નયારા એનર્જીને સામાજિક જવાબદારી અને સામુદાયિક કાર્યો બદલ એવોર્ડ્સ

ફિક્કીનો ‘કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એવોર્ડ’ અને ગ્લોબલ સસ્ટેનિબિલિટી લીડરશીપનો ‘સસ્ટેનેબલ વોટર મેનેજમેન્ટ એવોર્ડ’ મુંબઇ, 22 ડિસેમ્બર, 2022: આંતરરાષ્ટ્રીય સ્તરની ડાઉનસ્ટ્રીમ કંપની નયારા એનર્જીને ફિક્કી સીએસઆર સમિટની 20મી આવૃત્તિમાં ‘કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એપ્રિસિએશન પ્લેક’ અને ગ્લોબલ સસ્ટેનિબિલિટી લીડરશીપ એવોર્ડ્સની 9મી આવૃત્તિમાં ‘સસ્ટેનેબલ વોટર મેનેજમેન્ટ એવોર્ડ’ અર્પણ કરવામાં આવ્યો છે. આ પ્રતિષ્ઠીત એવોર્ડ્સ સર્વસમાવેશી વૃધ્ધિ તથા સસ્ટેનેબલ લાઇવલિહુડ અને એન્વાયર્નમેન્ટ સસ્ટેનિબિલિટી તથા સ્કિલ ડેવલપમેન્ટ અને હેલ્થ સેનિટેશનનાં ક્ષેત્રોમાં અસરકારક ભૂમિકા ભજવવાની નયારા એનર્જીની ઊંડી પ્રતિબધ્ધતાની કદર કરે છે. 12 ડિસેમ્બર, 2022નાં રોજ ફિક્કી દ્વારા આયોજિત સીએસઆર સમિટમાં આદિવાસી બાબતો અંગેનાં કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ નયારા એનર્જીને તેનાં ફ્લેગશિપ પ્રોજેક્ટ ‘તુષ્ટિ’ માટે પ્રશંસાની તક્તી અર્પણ કરી હતી. આ પ્રોજેક્ટ દેવભૂમિ દ્વારકામાં પોષણના માપદંડોમાં સુધારો કરવાની અને આ વિસ્તારને ‘કુપોષણથી મુક્ત’નો દરજ્જો અપાવવા માટેની પ્રતિબધ્ધતા દર્શાવે છે. આ પ્રોજેક્ટ હેઠળનાં સ...