Posts

Showing posts from March, 2025

આયુષ કેન્સર હોસ્પિટલ: હાલાર વિસ્તારની સૌથી મોટી કેન્સર હોસ્પિટલનું રામનવમી થી શુભારંભ.

Image
આયુષ ગ્રુપ ઓફ હોસ્પિટલ શ્રેષ્ઠ આરોગ્યસંભાળ સુવિધાઓ પૂરી પાડવામાં અગ્રેસર રહ્યું છે. 8 હોસ્પિટલઅને 1200 બેડની ક્ષમતા સાથે, આયુષ હોસ્પિટલએ અત્યાર સુધીમાં 18લાખથી વધુ ઓપીડી દર્દીઓ અને 1 લાખ થી વધુ ઈન્ડોર દર્દીઓની સફળતાપૂર્વક સારવાર કરી છે. હવે આયુષ કેન્સર હોસ્પિટલ દ્વારા હાલાર વિશ્તાર ના જરૂરિયાતમંદ દર્દીઓને ગુણવત્તાસભર આરોગ્યસંભાળ આપવા માટેની પ્રતિબદ્ધતાને ફરીથી મજબૂત કરે છે. ગુજરાતના આરોગ્ય ક્ષેત્રમાં એક નવો માઈલસ્ટોન સ્થાપિત કરતાં, આયુષ કેન્સર હોસ્પિટલનું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવશે. આ અદ્યતન હોસ્પિટલ કેન્સર સારવારના તમામ મુખ્ય વિભાગો - રેડિએશન ઓન્કોલોજી, સર્જીકલ  ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસિ્ટક સર્જરી, કેન્સર સ્ક્રીનિગ, સર્જીકલ  ICU, પેલિએટીવ કેર અને પેઈન મેનેજમેન્ટ સેવા - એક જ છત હેઠળ પ્રદાન કરશે.  80-બેડની ક્ષમતાવાળી આ હોસ્પિટલ નીચેની સુવિધાઓ સાથે સજ્જ છે. * હાલાર વિસ્તારનું સૌપ્રથમ આધુનિક રેડિએશન થેરાપી (શેક) મશીન, જે યોકસાઈ અને અસરકારકતાથી કેન્સર કોષોનો નાશ કરે છે.  * અદ્યતન કીમોથેરાપી વોર્ડ  * 5 મોડ્યુલર ઓપરેશન થિયેટર  * 27 સર્જીકલ  ICU બેડ્...

વૈશ્વિક ઉત્સર્જનોમાં અસંતુલન હોવા છતાં ક્લાઈમેટ એક્શન માટે ભારતની વધતી જતી પ્રતિબદ્ધતા -પરિમલ નથવાણી રાજ્ય સભા સાંસદ

Image
વિશ્વમાં વધતા જતા ઉષ્ણતામાનની સમસ્યા આજે સૌથી મહત્ત્વપૂર્ણ વૈશ્વિક ચિંતાઓમાંની એક છે, જેના માટે મુખ્યત્વે વિકસિત દેશો દ્વારા વધતાં જતાં ઉત્સર્જનો કારણભૂત છે. ભારત વિશ્વની 17% કરતાં વધુ જનસંખ્યા ધરાવે છે, અને તેમ છતાં વૈશ્વિક ગરમી વિરુદ્ધની લડાઈમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે, ઐતિહાસિક કાર્બન ડાયોકસાઈડનું ઉત્સર્જન ભારતમાં ખૂબ ઓછું છે. 1850 થી 2019 સુધીના આંકડાઓ મુજબ, ભારતમાં 4% કરતાં ઓછું વૈશ્વિક ઉત્સર્જનમાં યોગદાન છે, જ્યારે તેની આખી વિશ્વની જનસંખ્યામાં 17 ટકા જેટલી મજબૂત ભાગીદારી છે. એક વિકાસશીલ અર્થતંત્ર તરીકે, ભારતનું ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન વધતું રહે છે, જો કે તે વિકસિત દેશોની સરખામણીમાં ઘણુંઓછું છે. એટલે, વિકાસ અને ગરીબી દૂર કરવા માટેના ધ્યેયોને ધ્યાનમાં રાખતાં ભારતના વૈશ્વિક ગરમી માટેની જવાબદારી મર્યાદિત રહી છે. ખરેખર, ભારતના પ્રતિ વ્યક્તિ ઉત્સર્જન વૈશ્વિક સરેરાશ કરતાં નોંધપાત્ર રીતે ઓછા છે. 2020માં, ભારતના પ્રતિ વ્યક્તિ ઉત્સર્જન 1.74 ટન CO2 સમકક્ષ હતું, જે વિકસિત દેશોની જેમ અમેરિકાની (15.84 ટન) અને ચીન (8.83 ટન) કરતાં ઘણું ઓછું છે. 2023ના આંકડાઓ પ્રમાણે, ભારતમાં પ્રતિ વ્યકિત...

તા.૨૩ માર્ચના રોજ યોજાનાર ગુજકેટની પરીક્ષા સંદર્ભે કલેકટરશ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

Image
શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓ પૂર્ણ થાય તે પ્રકારે સુચારુ આયોજન હાથ ધરવા કલેકટરશ્રીનું અધિકારીશ્રીઓને સૂચન   જામનગર તા.૧૯ માર્ચ, આગામી તા.૨૩ માર્ચના રોજ જામનગર જીલ્લા સહીત સમગ્ર રાજ્યમાં ગુજકેટની પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષાના સુચારુ આયોજન માટે જામનગર જીલ્લા કલેકટરશ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં કલેકટરશ્રીએ કાયદો અને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત થાય તથા શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજવામાં આવે તે પ્રકારે આયોજન હાથ ધરવા અધિકારીશ્રીઓને સૂચનો આપ્યા હતા. કલેકટરશ્રીએ સ્ટ્રોંગરૂમ અને પરીક્ષા સ્થળોએ સુરક્ષા વ્યવસ્થાઓ ઉભી કરવા, પરિવહન વ્યવસ્થા ખોરવાય નહી તેના ભાગરૂપે એસટી વિભાગના તમામ રૂટ કાર્યરત રાખવા, વીજપુરવઠો ન ખોરવાય તેની તકેદારી જાળવવા, જે સેન્ટર પર પરીક્ષાઓ યોજાવાની છે ત્યાં સી.સી.ટી.વી. કેમેરા સહિતની તમામ વ્યવસ્થાઓ જાળવવા લગત અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.  જામનગર જીલ્લામાં કુલ ૧૩ સ્થળો પર ૧૨૫ બ્લોકમાં પરીક્ષા યોજવામાં આવશે. કુલ ૨૪૬૨ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષાનો સમય સવારે ૧૦:૦૦ કલાકથી સાંજે ૪:૦૦ કલા...

વિશ્વ ચકલી દિવસ પર ચકલી બચાવો અભિયાન જામનગરમાં મહિલા કોર્પોરેટર ડીમ્પલબેન રાવલ દ્વારા સતત દશમાં વર્ષે ચકલીના માળા તથા પાણીના કુંડાનું સંસ્થાકીય સહયોગથી વિતરણ કરાશે.

Image
શહેરના હવાઈચોક, લાલબંગલા, પંચેશ્વર ટાવર અને ડી.કે.વી. સર્કલ પાસે શહેરીજનો ને વિનામુલ્યે માળા અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવશે.  કોર્પોરેટરના ભથ્થાની રકમનો જીવદયાના સદકાર્યમાં કરવામાં આવશે ઉપયોગ.  જામનગર :  કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ અને પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિતે શહેરમાં માળા અને પાણીના કુંડા વિનામુલ્યે વિતરણ કરાશે. મહિલા કોર્પોરેટર દ્વારા સતત દશમાં વર્ષે આ પ્રકારનું આયોજન થશે. આ આયોજનમાં શહેરની સેવાભાવી તેમજ સ્વેચ્છીક સંસ્થાઓ પણ સહયોગી બનશે જેમાં લાખોટા નેચર કલબ, જામનગર ફોટોગ્રાફર એશોસીએશન, નવાનગર નેચર કલબ, ભારત તીબ્બત સંઘ જામનગર, જાયન્ટસ ગ્રુપ ઓફ જામનગર (વેસ્ટ), જાયન્ટસ ગ્રુપ ઓફ જનસેવા દરેડ, જાયન્ટસ ગ્રુપ ઓફ જામનગર (પુર્વ) અને જાયન્ટસ ગ્રુપ ઓફ જામનગર (સુપર) જોડાયેલ છે. આગામી ૨૦ માર્ચના વિશ્વ ચકલી દિવસ નિમિતે જામગરમાં શહેરના અલગ અલગ વિસ્તારમાં કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ અને શહેરની પર્યાવરણપ્રેમી, સ્વૈચ્છીક સંસ્થાઓ દ્વારા વિનામુલ્યે ચકલીના માળાઓ તેમજ પક્ષીઓને પાણી પીવા માટે બાઉલનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે. જામનગરમાં દશમાં વર્ષે દસ હજાર...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં રાજ્ય સરકાર સાથે નયારા એનર્જીના બે MOU સંપન્ન થયા

Image
જામનગરના ખિજડીયા પક્ષી અભ્યારણ્યના સંરક્ષણ અને પુનઃસ્થાપન પ્રોજેક્ટ માટે વન વિભાગ સાથે નયારા એનર્જી સહયોગ કરશે.  ત્રણ વર્ષ માટે કુલ રૂ.૧૨ કરોડનો પ્રોજેક્ટ હાથ ધરાશે.  જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી શાળાઓ-આંગણવાડીઓમાં જોય ફુલ લર્નિંગ સહિત વાંચન સંસ્કૃતિના વિકાસમાં નયારા એનર્જીનો સહયોગ મળશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના વન પર્યાવરણ વિભાગ અને શિક્ષણ વિભાગ હસ્તકના વિદ્યા સમીક્ષા કેન્દ્ર સાથે નયારા એનર્જીએ ગાંધીનગરમાં બે MOU સાઇન કર્યા હતા.  નયારા એનર્જીએ વન વિભાગ સાથે જે MOU કર્યો છે તે અનુસાર જામનગર જિલ્લાના ખિજડીયા પક્ષી અભયારણ્યના સંરક્ષણ અને પુનઃસ્થાપન પ્રોજેક્ટ માટે નયારા એનર્જી નાણાંકીય સહયોગ આપશે.  સમગ્રતયા ત્રણ વર્ષ માટે કુલ ૧૨ કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરાનારા આ પ્રોજેક્ટ અંતર્ગત વેટલેન્ડની (ભીનાશ વાળી જમીન) પર્યાવરણીય પરિસ્થિતિઓમાં સુધારો, સ્થાનિક જૈવવિવિધતામાં સુધારો અને વેટલેન્ડસ અને તેની સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓના સંચાલનમાં સ્થાનિક હિસ્સેદારોની ભાગીદારીને પ્રોત્સાહન અપાશે.  એટલું જ નહીં, અભ્યારણ્યના કાર્ય...

જામનગર ખાતે આવેલી સૌરાષ્ટ્રની સૌથી મોટી ગુરૂ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલની સેવાઓનો ગત વર્ષે ૮.૧૫ લાખથી વધુ દર્દીઓએ લાભ લીધો

Image
હોસ્પિટલ ખાતે સ્પેશિયાલીટી - સુપર સ્પેશિયાલીટીના ૨૨ જેટલા વિભાગો કાર્યરત: સાથે જ અહીં ૧,૭૦૦ થી વધુ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે તબીબી અભ્યાસ આગામી વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં હોસ્પિટલના આધુનિકરણ માટે કરાઈ વિશેષ જોગવાઈઓ  જામનગર તા.૧૮ માર્ચ, જામનગર શહેરની ગુરૂ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલનું આગામી સમયમાં નવનિર્માણ થવા જઈ રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ માટે ગત બજેટમાં જરૂરી ગ્રાન્ટની ફાળવણી કરાઈ છે.આગામી વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં હોસ્પિટલના આધુનિકરણ માટે વિશેષ જોગવાઈ પણ‌ કરવામાં આવી છે.સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ ખાતે આસપાસના અનેક જિલ્લાઓમાંથી દર્દીઓ સારવાર લેવા માટે આવે છે, ત્યારે આ હોસ્પિટલના નવનિર્માણ કાર્ય દરમિયાન દર્દીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે તે માટે સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા અસરકારક વ્યવસ્થાઓ ગોઠવાઈ રહી છે જેની તાજેતરમાં વન અને પર્યાવરણ મંત્રી શ્રી તથા જામનગરના પ્રભારી મંત્રી શ્રી મુળુભાઇ બેરાએ મુલાકાત લઈ તલસ્પર્શી સમિક્ષા કરીને જરૂરી સૂચનો કર્યા હતા. ગુરૂ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલને સંલગ્ન શ્રી એમ.પી.શાહ સરકારી મેડિકલ ખાતે હાલ MBBSની ૨૫૦, MS/MD P...

જામનગર જીલ્લાના કરદાતાઓ માટે GST વિભાગની મહત્વપૂર્ણ જાહેરાત

Image
કલમ ૭૩ હેઠળ નોટિસ ઇસ્યુ થયેલ હોય તેવા કેસોમાં GST એમનેસ્ટી સ્કીમ અંતર્ગત ૩૧ માર્ચ પહેલા વેરાની ચુકવણી કરનારને વ્યાજ અને દંડ માંથી મુક્તિ મળશે જામનગર તા.૧૭ માર્ચ,રાજ્ય કર વિભાગ, જામનગર દ્વારા તમામ કરદાતાઓ માટે GST એમનેસ્ટી સ્કીમ હેઠળ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. CGST અધિનિયમ, ૨૦૧૭ની કલમ ૧૨૮A હેઠળ અમલમાં આવેલી આ યોજનામાં ફક્ત વેરો ભરવાથી વ્યાજ અને દંડમાં માફી આપવામાં આવશે. જેથી વેપારીઓના જૂના કેસોનો નિકાલ આવશે અને ભવિષ્યમાં સુઘડ અને વ્યવસ્થિત બનાવવામાં માટે મદદરૂપ થશે. સ્કીમ હેઠળ ઉપલબ્ધ લાભો  વ્યાજ અને દંડ માફી:વર્ષ ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ માટે કલમ ૭૩ હેઠળનાં આદેશ પસાર થયેલ હોય તેમજ ફક્ત નોટીસ ઇસ્યુ થયેલ હોય તેવા કેસોમાં વેરાની ચુકવણી ૩૧ માર્ચ ૨૦૨૫ સુધીમાં કરવાથી વ્યાજ અને દંડથી મુક્તિ મળશે.ઈનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) બાબત રાહત: નવેમ્બર ૨૦૨૧ સુધીના કલમ ૧૬(૪) હેઠળ ઉપસ્થિત થયેલ હોય તેવા માંગણાં માટે જીએસટી પોર્ટલ પર ઓનલાઇન આદેશનાં સુધારા માટે અરજી કરવાથી વેરાશાખમાં લાભ મળી શકશે.મોડા GSTR-9C ફાઇલિંગ માટેની લેટે ફી માફ: વર્ષ ૨૦૧૭-૧૮ થી ૨૦૨૨-૨૩ સુધીના GSTR-9C રિટર્ન જો ૩૧ માર્ચ ૨૦૨૫...

રિલાયન્સ ઈંડસ્ટ્રીઝ દ્વારા દ્વારકાના પદયાત્રીઓની સેવા માટે પ્રતિ વર્ષની માફક સેવાયજ્ઞ યોજાયો.

Image
ભોજન- વિશ્રામ- તબીબી જરૂરિયાતો માટેની શ્રેષ્ઠ વ્યવસ્થાથી શ્રધ્ધાળુઓ પ્રસન્ન  હોળી ધુળેટી નિમિત્તે જગત મંદિર દ્વારકા ખાતે યોજાતા ફુલડોલ ઉત્સવમાં સામેલ થવા સમગ્ર ગુજરાત અને રાજ્ય બહારથી મોટી સંખ્યામાં ભાવિકો પદયાત્રા કરીને દ્વારકા આવતા હોય છે.  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડેન્ટ શ્રી ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શનમાં પ્રતિ વર્ષની માફક ચાલુ વર્ષે પણ દ્વારકા જવાના રસ્તા પર તારીખ  6 માર્ચથી રિલાયન્સ ટાઉનશીપની સામે ‘પદયાત્રી સેવા કેમ્પ’ શરૂ કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં પદયાત્રીઓ માટે ભોજન- પ્રસાદ, ચા -કોફી નાસ્તાની સુવિધા ઉપરાંત ડોક્ટર અને દવા સાથેની તબીબી સારવાર અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. ભાઈઓ તથા બહેનો માટે અલગ અલગ વિશ્રામની વ્યવસ્થા,  ટોયલેટની સુવિધા તથા મોબાઇલ ચાર્જિંગની સગવડનું પણ અહીં આયોજન થયું હતું. રાત્રે અંધારામાં પદયાત્રા ચાલુ રાખનારા ભાવિકોને સંભવિત અકસ્માત રોકવા માટે તેમના સામાન પર કે અન્યત્ર રિફ્લેક્ટર લગાવી આપવામાં આવ્યાં હતાં, જેનાથી પાછળથી આવતા વાહનચાલકો સચેત રહે. છેલ્લા એકાદ દશક કરતાં વધુ સમયથી નિયમિત રીતે યોજાતા આ કેમ્પમાં રિલાય...

નયારા એનર્જી લઘુમતી શેરધારકોને બાય-બેકની ઓફર કરશે

Image
શેરદીઠ રૂ. 731ના ભાવે બાયબેક કરશે મુંબઈ, 10 માર્ચ, 2025 – આંતરરાષ્ટ્રીય કદની નવા યુગની ડાઉનસ્ટ્રીમ કંપની નયારા એનર્જી લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે લઘુમતી શેરધારકોને બહાર નીકળવાની તક પૂરી પાડવાના હેતુ સાથે શેરદીઠ રૂ. 731ના ભાવે 2,59,08,262 શેર્સના બાયબેક માટે તેના લઘુમતી શેરધારકોને ઓફર કરવાનું 3 માર્ચ, 2025ના રોજ નક્કી કર્યું છે. નયારા એનર્જી લિમિટેડના ઇક્વિટી શેર્સ અગાઉ બીએસઈ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ પર લિસ્ટેડ હતા. ઇક્વિટી શેર્સ સેબી (ડિલિસ્ટિંગ ઓફ ઇક્વિટી શેર્સ) રેગ્યુલેશન્સ, 2009ની સુસંગતપણે 17 ફેબ્રુઆરી, 2016ની અસરથી બંને શેરબજારો પરથી સ્વૈચ્છિકપણે ડિલિસ્ટ કરવામાં આવ્યા હતા. ડિલિસ્ટિંગની પ્રોસેસ દરમિયાન અગાઉની પ્રમોટર કંપનીએ નોન-પ્રમોટર પબ્લિક શેરહોલ્ડર્સ પાસેથી ઇક્વિટી શેર્સ હસ્તગત કર્યા હતા. આ પ્રોસેસ સ્ટોક એક્સચેન્જ પ્લેટફોર્મ પર રિવર્સ બુક બિલ્ડિંગ દ્વારા અને ત્યારબાદ ફેબ્રુઆરી 2016થી ફેબ્રુઆરી 2017 સુધીના એક વર્ષના ગાળા માટે એક્ઝિટ ઓફર દ્વારા હાથ ધરાઈ હતી.  જોકે ડિલિસ્ટિંગ અને ત્યારપછીની તેમને અપાયેલી એક્ઝિટ ઓફરમાં ભાગ ન લેનારા 2 લાખથી વધુ રિટ...

GPSC ના ઉમેદવારો જાણીએ નવા નિયમો ; GPSC દ્વારા પરીક્ષા પદ્ધતિમાં મોટાપાયે ફેરફારો

Image
ગુજરાતમાં વર્ગ 1-2 અધિકારી સહિત મહત્વપૂર્ણ સરકારી પોસ્ટ પરની ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે ખૂબ મહત્વપૂર્ણ સમાચાર છે. ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા પદ્ધતિ અને તેના માળખામાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગે આ નવા નિયમોને અમલમાં મૂકવાની જાહેરાત કરી છે, જેના હેઠળ આગામી ભરતી પરીક્ષાઓ માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ ભરતી માટે લાંબા સમયથી નિયમોની રચના પર કામ ચાલી રહ્યું હતું, જેની હવે જાહેરાત કરવામાં આવી છે. GPSCનાં નવા નિયમો અનુસાર પરીક્ષા બે ક્રમિક તબક્કામાં લેવામાં આવશે. કોઇપણ ઉમેદવારે મુખ્ય પરીક્ષા પૂર્વે પસંદગી માટે પ્રારંભિક પરીક્ષા આપવાની રહેશે અને તેમાં ઉતીર્ણ થવાનું રહેશે. પ્રાથમિક પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નો રહેશે. જ્યારે ઉમેદવારોની અંતિમ પસંદગી માટે મુખ્ય પરીક્ષા લેવામાં આવશે તે વર્ણનાત્મક રહેશે. જો કે નવા નિયમો અનુસાર લેખિત પરીક્ષાની સાથે વ્યક્તિત્વ કસોટી પણ આપવાની રહેશે. કેવું રહેશે પરીક્ષા માળખું? 1) પ્રાથમિક પરીક્ષા આયોગ દ્વાર લેવામાં આવનારી પ્રાથમિક પરીક્ષામાં કુલ 200 ગુણનું પેપર રહેશે. જે સામાન્ય અભ્યાસનું પેપર હશે, કુલ 200 ગુણનાં MCQ પૂ...