Posts

Showing posts from May, 2022

Save Soil અભિયાનના પ્રણેતા સદગુરૂ જગગી વાસુદેવજીનું 27 દેશોના ભ્રમણ બાદ જામનગર ખાતે આગમન

Image
આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે આજની પેઢીએ જમીનની ફળદ્રુપતા ટકાવવી ખૂબ જ જરૂરી - સદગુરુ પ્રતાપ વિલાસ પેલેસ ખાતે સદગુરુનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયું: વિશાળ બાઇક રેલી તથા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ કરાયું આયોજન  જામનગર તા.29, Save soil અભિયાનના પ્રણેતા શ્રી સદગુરૂ જગગી વસુદેવજી આજે પોતાનો 27 દેશો અને 30 હજાર કી.મી. નો પ્રવાસ પૂર્ણ કરી જામનગરના બેડી બંદર ખાતે દરિયાઈ માર્ગે આવી પહોંચ્યા હતા.જ્યાં શહેરના નગરજનો દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાઈકરેલી મારફતે પ્રતાપ વિલાસ પેલેસ આવી પહોંચેલા સદગુરુએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે દ્વિતીય વિશ્વ યુધ્ધ વખતે જામનગરના મહારાજાએ પોલેન્ડના પીડિત બાળકોને આશરો આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.જે ધરા પર આવી આજે હું મને ભાગ્યશાળી માનું છું.   તેમણે આ પ્રસંગે save soil એટલે કે ભૂમિ બચાવો અભિયાન વિશે જણાવતા કહ્યું કે તેઓનો સૌપ્રથમ લક્ષ્ય દુનિયાના ૪ અબજ લોકો સુધી પહોંચી આ અભિયાનમાં જોડવાનો છે.હવે સમય છે કે આપણે આવનારી નવી પેઢીના ઝળહળતા ભવિષ્ય માટે એકત્રિત બની આ દિશામાં આજથી જ કા...

એક દિવસમાં ૩૩.૮ લિટર દૂધ આપી બની દેશની નંબર ૧ ભેંસ હરિયાણાની રેશ્‍માએ બનાવ્‍યો રેકોર્ડ

Image
હરિયાણાના કૈથલ ખાતે આવેલા બૂઢા ખેડા ગામનો સુલતાન નામનો પાડો સમગ્ર દેશમાં પ્રસિદ્ધિ પામ્‍યો હતો. હવે સુલતાન તો નથી રહ્યો પરંતુ તેના માલિકને એક નવી ઓળખ તેની જ ભેંસ રેશમાએ અપાવી છે. મુર્રાહ નસલની રેશમા ભેંસે ૩૩.૮ લીટર દૂધ આપીને એક નેશનલ રેકોર્ડ બનાવ્‍યો છે. હવે તે સમગ્ર ભારતમાં સૌથી વધુ દૂધ આપનારી ભેંસ બની ગઈ છે. રેશમાએ પહેલીવાર જયારે બાળકને જન્‍મ આપ્‍યો તો ૧૯-૨૦ લીટર દૂધ આપ્‍યું હતું. બીજીવાર તેણે ૩૦ લીટર દૂધ આપ્‍યું હતું. જયારે ત્રીજીવાર રેશમા માતા બની તો તેણે ૩૩.૮ લીટર દૂધ સાથે એક નવો રેકોર્ડ બનાવી દીધો હતો.  ઘણા ડોક્‍ટર્સની ટીમે રેશમાનું ૭ વખત દૂધ કાઢીને જોયું ત્‍યારબાદ તે ભારતમાં સૌથી વધુ દૂધ આપનારી ભેંસ તરીકેની પુષ્ટિ પામી હતી. નેશનલ ડેરી ડેવલપમેન્‍ટ બોર્ડ (NDDB) તરફથી હાલમાં જ ૩૩.૮ લીટર રેકોર્ડના સર્ટિફિકેટે રેશમાને ઉન્નત પ્રજાતિની પહેલા નંબરની શ્રેણીમાં લાવી દીધી છે. રેશમાના દૂધના ફેટની ગુણવત્તા ૧૦માંથી ૯.૩૧ છે.  રેશમાના દૂધને દોહવા માટે ૨ લોકોએ મહેનત કરવી પડે છે. કારણ કે આટલું દૂધ દોહવું એ એક વ્‍યક્‍તિ માટે મુશ્‍કેલ છે. રેશમાએ ડેરી ફાર્મિંગ એસોસિએશન તરફથી યોજવામાં આવેલા ...

ABVP જામનગર દ્વારા જાહેર સ્થળો અને કોલેજ,શાળા કેમ્પસો મા "ચકલી બચાવો" ના સુવિચાર સાથે ચકલી ના માળા લગાવવામાં આવ્યાં

Image
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) જામનગર દ્વારા ભારત માં લુપ્ત થતું જતું પક્ષી એટલે કે "ચકલી" ને બચાવવા માટે જામનગર મા આવેલ જાહેર સ્થળો અને કોલેજ,શાળા કેમ્પસો મા "ચકલી બચાવો" ના સુવિચાર સાથે ચકલી ના માળા લગાવવામાં આવ્યા અને લોકોમાં માળા નું વિતરણ કરવામાં આવ્યું. આ અભ્યાન મા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર જિલ્લા ના પ્રમુખ કાર્યકર્તાઓ સંજીતભાઈ નાખવા(જીલ્લા સંયોજક), જયદેવસિંહ જેઠવા(નગર મંત્રી), ઋત્વિક ભાઈ(નગર સહ મંત્રી) , કુલદીપ ભા ઈ ધારવીયા(કોષાધ્યક્ષ) સહિત ના કાર્યકર્તાઓ આ અભ્યાન મા જોડાયાં હતાં અને અત્યાર સુધીમાં અંદાજિત ૧૦૦ જેટલા માળા લગાવવામા આવ્યા છે.

જામનગરમાં ચાલી રહેલી ભાગવત સપ્તાહ દરમિયાન કૃષ્ણ જન્મની વિશેષ રૂપે ઉજવણી

Image
જામનગર ના આંગણે ચાલી રહેલી ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત પૂજ્ય રમેશભાઈ ઓઝા ના મુખારવિંદ થી રજૂ થઇ રહેલી શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞના આજે પાંચમા દિવસે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની વિશેષરૂપે ઉજવણી થાય તે માટેની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે, અને કથા મંડપ ને વિશેષરૂપે શણગારી દેવાયો છે.  આજે કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે વ્યાસપીઠ પાછળના ભાગે મોરપીંછ વડે મોરે કળા કરી હોય, તે પ્રકારે સુશોભિત કરવામાં આવી છે. મુખ્ય મંચ ઉપર ભગવાન શ્રીકૃષ્ણના જન્મની વિશેષ ઉજવણી રૂપે જ્યારે બાળ સ્વરૂપનું શ્રીકૃષ્ણ ભગવાનનું અવતરણ થાય, તેની તૈયારીના ભાગરૂપે સુશોભન કરેલું પારણું સ્થાપિત કરવામાં આવ્યું છે. મંડપસ્થળના ડોમમાં ઠેકઠેકાણે રંગબેરંગી ફૂગ્ગાઓ લગાવવામાં આવ્યા છે. સાથોસાથ સ્વાગત કમાન તૈયાર કરવામાં આવી છે.  ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા ના સમગ્ર પરિવાર તેમજ સર્વે સેવાદારો દ્વારા કૃષ્ણ જન્મોત્સવના વિશેષરૂપે વધામણાં થાય, તે નિમિત્તે અનેક તૈયારીઓ કરવામાં આવી છે. કથા મંડપમાં પ્રતિદિન પરિવારના બહેનો દ્વારા જુદા જુદા રંગની સાડીઓમાં સજ્જ થઈને આવતા હોય છે, તે મુજબ આજે લાલ-કેસરી મિશ્રિત ...

ભાઈશ્રી ની કથા નું શ્રવણ કરવાથી રાજકારણીઓનું કલ્યાણ થાય છે, અને તો જ પ્રજાનું પણ કલ્યાણ થશે:- પૂર્વ મુખ્યમંત્રી શ્રી. શંકરસિંહજી વાઘેલા

Image
ભાગવત કથાના યજમાન દ્વારા સમરસતાના કાર્યો કરાઈ રહ્યા છે, જે સરકાર દ્વારા પોલીસી બનાવી કાયમી વ્યવસ્થા બનાવવી જરૂરી છે જામનગર તા ૪, જામનગર શહેરમાં ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ના ચતુર્થ દિવસીય સત્રમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા કથા શ્રવણ માટે પધાર્યા હતા, અને તેઓએ પ્રખર ભાગવતાચાર્ય પૂજ્ય રમેશભાઈ ના ચરણોમાં વંદન કરીને તેઓની દિવ્યવાણી થી રાજકારણીઓનું કલ્યાણ થાય છે, અને જો રાજકીય આગેવાનોનું કલ્યાણ થશે, તો જ પ્રજાનું પણ કલ્યાણ થશે, તેવી વાત કરી હતી. ઉપરાંત યજમાન પરિવાર દ્વારા પ્રતિદિન આરતી સહિત અનેક કાર્યક્રમોમાં સમરસતાના કાર્યો કરવામાં આવી રહ્યા છે, તે કાર્યોને સરકાર દ્વારા ખાસ પોલીસી બનાવી તેનો અમલ કરવાની જરૂર છે, તેમ પણ જણાવ્યું હતું. જ્યારે ગઈકાલની પરશુરામ જયંતિ ની તિથિ કે તે પર્વની ગુજરાતમાં રજા જાહેર કરવાની મુખ્યમંત્રીના કાળમાં પોતે પહેલ કરી હતી, જે હજુ ચાલુ છે. તેમ પણ જણાવ્યું હતું.   ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા તૃતીય દિવસના રાત્રી કાર્યક્રમમાં સૌપ્રથમ હાજર રહ્યા હતા, ત્યારે ધારાસભ્ય અને યજમાન શ્રી હકુભા જાડેજા દ્વારા તેઓ...

રિલાયન્સ દ્વારા ગુજરાત દિવસ નિમિત્તે અમદાવાદ એરપોર્ટ પર ‘ધ ગીર’ ગેલેરી ખુલ્લી મુકાઈ

Image
  મે 1, 2022: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આર.આઇ.એલ.) દ્વારા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય (એસ.વી.પી.આઇ.) એરપોર્ટના ડોમેસ્ટીક ટર્મિનલની બહાર ‘ધ ગીર’ ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. ‘ધ ગીર’ એશિયાઈ સિંહોના વિશ્વના એકમાત્ર રહેઠાણ સાસણ ગીરની પ્રતિકૃતિ છે. પૂર્વે રિલાયન્સ દ્વારા સન્ 2018માં ‘ધ ગીર’નું નિર્માણ કરવામાં આવ્યું હતું. હવે તેને ડિપાર્ચર વિસ્તારની બહાર ખસેડીને તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે, જેથી માત્ર મુસાફરો જ નહીં પરંતુ તેમને લેવા માટે આવતા લોકોને પણ તેનો લાભ મળી રહે. વન્યજીવ પ્રેમી, રાજ્યસભા સાંસદ અને આર.આઇ.એલ.ના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયકેક્ટર શ્રી પરિમલ નથવાણી દ્વારા અદાણી એરપોર્ટ હોલ્ડીંગના ડાયરેક્ટર શ્રી જીત અદાણી અને આર.આઇ.એલ.ના કોર્પો રેટ અફેર્સ વિભાગના પ્રેસિડેન્ટ શ્રી હેમંત દેસાઈની ઉપસ્થિતિમાં મે 1, 2022ના રોજ ગુજરાત દિવસના પ્રસંગે કરવામાં આવ્યું હતું.   આર.આઇ.એલ. સામાજિક વિકાસનાં કાર્યોમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. આ પ્રોજેક્ટ લગભગ 8000 ચોરસ ફૂટ વિસ્તારમાં વિકસાવવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં સાસણ ગીરમાં જોવા મળતાં વિવિધ પ્રાણ...