Posts

Showing posts from April, 2023

ગુજરાત ગૌરવ દિવસે ૧૫૦ કલાકારો સાથેનો ભવ્યાતિભવ્ય મલ્ટીમીડિયા શો “નમોસ્તુતે નવાનગર” રજૂ થશે

Image
“નમોસ્તુતે નવાનગર” ના માધ્યમથી જામનગરના ગૌરવપૂર્ણ ઈતિહાસ, જામનગરના મહાપુરુષોના વ્યક્તિ ચિત્રો સહિત જામનગરની વણ ખેડાયેલી વિશેષતાઓ લોકો સમક્ષ રજૂ કરાશે મલ્ટીમીડિયા શો માં જામનગરની અમર ગાથા જામનગરના કયા ઐતિહાસિક પાત્રના મુખે વ્યક્ત થશે એ જાણવું અને માણવું પણ રસપ્રદ બની રહેશે જામનગર તા.29, આગામી તા.૧લી મે ના રોજ ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી જામનગર ખાતે યોજાનાર છે. જેમાં શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સાંજે ૦૭:૦૦ કલાકે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભવોની ઉપસ્થિતિમાં જામનગરને કેન્દ્રમાં રાખી યુવક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રીશ્રી હર્ષ સંઘવી, સચિવ શ્રી અશ્વિનીકુમાર તથા કમિશનર શ્રી હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ એ.પી. ટીમ પ્રોડક્શન દ્વારા ૬૦ મિનિટનો “નમોસ્તુતે નવાનગર” નામનો ભવ્યાતિભવ્ય મલ્ટીમીડિયા શો રજૂ થનાર છે. જેમાં નૃત્ય, ગીત, સંગીત અને ડ્રામેટીક પ્રેઝન્ટેશન થકી જામનગરના ગૌરવપૂર્ણ ઈતિહાસ, જામનગરના મહાપુરુષોના વ્યક્તિ ચિત્રો સહિત જામનગરની વણ ખેડાયેલી વિશેષતાઓ લોકો સમક્ષ રજૂ કરવામાં આવશે. ૧૫૦ કલાકારો તથા ૪૦ ટેકનીશીયન્સન દ્વારા તૈયા...

ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત જામનગરની સરકારી ઇમારતો રોશનીથી ઝળહળી ઉઠી

Image
ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જામનગર ખાતે યોજવાનું રાજય સરકાર દ્વારા નક્કી કરાયું છે.જે ઉજવણી ગૌરવવંતી અને ચિર સ્મરણીય બને તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક વિધ કાર્યક્રમોના આયોજનો ઘડી કઢાયા છે. ઉજવણી અંતર્ગત શહેરની સરકારી ઇમારતો, કચેરીઓ તથા જાહેર માર્ગોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવતા સમગ્ર જામનગર શહેર દીપાવલી પર્વની જેમ ઝળહળી ઉઠયું છે.  જિલ્લા કલેક્ટર કચેરી સહિત શહેરના તમામ સેવા સદન, સર્કિટ હાઉસ, જામનગર મહાનગરપાલિકા, ડિસ્ટ્રીક્ટ કોર્ટ, માર્ગ અને મકાન વિભાગ, પી.જી.વી.સી.એલ.કચેરી સહિત વિવિધ સરકારી કચેરીઓ જાણે સોળ શણગાર સજી ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીનો ઉત્સાહ વ્યક્ત કરી રહી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. 

જામનગર જિલ્લામાં ટ્રાફિક જામની પરિસ્થિતિ અટકાવવા તા. 28 એપ્રિલથી 1 મે સુધી પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરાયા

Image
'ગુજરાત ગૌરવ દિન' ની ઉજવણીના સંદર્ભે વાહનોની અવરજવર માટે વૈકલ્પિક રૂટ જાહેર કરાયો જામનગર જિલ્લામાં આગામી તા. 01 મેના રોજ 'ગુજરાત ગૌરવ દિન' ની ઉજવણી પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે થવાની છે. ઉપરોક્ત કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી, મુખ્યમંત્રીશ્રી, અન્ય મંત્રીશ્રીઓ તેમજ રાજકીય/ બિન રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ટાઉનહોલથી લાલ બંગલા સર્કલ થઈને સાત રસ્તા સર્કલ સુધીના રૂટ પર પોલીસ પરેડ કાર્યક્રમ તેમજ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતેના કાર્યક્રમ માટે આ રૂટ પર કોઈપણ જાતની અડચણ ઉભી ન થાય તે હેતુથી તમામ પ્રકારના વાહનોનો પ્રવેશ અટકાવવો જરૂરી છે.  તેથી, ઉપરોક્ત કાર્યક્રમના સ્થળે ટ્રાફિક જામની પરિસ્થિતિને નિવારવા, ટ્રાફિક વૈકલ્પિક રસ્તા પર વાળવા, ગેરવ્યવસ્થા અટકાવવા માટે અને મહાનુભાવોની સલામતીની દ્રષ્ટિએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી બી. એન. ખેર, જામનગર દ્વારા પ્રતિબંધાત્મક હુકમો જાહેર કરવામાં આવ્યા છે. જે હેઠળ, તમામ પ્રકારના વાહનોના પ્રવેશ માટે આગામી તા. 28 એપ્રિલથી લઈને તા. 30 એપ્રિલ સુધી સવારના 07:00 કલાકથી 10:00 કલાક સુધી અને સાંજના 04:00 કલાકથી લઈને 07:00 કલાક સુધી ટાઉનહોલથી સાત રસ્તા સર્કલ સુધીનો એક...

નયારા એનર્જીની જળ સંસાધન વ્યવસ્થાપન પહેલ ગુજરાતમાં કૃષિ વૃદ્ધિ અને પરિવર્તનને આગળ ધપાવવાનું ચાલુ રાખે છે

Image
આંતરરાષ્ટ્રીય સ્તરની ડાઉનસ્ટ્રીમ એનર્જી કંપની નયારા એનર્જીએ  ગુજરાતમાં તેની વાડીનાર રિફાઈનરીની આસપાસના સમુદાયોમાં ટકાઉ વૃદ્ધિ અને વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેના જળ સંસાધન વ્યવસ્થાપન અને ટકાઉ આજીવિકા પ્રોજેક્ટ દ્વારા નયારા એનર્જીએ જામનગરના અર્ધ-શુષ્ક ઝોનમાં આવેલા 15 થી વધુ દરિયાકાંઠાના ગામોમાં પાણીની અછતના મુદ્દાનું સફળતાપૂર્વક સમાધાન કર્યું છે, જ્યાં જમીનમાં ખારાશનું પ્રમાણ વધુ છે. આ પ્રોજેક્ટે કૃષિ વિકાસને આગળ ધપાવવા અને આ વિસ્તારમાં આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. એક્વિફર રિચાર્જ, ફાર્મ બંડિંગ, પોન્ડ ડી-સિલ્ટિંગ અને ઊંડા કરવા જેવી અનેક પહેલથી પાણીના સ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. પરિણામે, ગામડાનીની એકંદર પાણી સંગ્રહ ક્ષમતામાં 17.92 મિલિયન ક્યુબિક મીટરનો વધારો થયો છે જે 7,168 ઓલિમ્પિક-કદના સ્વિમિંગ પુલની સમકક્ષ છે. આ વિસ્તરણને કારણે પિયત વિસ્તાર વધીને 4,470 હેક્ટર થયો છે, જે સ્થાનિક ખેડૂતોને આજીવિકા માટે ખૂબ જ જરૂરી આધાર પૂરો પાડે છે. સફળતા અંગે ટિપ્પણી કરતાં નયારા એનર્જીના પ્રેસિડેન્ટ-પબ્લિક અફેર્સ શ્રી દીપક અરોરાએ જણાવ્યું હતું કે, "અમે જે સમુદાયોમાં...

જામનગર જિલ્લામાં તમામ મોબાઈલ લે- વેચ કરતા દુકાન ધારકોને રજિસ્ટર નિભાવવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

Image
જામનગર જિલ્લામાં બનતા વિવિધ ગુન્હાઓમાં મોબાઈલ ફોનનો ઉપયોગ થાય છે, અને મોબાઈલની ચોરીના ગુન્હાનું પ્રમાણ વધવા પામ્યું છે. આવા ગુન્હાઓ શોધી કાઢવા માટે ગુન્હામાં વપરાયેલા અથવા ગયેલા મોબાઇલ ફોનના I. M. E. I. નંબરનું ટ્રેકીંગ કરીને ગુન્હાના મુળ સુધી પહોંચવા પ્રયત્નો કરવામાં આવે છે. ઘણી વખત મોબાઈલ ફોનના વપરાશ કરનારા વ્યક્તિ સુધી પહોંચવામાં આવે ત્યારે જાણવા મળે છે કે, તેઓએ કોઈ અજાણ્યા માણસ પાસેથી મોબાઈલ ખરીદેલો છે. જે મોબાઈલ વેચનાર/ ખરીદ કરનારને ચોરાયેલો અથવા ગુન્હામાં વપરાયેલો હોવાની માહિતી હોતી નથી.  જેથી, આવા ગુન્હાઓના મુળ સુધી પહોંચી સાચા આરોપીને શોધી કાઢવા માટે કોઇપણ (જુના કે નવા) મોબાઈલ વપરાશકારકે તે મોબાઈલ કોની પાસેથી ખરીદેલ અથવા કોને વેચેલો છે ?? તે જાણવું ખુબ જરૂરી છે. મોબાઈલ ટ્રેકીંગ કરીને અને ગુન્હાનાં મુળ સુધી પહોંચે ત્યારે આવું જાણવા મળે છે કે, મોબાઈલ કોઇ અજાણી વ્યકિતએ આપેલો છે તેથી તપાસમાં કોઈ ફળદાયક હકીકત મળી શકતી નથી. જેથી આ બાબતે કોઇપણ વ્યકિતઓ મોબાઈલ, હેન્ડસેટ વિગેરે ફોટા સાથેના કોઈપણ ઓળખપત્ર વગર લેનાર/ વેચનારની જવાબદારી નક્કી કરવામાં આવતું જાહેરનામું બહાર પાડવું જરૂરી જણા...

જિલ્લા સેવા સદન 3 માં એક અઠવાડિયાથી વધુ સમય થયા ઇન્વર્ડ પ્રક્રિયા ઠપ્પ

Image
જામનગરના લાલ બંગલા સર્કલમાં આવેલ સેવાસદન ત્રણમાં છેલ્લા એક અઠવાડિયાથી વધુ સમય થયા ઇન્ટરનેટ કનેક્ટિવિટી બંધ હોવાને કારણે ઇન વર્ડ અને સરકારી કામોમાં ઇન્ટરનેટ દ્વારા ઓનલાઇન થતી કામગીરી અટકી પડી છે. એક તરફ ગુજરાત રાજ્યની સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી જામનગરમાં છે ત્યારે આ ઉજવણી પૂર્વે જ પ્રજાના કામો અટકી પડ્યા છે. છેલ્લા આઠ દસ દિવસથી જિલ્લા સેવાસદન 3 નું જીસ્વાન ઇન્ટરનેટ ખોરંભે ચડ્યું છે. બીજી તરફ આ સેવા સદનમાં આવતી એસ એલ આર, ડીએલઆર કચેરીની રીસર્વે ની કામગીરી પણ પાયલોટ પ્રોજેક્ટમાં ચાલી રહી છે. આ કામગીરીની રીસર્વે ની અરજીઓ ઉપરાંત સોગંદનામાં ખાસ ઓનલાઇન કરવાના થતા હોય પરંતુ ઇન્ટરનેટ બંધ હોવા અને કર્મચારી મોટાભાગે સમયસર હાજર ન હોતા આ કામગીરી અટકી પડી છે. આ અંગે એસેલ આર અને ડીએલઆર કચેરીના અધિકારીઓનો સંપર્ક કરાતા તેઓ ટેકનિકલ ખામી અને એકબીજા ઉપર ખો આપી રહ્યા છે.  છેલ્લા એક અઠવાડિયા થી માંડીને દસેક દિવસ પહેલાથી ઇન્ટરનેટ કનેક્ટિવિટી બંધ થઈ છે જેને કારણે જીસ્વાન ઇન્ટરનેટ સેવા અટકી પડી છે. 500 જેટલી અરજીઓ અને સોગંદનામાઓ ટેબલ ઉપર ધુળ ખાઈ રહ્યા છે અને અરજદારોના કામો અટકી પડ્યા છે.  અને અ...

જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા વિશ્ર્વ પૃથ્વી દિવસની વિશેષરૂપે ઉજવણી

Image
વૃક્ષારોપણ તેમજ રોપા વિતરણ કાર્યક્રમના આયોજનમાં સાંસદ પૂનમબેન સહિત આગેવાનો નગરજનો બાળકો ઉપસ્થિત વનસ્પતિ સૃષ્ટીથી માનવસમુદાયને પ્રત્યક્ષ અને પરોક્ષરૂપે વરસો સુધી ફાયદો થાય છે તેમ જણાવતા ૭૮ જામનગર ઉતરના ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા શહેરની બંને તરફ ના છેડા ના વિસ્તારોમા પ્રથ્વીની સંપદાની જાગૃતિ લાવવા પ્રયાસ જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા  વિશ્ર્વ પૃથ્વી દિવસની વિશેષરૂપે  ઉજવણી કરવામા આવી હતી જેમાં વૃક્ષારોપણ તેમજ રોપા વિતરણ કાર્યક્રમના આયોજનમાં સાંસદ પૂનમબેન સહિત આગેવાનો નગરજનો બાળકો  સૌ ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરી ને શહેરની બે જુદી જુદી દિશાઓમા છેડાના વિસ્તારોમા આ કાર્યક્રમ થી લોકોમા પૃથ્વી પરની કુદરતે આપેલી સંપતિની જાળવણી પ્રત્યે જાગૃતિ કેળવવાનો પ્રયાસ કરાયો હતો આ તકે ૭૮ જામનગર ઉતરના ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા એ જણાવ્યુ હતુ કે વનસ્પતિ સૃષ્ટીથી માનવસમુદાયને પ્રત્યક્ષ અને પરોક્ષરૂપે વરસો સુધી ફાયદો થાય છે તેમાથી છાયડો ફળ ફુલ તો મળે જ છે ઓક્સીજન મળે છે પ્રદુષણ ઘટે છે જળ સંચય અને જમીન સંરક્ષણ થાય છે તેમ આ તકે તેમને સંદેશો આપ્યો છે લોકો પૃથ્વીનું મહત્વ સમજ...

ગુજરાત ગૌરવ દિવસની ગૌરવમયી ઉજવણીને આપાઈ રહેલો આખરી ઓપ

Image
કલેક્ટર શ્રી બી.એ.શાહ સહિતના અધિકારીશ્રીઓએ કાર્યક્રમ સ્થળોની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી જામનગર તા.22, આગામી તારીખ પહેલી મે ના રોજ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના અનેક મહાનુભવોની ઉપસ્થિતિમાં જામનગર ખાતે ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી થવા જઈ રહી છે. જે સમગ્ર કાર્યક્રમને જિલ્લા વહીવટી તંત્ર તથા સંલગ્ન વિભાગો દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે.સમગ્ર કાર્યક્રમ સુચારૂ રીતે યોજાય તેમજ કાર્યક્રમ થકી જામનગરને વિશેષ ગૌરવ પ્રાપ્ત થાય તે હેતુથી સમગ્ર ઉજવણી અંગેની જરૂરી વ્યવસ્થાઓ અને તૈયારીઓની સ્થળ મુલાકાત લઇ જિલ્લા કલેકટર શ્રી બી.એ.શાહ સહિતના અધિકારીશ્રીઓએ સમીક્ષા કરી હતી. ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી સાથે જોડાયેલા સ્થળો જેવા કે જામનગર એરપોર્ટ, શ્રી સત્ય સાંઈ શાળા મેદાન, જિલ્લા પંચાયત ચોક ખાતે મહારાણા પ્રતાપની પ્રતિમા, સર્કિટ હાઉસ તથા પ્રદર્શન ગ્રાઉન્ડ સહિતના સ્થળોની કલેકટર શ્રી શાહે મુલાકાત લીધી હતી તેમજ આ તમામ સ્થળોએ કરવાની થતી આનુસંગિક વ્યવસ્થાઓ જેવી કે મહાનુભવોનું આગમન, સ્ટેજ,મંડપ, બેઠક તથા પાર્કિંગ વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, વિવિધ સાંસ્કૃતિ...

દ્વારકા થી મદુરાઈ અને મદુરાઈ થી વેરાવળ માટે ચલાવવામાં આવશે દૈનિક સ્પેશ્યલ ટ્રેન

Image
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને તેમની વધારાની સંખ્યાને સમાવવા માટે દ્વારકા થી મદુરાઈ અને મદુરાઈ થી વેરાવળ માટે વિશેષ ભાડા પર સ્પેશ્યલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડિવિજન ના સીનિયર ડીસીએમ શ્રી સુનિલ કુમાર મીના ના જણાવ્યા મુજબ, આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે: ·        ટ્રેન નંબર 06302/06301 દ્વારકા થી મદુરાઈ અને મદુરાઈ થી વેરાવળ  સ્પેશ્યલ  (21 ટ્રીપ્સ) ટ્રેન નંબર 06302 દ્વારકા-મદુરાઈ સ્પેશ્યલ   દરરોજ 22.40 કલાકે દ્વારકાથી ઉપડશે અને ચોથા દિવસે 10.30 કલાકે મદુરાઈ પહોંચશે. આ ટ્રેન 19મી એપ્રિલ, 2023થી 29  એપ્રિલ, 2023 સુધી ચાલશે. એ જ રીતે, ટ્રેન નં. 06301 મદુરાઈ - વેરાવળ  સ્પેશ્યલ  દરરોજ 17.40 કલાકે મદુરાઈથી ઉપડશે અને ચોથા દિવસે 07.30 કલાકે વેરાવળ પહોંચશે. આ  ટ્રેન 14 એપ્રિલ, 2023 થી 23 એપ્રિલ, 2023 સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશામાં રાજકોટ, સુરેન્દ્ર નગર, અમદાવાદ, વડોદરા, સુરત, નંદુરબાર, જલગાંવ, અકોલા, પૂર્ણા, નાંદેડ, કાચીગુડા, રેનીગુંટા, ચેન્નાઈ એગ્મોર, તામ્બરમ, વિલ્લુપુરમ, તિરુચિરાપલ્લી અને દિંડુક્કલ સ્ટેશન...