નયારા એનર્જીના સહયોગથી ચાલતા કૌશલ્ય વિકાસ કાર્યક્રમના 110 વિધાર્થીઓને પ્રમાણપત્રનું વિતરણ
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન અને રોજગારીની તકોમાં વધારો થાય એવો પ્રયાસ જામનગર, તા. 26 જુલાઈ, 2022: આંતરરાષ્ટ્રીય સ્તરની ડાઉનસ્ટ્રીમ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ કંપની નયારા એનર્જીના સહયોગથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોજેક્ટ એક્સેલ હેઠળ "21મી સદીના કૌશલ્ય વિકાસ કાર્યક્રમ" અંગે યુવાઓને તાલીમ આપવામાં આવી રહી છે, આવી તાલીમ પૂર્ણ કરનારા 110 વિદ્યાર્થીઓને ખંભાળિયામાં પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ એક્સેલનું સમગ્ર માળખું નયારા એનર્જીએ યુનાઇટેડ નેશન્સ ડેવપલમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી)ની સાથે જોડાઈને તૈયાર કર્યું છે જેથી તે યુવાઓને વધુ ઉપયોગી અને મદદરૂપ બનશે. ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવું, રોજગારીની તકોમાં વધારો કરવો, સામૂહિકીકરણની સુવિધામાં વધારો કરવો, સરકારી યોજનાનો લાભ અપાવો, અધિકારો અંગે માર્ગદર્શન આપવું, ખેડૂત બજારના ઉપયોગનું જ્ઞાન આપવું વગેરે જરૂરી મુદ્દાઓને આવરી લઇ વિદ્યાર્થીઓને આ અંગે તાલીમ આપવામાં આવે છે. બાદમાં જોબ પ્લેસમેન્ટ માટે પણ મદદ કરવામાં આવે છે. આ પ્રોજેક્ટ હેઠળ ખંભાળિયાના ઔદ્યોગિક તાલીમ કેન્દ્રમાં...