Posts

Showing posts from September, 2022

જી.એસ.એ.એફ. દ્વારા એ.આઇ.એફ.એફ.ના અધ્યક્ષ કલ્યાણ ચૌબેનું સન્માન

Image
ગુજરાતમાંથી નોમિનેટ કરવા બદલ શ્રીચૌબેએ શ્રી પરિમલ નથવાણીનો આભાર માન્યો ફૂટબોલના ભાવિ માટે પ્રતિભાઓ તૈયાર કરવા એ.આઇ.એફ.એફ. 18 લાખ વિદ્યાર્થીઓ સુધી પહોંચશે 29 સપ્ટેમ્બર 2022, અમદાવાદ: ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA) દ્વારા આજે ​​અમદાવાદ ખાતે ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF)ના નવા ચૂંટાયેલા પ્રમુખ શ્રી કલ્યાણ ચૌબેનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એ.આઇ.એફ.એફ.ના માનદ કોષાધ્યક્ષ શ્રી કિપા અજય અને જી.એસ.એફ.એ.ના પ્રમુખ શ્રી પરિમલ નથવાણી સાથે જી.એસ.એફ.એ.ના પદાધિકારીઓ અને જી.એસ.એફ.એ. સાથે જોડાયેલા જિલ્લા ફૂટબોલ એસોસીએશનના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. યોગાનુયોગ, એ.આઇ.એફ.એફ. પ્રમુખ તરીકે શ્રી કલ્યાણ ચૌબેના નોમિનેશનની દરખાસ્ત જીએસએફએ દ્વારા કરવામાં આવી હતી. સંબોધન કરતાં શ્રી કલ્યાણ ચૌબેએ એ.આઇ.એફ.એફ.ની પ્રમુખપદની ચૂંટણીમાં ગુજરાતમાંથી તેમને નોમિનેટ કરવા બદલ શ્રી પરિમલ નથવાણી અને જી.એસ.એફ.એ.નો આભાર વ્યક્ત કર્યો હતો. “એ.આઈ.એફ.એફ.ના 85 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ફૂટબોલ રમેલા વ્યક્તિ પ્રમુખ તરીકે ચૂંટાઈ આવી છે. આ ત્યારે જ શક્ય બન્યું છે જ્યારે શ્રી પરિમલ નથવાણીએ મને ગુજરાતમાંથી નોમિનેટ કરીને ...

અવસર છે લોકશાહીનો - ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨

Image
ગુજરાત વિધાનસભાની આવનારી ચૂંટણીની તૈયારી અંગે સમીક્ષા કરતાં મુખ્ય ચૂંટણી કમિશનરશ્રી રાજીવ કુમાર ૩૩ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા પોલીસ વડા દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરાયું ગુજરાત વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી તંત્રની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા માટે, મુખ્ય ચૂંટણી કમિશનરશ્રી રાજીવ કુમાર, ચૂંટણી કમિશનરશ્રી અનુપચંદ્ર પાંડેની આગેવાનીમાં ગુજરાતની મુલાકાતે આવેલા ભારતના ચૂંટણી પંચના પ્રતિનિધિ મંડળે ગાંધીનગર ખાતે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી. ભારતના ચૂંટણી પંચના પ્રતિનિધિ મંડળ દ્વારા રાજ્યના ૩૩ જિલ્લાઓમાંથી આવેલા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ, રેન્જ આઈ.જી., ડી.આઈ.જી તથા જિલ્લા પોલીસ વડા પાસેથી જિલ્લાવાર ચૂંટણી પૂર્વેની તૈયારી, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે વિસ્તૃત જાણકારી મેળવવામાં આવી હતી. દરેક જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા પોલીસ વડા દ્વારા ચૂંટણીની પૂર્વ તૈયારી માટેની સુસજ્જતા વિશે જિલ્લાવાર પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. સમીક્ષા બેઠક પહેલાં રાજકીય પક્ષોના આગેવાનોએ પણ ભારતના ચૂંટણી પંચના અધિકારીશ્રીઓ સાથે મુલાકાત કરી હતી. ગુજરાત વિધાનસભાની ચ...

જામનગરમાં ભાનુ પાર્ટી પ્લોટ સ્થળે પિન્ક ફાઉન્ડેશન દ્વારા એક દિવસીય નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું હતું.

Image
વેલકમ નવરાત્રી "શક્તિ મહોત્સવ" નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 500 ઉપર ખેલૈયા એ ભાગ લીધો અને પિન્ક ફૉઉન્ડેશન ના સભ્યો એ કાર્યક્રમ માં આનંદ માંણ્યો હતો. મેગા પ્રિંસેસ ને 11000/- રોકડ અને દરેક પ્રતિયોગિતા ના પ્રથમ ઇનામ 5000/- અને બાળકો ની પ્રતિયોગિતા ના પ્રથમ ઇનામ 2000/- થી લઇ 5 ડ્રેસિંગ ટેબલ , 4 બાળકો માટે ના કબાટ થી લઇ સેન્ડવિચ મેકર જેવા 200 થી વધારે ઇનામો નું વિતરણ કરવા માં આવ્યું હતું આ કાર્યક્રમ ને સફળ બનાવવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, બાથાણી બિલ્ડર, અને નીલેશ્વરી ડ્રાઈફ્રુટ તરફ થી યોગદાન આપવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમ ના વિજેતા નાં ઇનામો સાઈનાથ ફર્નિચર, કેતન ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ફિનિટી મોબાઈલ, સચિન ભાઈ લાખાણી તથા મુકેશભાઈ વૈદ તરફ થી અપાયા હતા. રોકડ ઇનામો સંસ્થા ના સંસ્થાપક શેતલબેન શેઠ તરફ થી અપાયા હતા.  આ કાર્યક્રમ ના સવિશેષ આયોજન માં ૐ ટ્રેનિંગ સેન્ટર ના બાળકો માટે સ્પેશિયલ રાઉન્ડ અને દરેક બાળક માટે ઈનામ હતું. જામનગર એમ પી શાહ વૃદ્ધાશ્રમ ના વડીલો દ્વારા માતાજી ની આરતી કરાઈ હતી . જામનગર ના ભારતીબેન મેવાડા અને તેમની ટીમ દ્વારા પ્રગટાવેલા ગરબા સાથે ના રાસ થી મહેમાનો નું સ્...

નયારા એનર્જી દ્વારા માર્ગ સુરક્ષા ક્ષમતા નિર્માણ તાલિમ કાર્યક્રમ યોજાયો

Image
23 સપ્ટેમ્બર, 2022: આંતરરાષ્ટ્રીય સ્તરની ડાઉનસ્ટ્રીમ એનર્જી અને પેટ્રોકેમિકલ્સ કંપની નયારા એનર્જી દ્વારા તેના આંતરિક અને બાહ્ય હિતધારકો માટે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રણ દિવસીય માર્ગ સુરક્ષા ક્ષમતા નિર્માણ તાલિમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તાલીમ કાર્યક્રમ દરમિયાન વર્કશોપ અને સેમિનાર યોજવામાં આવ્યા હતા. જેમાં પોલીસ અધિકારીઓ, સરકારી અધિકારીઓ, નયારા કર્મચારીઓ અને સ્ટાફ માટે માર્ગ સલામતી, તપાસ અને જીવન બચાવવા માટેની તકનીકોના વિવિધ પાસાઓ અંગે માર્ગદર્શન અપાયું હતું. માર્ગ સુરક્ષા અને માર્ગ ઇજનેરીમાં વિશેષતા ધરાવતી પ્રતિષ્ઠિત સંસ્થા મેસર્સ એ.કે. કન્સ્ટ્રક્શન મેન્યુફેક્ચર્સ પ્રા. લિ. (એ.કે.સી.એમ.)ના સહયોગથી આ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માર્ગ સલામતી ક્ષમતાને મજબૂત કરવાના હેતુની આ પહેલમાં સરકારી અધિકારીઓ અને નયારા અધિકારીઓ સહિત 500 થી વધુ લોકોની ભાગીદારી જોવા મળી હતી. સેમિનાર અને વર્કશોપના માધ્યમથી કાર્યક્રમમાં જોડાયેલા લોકોને   શ્રેષ્ઠ માર્ગ સલામતી પ્રથા, દુર્ઘટનાની તપાસ, ગુડ સમરિટન લો, મોટર વ્હીકલ એક્ટ વગેરે માહિતી અપાઈ હતી. સૌથી મહત્વપૂર્ણ રૂપી જીવન બચાવવાની...

જામનગરના ખીજડીયા બાયપાસ થી કાલાવડ બાયપાસ વચ્ચે યુવાને કારમાં બેસી લમણે ગોળી જીકી આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે.

Image
 જામનગરના ખીજડીયા બાયપાસ થી કાલાવડ બાયપાસ વચ્ચે યુવાને કારમાં બેસી લમણે ગોળી જીકી આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતા તાત્કાલિક પંચકોષી એ ડિવિઝન પોલીસ સ્ટેશન નો પોલીસ કાફલો અને એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો છે. અને તપાસ હાથ ધરી છે. સવારે બનેલી આ ઘટનાને પગલે તાત્કાલિક પોલીસે ઘટના સ્થળે દોડી જઈ સમરસ હોસ્ટેલ નજીક રસ્તા ઉપર જ GJ 10 DE 8071 નંબરની i 20 કારમાં એક યુવક લોહી લોહાણ હાલતમાં પડ્યો હતો. જેથી તાત્કાલિક પોલીસે તપાસ હાથ ધરતા મૃતક યુવક જય પીઠાભાઈ ડેર હોવાનું સામે આવ્યું હતું. જેથી આ અંગે તેના વાલી બારીશને જાણ કરાતા તાત્કાલિક તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં આવેલા વિંજલપર ગામના સરપંચ પીઠાભાઈ ડેર ના પુત્ર જય હ્યુન્ડાઈ કંપનીની i20 કારમાં પોતાના લમણે પિસ્તોલમાથી ગોળી જીકી આપઘાત કરી લીધાની ઘટનાને લઈને ડેર પરિવારમાં ભારે ગમગીની છવાઈ છે. જોકે જય ડેરે કયા કારણોસર આપઘાત કર્યો છે તે રહસ્ય હજી અકબંધ છે. જેથી પોલીસે મૃતક યુવાનના પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

આજે શ્રી મુકેશભાઈ અંબાણીએ શ્રીનાથજીના દર્શન કરવા માટે ઉદયપુર (રાજસ્થાન) નજીક આવેલા નાથદ્વારા શહેરની મુલાકાત લીધી હતી. ભગવાન શ્રીનાથજી એ ભગવાન શ્રી કૃષ્ણનું સાત વર્ષની ઉંમરનું બાળ સ્વરૂપ છે, જે તેમના તમામ ભક્ત સમુદાયને પ્રેમ અને લીલાઓ સાથે આશીર્વાદ આપ્યા હતા અને શ્રીનાથજી મંદિર 350 વર્ષથી વધુ વર્ષોની પરંપરા ધરાવે છે.

Image
  શ્રી ધીરુભાઈ અંબાણી અને  કોકિલાબેન અંબાણીથી શરૂ કરીને સમગ્ર અંબાણી પરિવાર ભગવાન શ્રીનાથજીમાં અપાર શ્રધ્ધા ધરાવે છે અને તેઓ પુષ્ટિ માર્ગના અનુયાયીઓ છે. એટલા માટે જ શ્રી મુકેશ અંબાણીએ તેમના પરિવારના પ્રથમ લગ્ન - તેમની પુત્રી ઈશા અંબાણીના લગ્ન - ની શરૂઆત શ્રીનાથજીની મહા આરતી સાથે કરી હતી. અને તેમના પત્ની અને પરોપકારી શ્રીમતી નીતા અંબાણીએ મધુરાષ્ટકમ્ પર એક નૃત્ય રજૂ કર્યું હતું, જે શ્રી વલ્લભાચાર્યજી (પુષ્ટિ માર્ગના સ્થાપક) દ્વારા રચાયેલું છે અને તેના દ્વારા ભગવાન શ્રીનાથજી પ્રત્યેના અપાર પ્રેમની અભિવ્યક્તિ કરી હતી. શ્રી વલ્લભાચાર્યજીના સીધી લીટીના વંશજ ગોસ્વામી તિલકાયત શ્રી રાકેશજી મહારાજ નાથદ્વારા શ્રીનાથજી મંદિરના મુખ્ય ધર્માધિકારી છે અને સમગ્ર પુષ્ટિ માર્ગના વડા છે.  શ્રી ધીરુભાઈ તથા ત્યારબાદ શ્રી મુકેશભાઈના શ્રીમાન તિલકાયત મહારાજ અને તેમના સુપુત્ર ચિ. વિશાલ બાવા સાહેબ સાથે વારસાગત સ્નેહ સંબંધ છે અને શ્રી વિશાલ બાવાએ ભારત અને વિશ્વ (યુએઈ, બહેરીન, યુએસએ)માં પુષ્ટિમાર્ગના ઉપદેશોનો ફેલાવો કરવાની જવાબદારી ઉપાડી લીધી છે. આ ઉપરાંત અંબાણી પરિવારની યુવા પેઢી પણ ધર્મ સાથે જોડાઈ ...

જામનગરની જીજી હોસ્પિટલનાં NRC વિભાગ દ્વારા પોષણ માસની ઉજવણીનાં ભાગરૂપે વાનગીઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું

Image
જામનગર 12 સપ્ટેમ્બર રાજ્યમાં પોષણ અભિયાન અંતર્ગત સપ્ટેમ્બર માસની પોષણ માહ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જામનગરની ગુરુ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલના NRC વિભાગ દ્રારા જીલ્લા પંચાયત જામનગરના અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં પોષણ માહની ઉજવણીના ભરૂપે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત NRCના સ્ટાફ દ્વારા વિવિધ પોષણયુક્ત અલગ અલગ વાનગીઓ બનાવીને પ્રદર્શન કરવામાં આવ્યું હતું.  જેમાં સરવગવાના પાનના થેપલા, ઓટ્સ કેળાનો શીરો, વેજીટેબલ સૂપ, બીટ રાયતું, ખજૂર સાબુદાણા ખીર, મિક્ષ દાળની દલિયા ખીચડી, મગદાળ પાલક ઈડલી, વેજીટેબલ સલાડ, ફ્રૂટ ડીશ, મેથી ચણાનું શાક, વગેરે વાનગી ઓ બનાવવામાં આવી હતી, આ વાનગીઓ પોષણ, પ્રોટીન, ફાઈબર, મલ્ટી વિટામિન થી ભરપુર હતી જે કુપોષિત બાળકો માટે ખુબ જ લાભદાયક હોય છે.  આ રીતે કુપોષિત બાળકો સાથે પોષણ માસ ની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રોગ્રામ ગુરુ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલ, જામનગરના એન.આર.સી ટીમ અને પીડીયાટ્રીક વિભાગ તબીબીનાં માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.

જામનગર આમ આદમી પાર્ટી શહેર કોર કમિટી ની રચના કરાઈ : પ્રમુખ પદે કનકસિંહ જાડેજા ની વરણી

Image
આમ આદમી પાર્ટી નું સંગઠન દિન પ્રતિદિન ખૂબ જ વિશાળ થતું જતું હોય જેને ધ્યાને લઈ ગઈકાલે તારીખ 4 /9 /2022 ના રોજ આમ આદમી પાર્ટી જામનગર શહેર દ્વારા 78/79 વિધાનસભા મત વિસ્તાર માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવા અને આગળની રણનીતિ નક્કી કરવા માટે કોર કમિટી ની સ્થાપના કરવામાં આવી        કોર કમિટી અંગેની પ્રથમ બેઠક શ્રી સાઈબાબા મંદિર ,ગાંધીનગર કનકસિંહના નિવાસ્થાને  ખાતે યોજવામાં આવી જેમાં કોર કમિટીના સભ્યોના નામની જાહેરાત કરવામાં આવી તેમજ કોર કમિટી કઈ પ્રકારની કામગીરી પર વિશેષ ધ્યાન આપશે આ અંગે ચર્ચા કરવામાં આવી    આ કોર કમિટીમાં જામનગરના પૂર્વ મેયર તેમજ સાઈબાબા મંદિર ટ્રસ્ટ ના આગેવાન ટ્રસ્ટી શ્રી કનકસિંહ જાડેજા ના બહોળા અનુભવનો લાભ લેવા માટે વોર્ડ નંબર 2 માંથી જામનગર 78 /79 શહેરી વિસ્તાર માટે કોર કમિટીના પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે         આ ઉપરાંત આ કોર કમિટીના સદસ્યમાં આશિષભાઈ કંટારીયા વોર્ડ નંબર 3, ડોક્ટર પુજાબેન શર્મા વોર્ડ નંબર 6 ,સુખદેવસિંહ જાડેજા વોર્ડ નંબર 8, વિશાલભાઈ ત્યાગી વોર્ડ નંબર 5 ,વજસીભાઈ વારોતરીયા વોર્ડ નંબર 6, હરપાલસિંહ ગોહિલ વ...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ધ્રોલ ખાતેથી રાજ્યમાં ૩ સેન્ટર ઓફ એક્સલન્સ ફોર હોર્ટીકલ્ચર તથા ૪ પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટરના ખાતમુહૂર્ત કર્યા

Image
 • અમદાવાદ, જામનગર અને ખેડામાં સેન્ટર ઓફ એક્સલન્સ ફોર હોર્ટીકલ્ચર બનશે અને બનાસકાંઠા, કચ્છ, જામનગર, નવસારી અને પંચમહાલ જિલ્લામાં પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટર બનશે  • કમલમ ફ્રુટનું વાવેતર કરવા માટે સહાય કાર્યક્રમ, કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ, મિશન મધમાખી કાર્યક્રમ એમ કુલ 3 યોજનાનો મુખ્યમંત્રીશ્રી દ્વારા શુભારંભ • મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના ૬૮૪ બાગાયતી ખેડુત લાભાર્થીઓને રૂ. ૨.૧૬ કરોડની સહાય એનાયત કરી .......  -:મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ:- • ગુજરાતમાં ૨૦ વર્ષમાં બાગાયતી પાકોનો વાવેતર વિસ્તાર ૬.૯૨ લાખ હેક્ટરથી વધીને ૧૯.૭૭ લાખ હેક્ટર અને ઉત્પાદન ૬૨.૦૧ લાખ મે.ટન થી વધીને ૨૫૦.૫૨ લાખ મેટ્રિક ટન થયું  • રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ૨૦ વર્ષમાં ૩૫ લાખથી વધુ બાગાયતકારોને વિવિધ બાગાયતી યોજનાઓથી લાભન્વિત કરાયા • મધ ઉત્પાદનનું યોગ્ય પ્રોસેસિંગ પેકિંગ તથા સુચારુ બજાર વ્યવસ્થા ગોઠવી શકાય તે હેતુથી રાજ્ય સરકારે મિશન મધમાખી કાર્યક્રમ હેઠળ રૂપિયા ૧૦ કરોડની જોગવાઈ કરી છે • ડ્રોન ટેકનોલોજીની મદદથી બાગાયત વિભાગ માટે રૂ. ૩૫ કરોડની ફાળવણી કરીને ૧.૪૦ લાખ એક...