નયારા એનેર્જીના સહયોગથી મલ્ટી સ્કિલ ટ્રેનિંગ સેન્ટરમાં 150 યુવાનોએ રોજગાર કૌશલ્યની તાલીમ મેળવી

ખંભાળિયામાં પ્રોજેક્ટ એક્સેલ અંતર્ગત તાલીમ પૂર્ણ કરેલા યુવાનોને પ્રમાણપત્ર અર્પણ નયારા એનેર્જીના સહયોગથી ખંભાળિયામાં કાર્યરત મલ્ટી ટ્રેનિંગ સ્કિલ સેન્ટરમાં રોજગાર કૌશલ્યની તાલીમ પૂર્ણ કરનારા 150 સ્થાનિક યુવાનોને અધિકારીગણની ઉપસ્થતિમાં પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. નયારા એનર્જીની ઔદ્યોગિક સામાજિક જવાબદારીની પહેલ અને પ્રોજેક્ટ એક્સેલ હેઠળ ખંભાળિયામાં સ્ટેશન રોડ પર મુન્દ્રા હોસ્પિટલ નજીક અત્યાધુનિક મલ્ટી સ્કીલ ટ્રેનિંગ સેન્ટર કાર્યરત કરાયું છે. આ કેન્દ્રમાં ઓફર કરવામાં આવતા વિવિધ રોજગાર યોગ્યતા કૌશલ્યો અને વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં ૧૫૦ થી વધુ યુવાનો દ્વારા સફળતાપૂર્વક તાલીમપૂર્ણ કરાઈ હતી. તાલીમ દરમિયાન આ યુવાનોને ઉણપ દૂર કરી આવનારા સમયમાં જરૂર પાડનારી સ્કિલની તાલીમ આપી સક્ષમ બનાવાયા હતા. યુવાનો અને મહિલાઓને નવી કુશળતા શીખવા અને જીવનમાં આગળ વધવાની તકો પૂરી પાડીને તેમની સર્જનાત્મક ક્ષમતાને ઉજાગર કરાઈ હતી. કેન્દ્રમાં કમ્પ્યુટર કોન્સેપ્ટ્સ, બ્યુટી એન્ડ વેલનેસ અને ટેલી એકાઉન્ટિંગ સહિત વ્યાવસાયિક તાલીમ કાર્યક્રમોનું સંચાલન કેન્દ્રમાં કરવ...