Posts

Showing posts from October, 2022

RILના ચેરમેન મુકેશ અંબાણીએ બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં પૂજા-અર્ચના કરી

Image
દેશની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી  નવી દિલ્હી, 13 ઓક્ટોબર 2022: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ બદ્રીનાથ અને કેદારનાથ મંદિરોમાં દર્શન કર્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારતના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ભગવાન બદ્રી વિશાલના વિશેષ દર્શન માટે બદ્રીનાથ ધામ પહોંચ્યા હતા. તેમણે ભગવાન બદ્રી વિશાલની વિશેષ પ્રાર્થના કરી દેશની સમૃદ્ધિની કામના કરી હતી. ત્યારબાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કેદારનાથ ધામમાં પૂજા અર્ચના કરી હતી. કેદારનાથ પહોંચતા જ મંદિર સમિતિએ તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન ભગવાન બદ્રી વિશાલના શ્રૃંગારમાં ઉપયોગમાં લેવાયેલી તુલસીની માળા પણ મુકેશ અંબાણીને ભેટમાં આપવામાં આવી હતી. બદ્રીનાથ મંદિરના મુખ્ય પ્રાંગણમાં પહોંચ્યા બાદ મુકેશ અંબાણીએ એક સામાન્ય ભક્તની જેમ ભગવાન બદ્રી વિશાલના દર્શન કર્યા હતા અને મંદિરના ગર્ભગૃહમાં થોડો સમય ધ્યાન કર્યું હતું. 

આગામી સોમવારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જામનગરમાં બે નવા ઓવરબ્રિજનું ખાતમુહુર્ત કરશે.

Image
અંદાજિત રૂ.107 કરોડના ખર્ચે લાલપુર બાયપાસ ફ્લાયઓવર બ્રિજ અને હાપા માર્કેટિંગ યાર્ડ રેલવેબ્રીજ નિર્માણ પામવાથી લોકોની સુવિધામાં વધારો થશે જામનગર તા.07 ઓકટોબર,  આગામી તા.10 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જામનગર પધારશે અને જિલ્લામાં રૂ.1462 કરોડના ખર્ચે વિવિધ 9 જેટલાં વિકાસ કાર્યોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે. આ અંતર્ગત વડાપ્રધાનશ્રી અંદાજીત કુલ રૂ.107 કરોડના ખર્ચે બનનાર લાલપુર બાયપાસ ફ્લાયઓવર બ્રિજનું તેમજ હાપા માર્કેટીંગ યાર્ડ પાસે નિર્માણ પામનાર રેલ્વે ઓવરબ્રિજનું ખાતમુહુર્ત કરશે.  ઘણા સમયથી નગરજનોની ફ્લાયઓવર બ્રિજની રજુઆતને ધ્યાને લઇ જામનગર શહેરમાં અંદાજીત રૂ. 65 કરોડના ખર્ચે લાલપુર જંકશન પર લગભગ 1 કિ.મી. લાંબા ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. આ બ્રિજ રાજકોટ-ખંભાળીયા બાયપાસના લાલપુર જંકશન પર બનાવવામાં આવશે. તેનાથી જામનગર શહેર તથા લાલપુરને જોડતા મુખ્ય રસ્તાના કૉંસીંગ તેમજ જી.આઈ.ડી.સી. દરેડનો વાહનવ્યવહાર સુગમ થશે અને વિસ્તારમાં ટ્રાફીકના પ્રશ્નોનું નિરાકરણ આવશે. રાજય સરકારના ફાટક મુકિત અભિયાન અંતર્ગત જામનગર શહેરને ફાટક મુક્ત બનાવવા માટે શહેરમાં જુદા-જુદા...

જામનગરમાં આજે વિજયાદશમીના પાવન પ્રસંગે પ્રણામી સ્કૂલ પાસે આવેલા પ્રણામીના ગ્રાઉન્ડમાં રાવણ દહન કરનાર છે.

Image
જામનગરમાં આજે વિજયાદશમીના પાવન પ્રસંગે પ્રણામી સ્કૂલ પાસે આવેલા પ્રણામીના ગ્રાઉન્ડમાં રાવણ દહન કરનાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને દર વર્ષે યોજતા પ્રદર્શન ગ્રાઉન્ડમાં રાવણ દહનના કાર્યક્રમને આ વર્ષે પ્રણામી સ્કૂલના ગ્રાઉન્ડમાં સ્થળ બદલી કરવામાં આવનાર છે ત્યારે રાવણ દહન ની તૈયારી પૂર્વે વિશાળ દસ માથા વાળો રાવણ કુંભકર્ણ અને મેઘનાથના પૂતળા બનાવી તૈયારીઓ કરી લેવામાં આવી છે સાંજે 7:00 વાગ્યે પ્રણામી સ્કૂલના ગ્રાઉન્ડમાં રાવણ દહન નો કાર્યક્રમ કરવામાં આવશે જેના માટેની તૈયારી નો આખરી ઓપ અપાય ચૂક્યો છે.

શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ)લાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઓશવાલ સેન્ટર ખાતે 108 નવદંપતિના સમૂહ લગ્ન યોજવામાં આવ્યા છે.

Image
જામનગરમાં શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ)લાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઓશવાલ સેન્ટર ખાતે 108 નવદંપતિના સમૂહ લગ્ન યોજવામાં આવ્યા છે. જામનગરના માર્ગો પર વહેલી સવારે મોટો વરઘોડો પણ નીકળ્યો હતો. ક્યારેક સમગ્ર હાલના સર્વ જ્ઞાતિએ 108 સમૂહ લગ્નોત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોહાણા સમાજના અગ્રણી અને લાલ પરિવારના મોભી અશોકભાઈ લાલ અને જામનગર લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલના પરિવાર આયોજિત આ લગ્ન ઉત્સવમાં મોટી સંખ્યામાં કાર્યકરો જહેમત ઊઠાવી રહ્યા છે.