Posts

Showing posts from July, 2025

ગુજરાત ઇન્ફોર્મેશન હવે whatsapp પર માત્ર ક્યુઆર કોડ સ્કેન કરો અને આંગળીના ટેરવે મેળવો વૈવિધ્યસભર માહિતી

Image
સ્પર્ધાત્મક યુગમાં વિવિધ પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે કરંટ અફેર્સથી અપડેટ રહેવું આ માધ્યમ થકી હવે સરળ આજની ભાગદોડ ભરી જીવન શૈલીમાં માત્ર ફોન એવું સાધન છે, જે દરેક વ્યક્તિ પાસે હંમેશા હાથવગું રહે છે. ત્યારે સોશિયલ મીડિયાના આ યુગમાં કોઈપણ માહિતી ગણતરીની ક્ષણોમાં મેળવવી આસાન બની રહી છે. જેના બે પાસા છે, એક સારું અને એક નબળું. સારી વાત એ છે કે, તમને દુનિયાના કોઈપણ ખૂણાની ઘટનાની જાણકારી મિનિટમાં મળી રહે છે, જ્યારે તેનું નબળું પાસું એ છે કે, મળેલા સમાચારની ખરાઈ કે તેનું ઓથેન્ટિકેશન કેટલું,?આ એક મોટો પ્રશ્ન બની જાય છે. જેના જવાબમાં ગુજરાત ઇન્ફોર્મેશનની આ નવી પહેલ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આજે બાળકો યુવાનો વૃદ્ધો દરેકને અન્ય કોઈપણ એપ વાપરતા આવડે કે ન આવડે પણ whatsapp નો વપરાશ તેવો સરળતાથી કરી શકે છે. ત્યારે ગુજરાત ઇન્ફોર્મેશન દ્વારા નવી whatsapp ચેનલ શરૂ કરવામાં આવી છે. જેના દ્વારા કોઈપણ વ્યક્તિ દરેક જિલ્લાની વિગતો, પ્રેસ નોટ,નવીન ઘટનાઓની માહિતી, વિકાસ કાર્યો વગેરે સેકન્ડોમાં મેળવી શકે છે.  આજના સ્પર્ધાત્મક યુગમાં વિવિધ પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવાનો માટે કરંટ અફે...

પરંપરાગત ચિકિત્સાનું સૌથી પૌરાણિક શાસ્ત્ર :આયુર્વેદ ક્ષેત્ર આરોગ્યનું આરાધનાલય એટલે આઇ.ટી.આર.એ. જામનગર

Image
જામનગર સ્થિત આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન (આઇ.ટી.આર.એ) એ આયુષ મંત્રાલય હેઠળ કાર્યરત આયુર્વેદ ક્ષેત્રે રાષ્ટ્રનું સૌપ્રથમ રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવતું સંસ્થાન છે. આજ રોજ તા. ૧૨ જૂલાઇના રોજ સંસ્થાનો પ્રથમ પદવિદાન સમારોહ કેન્દ્રિય આયુષ મંત્રી પ્રતાપરાવજાધવની અધ્યક્ષતામાં યોજવામાં આવી રહ્યો છે. આઇ.ટી.આર.એ.ના ડાયરેક્ટર પ્રો. ડૉ. તનુજા નેસરી અને તેની સમગ્ર આઇ.ટી.આર.એ.ની ટીમ દ્વારા ઇટ્રાના પ્રથમ પદવિદાન સમારંભ માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.  આ પદવિદાન સમારોહમાં કુલ ૨૩૪ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી છે. જેમાં એમ.ડી./એમ.એસ.ના ૧૪૩ તબીબી વિદ્યાર્થીઓ, એમ. ફાર્મ આયુર્વેદના ૩૫, એમ.એસ.સી. મેડિશ્નલ પ્લાન્ટના ૨, ડિપ્લોમા આયુર્વેદ ફાર્મસીના ૩૩, ડિપ્લોમા નેચરોપેથીના ૧૮, પી.જી.ડી.વાય.એન.ના ૩ વિદ્યાર્થીઓ એ સમારોહમાં હાજરી આપી પદવી ગ્રહણ કરી હતી. આયુર્વેદનો અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ પણ આ પદવિદાનમાં પોતાની ડિગ્રી મેળવી હતી. સમારોહમાં પાંચ વર્ગમાં સૌથી ઉત્તમ અને ઉચ્ચાત્તમ પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરવામાં આવ્યું છે વધુમાં શ્રેષ્ઠ સંશ...

શિક્ષણના ક્ષેત્રે ઘડી ડીટર્જન્ટ (RSPL ગ્રુપ) નું યોગદાન : દેવભૂમિ દ્વારકાની અનેક શાળાઓના બાળકોને મળ્યું ખાસ પ્રોત્સાહન....

Image
અંદાજે 21000 જેટલી નોટબુક્સ અને 1000 એજ્યુકેશન કિટ્સ નું વિતરણ... દ્વારકા તાલુકાના કુરંગા ગામે આવેલી ઘડી ડીટર્જન્ટ (RSPL ગ્રુપ) દ્વારા શિક્ષણ પ્રત્યેની જવાબદારી નિભાવતા દર વર્ષની જેમ આ વર્ષે પણ RSPL વેલ્ફેર ફાઉન્ડેશનના માધ્યમથી, દેવભૂમિ દ્વારકાની 36 જેટલી શાળાઓમાં અંદાજે 21000 જેટલી નોટબુક્સનું વિતરણ કરવામાં આવ્યું છે. શાળા પ્રવેશોત્સવના સુવર્ણ અવસરે અને કન્યા કેળવણી ના ભાગરૂપે બાળકો માટે તૈયાર કરેલી 1000 જેટલી એજ્યુકેશન કિટ્સનું વિતરણ પણ કરવામાં આવ્યું, જેમાં શૈક્ષણિક સાધનો - સ્કૂલ બેગ, નોટબુક, પેન્સિલ સેટ, શાર્પનર, રબર સહીત પાણી ની બોટલ વગેરે સમાવેશ થતો હતો. આ સરાહનીય પહેલથી ગામડાના બાળકોમાં શિક્ષણ પ્રત્યે રુચિ વધારવા અને તેમને ઉત્સાહિત કરવા માટેના આ યોગદાન બદલ શાળા ના આચાર્યો, શિક્ષકો તથા સ્થાનિક લોકો અને આગેવાનો દ્વારા ઘડી ડિટર્જન્ટ (RSPL ગ્રુપ)નો તથા કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.