્થ નથવાણી, આયુષ પોપટ, કબીર વિઠલાણી, કર્તવ્ય સૂચક, સુજલ ખાખરીયા, આદિત્ય મજીઠીયા, શ્યામ કુંડલીયા, દેવ જોબનપુત્રા, સત્યમ તન્ના, અંકિત મહેતા દ્વારા સમગ્ર નાતનું આયોજન અંગે પૂરજોશમાં તૈયારીનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. 00000

નયારા એનર્જી લિમિટેડ દ્વારા ખંભાળિયામાં મહિલા ઉદ્યોગસાહસિકોનું સન્માન

Image
મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ આયોજનો કર્યા વાડીનાર સ્થિત નયારા એનર્જી લિમિટેડે તેની કોર્પોરેટ સામાજિક જવાબદારીના ભાગ રૂપે ખંભાળિયામાં આંત્રપ્રેન્યોરશિપ કોન્ક્લેવ દ્વારા મહિલા ઉદ્યોગસાહસિકોનું સન્માન કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ૧૪૨ મહિલા ઉદ્યોગસાહસિકોને એકઠા કરવામાં આવ્યા હતા અને તેમને નવું શીખવા, પ્રેરણા મેળવવા અને નેટવર્ક બનાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. કોન્ક્લેવના મુખ્ય મહેમાન કુ.એચ.પી. જોશી, અધિક કલેક્ટર અને ડિરેક્ટર, ડીઆરડીએ હતા, જેમણે મહિલાઓ માટે આત્મનિર્ભરતા અને આર્થિક સશક્તિકરણનું મહત્વ સમજાવ્યું હતું. કોન્ક્લેવમાં વ્યક્તિગત અને જૂથ સાહસોમાં રોકાયેલી ૧૪૨ મહિલાઓને ૨૦૪ બિઝનેસ કીટ આપવામાં આવી હતી, જેમાં કેશબોક્સ, સ્ટેશનરી અને પ્રમાણપત્રોનો સમાવેશ થતો હતો. મહિલા ઉદ્યોગસાહસિકો અને વ્યવસાય સખીઓએ તેમની વ્યક્તિગત સફળતાની વાર્તાઓ શેર કરી અને અન્ય મહિલાઓને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત નયારા એનર્જીએ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ આયોજનો કર્યા હતા. ભાણવડ અને સેઢાખાઈમાં  40 સહભાગીઓ માટે લાઈવ રેસીપી પ્રદ...