વિશ્વ મહિલા દિનની ઉજવણી પૂર્વે રિલાયન્સ દ્વારા મોટી ખાવડી ખાતે મહિલા સંમેલન યોજાયું
.jpg)
‘સ્વાશ્રય’ની બહેનો સાથે પ્રેરણાદાયી મહિલાઓનો પરામર્શ ૰૰૰ જામનગર તા. 28 ફેબ્રુઆરી, 2025 આગામી વિશ્વ મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા તાજેતરમાં નાની ખાવડી સમાજવાડી ખાતે ‘સ્વાશ્રય’ ના ઉપક્રમે એક મહિલા સંમેલનનું આયોજન કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, રિલાયન્સના શ્રી ધનરાજ નથવાણીના માર્ગદર્શનમાં સામાજિક ઉત્તરદાયિત્વ વિભાગ (CSR) દ્વારા સંચાલિત મહિલા સશક્તિકરણ સંસ્થા – સ્વાશ્રય, આસપાસના ગ્રામીણ વિસ્તારની મહિલાઓના સર્વાંગી ઉત્કર્ષ અને સશક્તિકરણ માટે કાર્યરત છે. મહિલા સંમેલનમાં ઉપસ્થિત 150 થી વધુ મહિલાઓ અને તેમનાં વિવિધ ગ્રૂપ્સ જેવાંકે, બેન બા ગ્રૂપ, હાટ ગ્રૂપ, સન્નારી ગ્રૂપ, સહેલી ગ્રૂપ, સ્વાદ ગ્રૂપ અને સહયોગ ગ્રૂપ દ્વારા તેમના હસ્તકલા, સિલાઈ કામ , ઈમીટેશન જ્વેલરી અને તાજા નાસ્તાનું પ્રદર્શન પણ યોજાયું હતું. આ મહિલાઓએ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત- સન્માન કરીને સ્વાશ્રયના સથવારે પોતે સાધેલા વ્યક્તિગત વિકાસના અનુભવો અને તેને પરિણામે જીવનધોરણમાં થયેલ પરિવર્તનનું ગૌરવ પણ જાહેરમાં વ્યક્ત કર્યા હતાં. સંમેલનમાં સંઘર્ષોમાંથી પસાર થઈને પોતપોતાના ક્ષેત્રમાં નેત્રદિપક કામગીરી કરનાર ...