દરિયાઈ સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વના બેટ દ્વારકામાં લોકહિતમાં કરાયેલા ડીમોલેશન સાઈટનું નિરીક્ષણ કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી
.jpg)
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ દરિયાઈ સુરક્ષાની કામગીરીની બેટ દ્વારકામાં સમીક્ષા કરી ૦૦ ::મુખ્યમંત્રીશ્રીની મક્કમતા:: ગુજરાતના ૧૬૦૦ કિલોમીટરની દરિયાઈ પટ્ટી પર કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી લેવાશે નહીં: ગેરકાયદે દબાણ ડામવા ઝુંબેશ ચાલુ જ રહેશે: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ૦૦૦ દરિયાઈ સલામતી માટે તમામ પગલા લેવાઈ રહ્યા છે: મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં શાંતિ- સલામતી અને સુરક્ષા માટે કડક કાર્યવાહી: ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ૦૦૦ દ્વારકા કોરિડોર અને બેટ દ્વારકામાં સિગ્નેચર બ્રિજ સહિતના પ્રવાસન તીર્થના વિકાસલક્ષી કાર્યો આગળ વધી રહ્યા છે .......... મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ દરિયાઈ સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વના એવાં બેટ દ્વારકાની રૂબરૂ મુલાકાત લઇ તંત્ર દ્વારા થયેલી ગેરકાયદે દબાણ દૂર કરવા અંગેની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રી અને ગૃહ રાજ્યમંત્રીશ્રીએ ગુજરાતના ૧૬૦૦ કિલોમીટરના દરિયા કાંઠા પર સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વના અને એવા પોઇન્ટ અને તે વિસ્તારોમાં પોલીસ-રેવન્યુ ખાતાની ક...