નયારા એનેર્જી દ્વારા 18 ગામોની 3500 બાળાઓને નવરાત્રિની લ્હાણીનું વિતરણ

ખંભાળિયા, લાલપુર અને જામનગર તાલુકાના ગામોના સરપંચો અને આગેવાનોની ઉપસ્થિતિમાં ગરબી મંડળોની બાળાઓએ લ્હાણી સ્વીકારી ખુશી વ્યક્ત કરી આંતરરાષ્ટ્રીય સ્તરની અગ્રણી ડાઉનસ્ટ્રીમ એનર્જી કંપની નયારા એનર્જી દ્વારા તેની વાડીનાર રિફાઇનરી નજીક આવેલા 18 ગામોમાં ગરબે રમતી 3500 બાળાઓને નવરાત્રિ પ્રસંગે લ્હાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. માતાજીની આરાધનાના નવરાત્રિપર્વ નિમિતે નયારા એનેર્જી દ્વારા વિવિધ ગરબા મંડળોમાં ગરબા રમતી બાળાઓને સુંદર મજાની ગૃહ ઉપયોગી લ્હાણી દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવી હતી. લ્હાણીનું વિતરણ જે તે ગામોના સરપંચ, સભ્યો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. લ્હાણી મેળવી બાળાઓએ ખુબ જ ખુશી વ્યક્ત કરી હતી. ખંભાળિયા તાલુકાના વાડીનાર, ભરાણા, ટીમ્બડી, વડાલિયા સિંહણ, સોઢા તરઘડી, કાઠી દેવરિયા, નાના માંઢા, મોટા આંબલા, કજુરડા, આરાધના ધામ તથા લાલપુર તાલુકાના ઝાખર, મિઠોઈ, સિંગચ, મોડપર, રાસંગપર, ખટિયા બેરાજા અને જામનગર તાલુકાના બેડ તથા શાપર ગામની 3500 બાળાઓને લ્હાણીનું વિતરણ કંપનીના અધિકારીગણ દ્વારા કરાયું હતું.