Posts

Showing posts from August, 2022

જીસીએ દ્વારા રિલાયન્સ અંડર-19 ઓલ ઇન્ડિયા ઇન્વિટેશન ટુર્નામેન્ટનું આયોજન

Image
30 ઓગસ્ટ, 2022: ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) સપ્ટેમ્બર 2022માં રિલાયન્સ અંડર-19 ઓલ ઈન્ડિયા ઈન્વિટેશન ટુર્નામેન્ટનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ ટુર્નામેન્ટ અંડર-19 મલ્ટી-ડે ફોર્મેટની બીસીસીઆઈની પ્લેઈંગ કન્ડિશન મુજબ રમાશે. જીસીએના ઉપાધ્યક્ષ શ્રી ધનરાજ નથવાણીએ આ ટુર્નામેન્ટની વિગતો આપતા જણાવ્યું હતું કે, “જીસીએ છેલ્લા 10 વર્ષથી સિનિયર કેટેગરીમાં રિલાયન્સ જી-1નું આયોજન કરે છે. ગયા વર્ષથી અમે BCCIના નિયમો મુજબ તમામ કેટેગરી અને વય જૂથોમાં રિલાયન્સ G-1નું આયોજન શરૂ કર્યું છે જે પુરુષો અને મહિલાઓ બંને માટે છે. 2022-23 સીઝન માટે અમે રિલાયન્સ અંડર-19 ઓલ ઈન્ડિયા ઈન્વિટેશન ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે ભારતભરમાંથી આઠ રાજ્ય ક્રિકેટ એસોસિએશનોને આમંત્રિત કર્યા છે.” આ ટુર્નામેન્ટ માટે ટીમોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવશે અને દરેક ગ્રૂપમાં 4 ટીમ રહેશે. ટુર્નામેન્ટ પહેલીથી 18મી સપ્ટેમ્બર દરમિયાન ચાર સ્થળોએ યોજાશે, જેમાં નરેન્દ્ર મોદી મેઈન સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગ્રાઉન્ડ-બી, આણંદ અને નડિયાદનો સમાવેશ થાય છે. નીચે મુજબ ટીમોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. ગ્રૂપ A ટીમોઃ ગુજરાત, બંગાળ, બરોડા અને હિમ...

રિલાયન્સ દ્વારા નિર્મિત ‘ધ ગીર: પ્રાઇડ ઓફ ગુજરાત’નું ઇન્દ્રોડા સર્કલ પર અનાવરણ

Image
ટ્રાફિક આઇલેન્ડ બ્યુટીફિકેશન પ્રોજેક્ટ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાના સહયોગમાં અમલીકરણ કરાયો છે ઓગષ્ટ 30, 2022: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ગાંધીનગરના ચ-0, ઇન્દ્રોડા સર્કલ પર ‘ધ ગીરઃ પ્રાઇડ ઓફ ગુજરાત’નું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનું અનાવરણ ગુજરાતના ગૃહ તેમજ મહેસૂલ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને ગુજરાતના કૃષિ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલની સાથે રાજ્યસભા સાંસદ તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર શ્રી પરિમલ નથવાણીએ અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય​ શ્રી એસ.કે.ચતુર્વેદી (આઇ.એફ.એસ) તથા અગ્ર મુખ્ય વન સંરક્ષક વન્યજીવ (ઇન્ચાર્જ), ગુજરાત રાજ્ય શ્રી નિત્યાનંદ શ્રીવાસ્તવ (આઇ.એફ.એસ.) તથા અન્ય મહેમાનોની ઉપસ્થિતિમાં ઓગષ્ટ 30, 2022ના રોજ કરવામાં આવ્યું. ‘ધ ગીરઃપ્રાઇડ ઓફ ગુજરાત’ એશિયાઈ સિંહોના વિશ્વના એકમાત્ર રહેઠાણ સાસણ ગીરની પ્રતિકૃતિ છે. આ પ્રોજેક્ટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની કોર્પોરેટ સોશ્યલ રીસ્પોન્સિબિલિટી (સી.એસ.આર.)નો ભાગ છે અને તેને નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાના સહયોગમાં સ્...

નારી શક્તિ પુરસ્કાર માટે આગામી તા. ૩૧ ઓકટોબર સુધી અરજી કરી શકાશે

Image
 જામનગર, તા. 24 ઓગસ્ટ, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા 'નારી શક્તિ પુરસ્કાર યોજના' અમલીકૃત છે. નારી શક્તિ પુરસ્કાર મહિલાઓના આર્થિક અને સામાજિક સશક્તિકરણના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ અને ઉમદા કામગીરી માટે એનાયત કરવામાં આવે છે. આ 'નારી શક્તિ પુરસ્કાર' મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકાર દ્વારા દર વર્ષે ૮ મી માર્ચ એટલે કે 'આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ' ના રોજ એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કાર પ્રાપ્ત કરવા માટે મહિલાઓના આર્થિક અને સામાજિક સશક્તિકરણના ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને ઉમદા કામગીરી કરતા સામાજિક કાર્યકરો દ્વારા વ્યક્તિગત દરખાસ્ત/ અરજી આગામી તા. ૩૧ ઓક્ટોબર સુધી માત્ર ઓનલાઇન સ્વરૂપે www.awards.gov.in વેબસાઇટ પર કરવાની રહેશે. આ અંગે વય મર્યાદા તથા વધુ વિગતો જાણવા માટે www.awards.gov.in વેબસાઇટ પરથી જોઇ શકાશે, તેવું જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે. 

જામનગરની એમ.પી.શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજને નેશનલ મેડિકલ કમિશન દ્વારા મેડિકલ એજ્યુકેશન રિજીયોનલ સેન્ટર તરીકેની માન્યતા પ્રાપ્ત થઈ

Image
જામનગરનું આ રિજીયોનલ સેન્ટર અન્ય નવ જિલ્લાના તબીબી વિદ્યાર્થીઓ માટે પણ બનશે આધુનિક તબીબી શિક્ષણનું માધ્યમ રિજિયોનલ સેન્ટરની સાથે મલ્ટી ડિસિપ્લિનરી રિસર્ચ યુનિટ તેમજ વારસાગત રોગોની સારવારમાં ઉપયોગી એવી જીનેટીક લેબનું પણ લોકાર્પણ કરાયું જામનગર તા.૦૮ ઓગસ્ટ, જામનગરની એમ.પી.શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજને નેશનલ મેડિકલ કમિશન દ્વારા મેડિકલ એજ્યુકેશન રિજીયોનલ સેન્ટર તરીકેની માન્યતા મળેલ છે. ગત તા.૬ ઓગસ્ટના રોજ નેશનલ મેડિકલ કમિશનના પ્રેસીડન્ટ ડો.અરુણા વાણીકર તેમજ ડો.વિજેન્દ્રકુમાર, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટિના કુલપતી શ્રી ગીરીશભાઈ ભીમાણી, શહેર પ્રમુખ શ્રી વિમલભાઈ કગથરા, શ્રી હસમુખભાઈ હિંડોચા વગેરેની ઉપસ્થિતિમાં તેમજ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ, સાંસદશ્રી પૂનમબેન માડમ વગેરેના શુભ સંદેશા સાથે મેડિકલ એજ્યુકેશન રિજીયોનલ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું રિજીયોનલ સેન્ટરના પ્રારંભે બેઝીક ટ્રેનીંગની શરૂઆત કરવામાં આવી હતી. તેમજ એમ.બી.બી.એસ.ના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ દ્...

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જામનગરમાં ઊભા કરવામાં આવેલા લમ્પી વાયરસ સેન્ટરની મુલાકાત લીધી

Image
મુખ્યમંત્રી શ્રીએ પશુધન માટે તૈયાર કરવામાં આવેલ સારવાર કેન્દ્ર, વેક્સીનેશન સેન્ટર, રોગગ્રસ્ત ગૌધનના શેડસ, રહેઠાણની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું પશુઓની યોગ્ય રીતે તાકીદે સારવાર તેમજ વેક્સિનેશન કરવામાં આવે તે અંગે અધિકારીશ્રીઓને સૂચનો કર્યા રૂ.૩૦ લાખના ખર્ચે નિર્માણ પામેલા આ સેન્ટરમાં પશુઓનું વેક્સિનેશન તેમજ લમ્પીગ્રસ્ત પશુઓની સારવાર કરવામાં આવશે જામનગર તા.૬ ઓગસ્ટ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે જામનગર જિલ્લામાં લમ્પી વાયરસની સ્થિતિનું નિરીક્ષણ કરવા અર્થે શહેરની મુલાકાતે છે ત્યારે જામનગર મહાનગપાલિકા દ્વારા શહેરના ગોલ્ડન સીટી પાછળ, સોનલનગર ખાતે લમ્પી "વાયરસ સારવાર કેન્દ્ર" ઊભું કરવામાં આવ્યું છે જેની મુખ્યમંત્રીશ્રીએ મુલાકાત લઈ પશુઓની સારવાર માટે ઊભા કરવામાં આવેલી તમામ પ્રકારની સુવિધાઓનું નિરીક્ષણ કરી લગત અધિકારીશ્રીઓ તેમજ પશુપાલન વિભાગને જરૂરી સૂચનો કરી પશુઓની યોગ્ય રીતે કાળજી લેવા જણાવ્યું હતું.  મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે જે લમ્પી વાયરસ સારવાર કેન્દ્રની મુલાકાત લીધી છે તે સેન્ટર જામનગર મહાનરપાલિકા દ્વારા રૂ.30 લાખના ખર્ચે 50હજાર ચોરસફૂટની જગ્યામાં ઊભું ...

ઉપ રાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુજીનું એરફોર્સ સ્ટેશન ખાતે ભાવભર્યું સ્વાગત કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો

Image
 દેશના ઉપ રાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુજી દ્વારકાધીશના મંદિરે દર્શનાર્થે જઈ રહ્યા છે ત્યારે તેઓએ પોતાની યાત્રા દરમિયાન જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ટૂંકુ રોકાણ કર્યું હતું જ્યાં તેમને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનિયારા, શ્રી જ્વલંત ત્રિવેદી ચીફ પ્રોટોકોલ ઓફિસર, કલેકટર શ્રી ડૉ. સૌરભ પારઘી, એર કોમોડોર શ્રી આનંદ સોંધી, જિલ્લા પોલીસવડા શ્રી પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવોએ આવકારી ઉષ્માપૂર્ણ સ્વાગત અને અભિવાદન કર્યું હતું.

જામનગર એરપોર્ટ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કરતા મહાનુભાવો

Image
  જામનગર તા.6 ઓગસ્ટ, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે જામનગરની મુલાકાતે છે ત્યારે જામનગર એરપોર્ટ ખાતે શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યમંત્રી શ્રી બ્રીજેશભાઇ મેરજા,  મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, ધારાસભ્ય શ્રી આર.સી.ફળદુ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનિયારા,જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ મુંગરા, કલેકટર શ્રી ડૉ. સૌરભ પારઘી,કમિશ્નર શ્રી વિજય ખરાડી,જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિર પટેલ,શ્રી ધીમંત વ્યાસ, શહેર ભાજપ પ્રમુખ શ્રી ડો. વિમલભાઈ કગથરા, ડેપ્યુટી મેયર શ્રી તપનભાઇ પરમાર, જિલ્લા પોલીસવડા શ્રી પ્રેમસુખ ડેલુ, મહામંત્રી શ્રી મેરામણભાઇ ભાટું, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કીર્તનબેન,પ્રાંત અધિકારી શ્રી ધાર્મિક ડોબરીયા, એરપોર્ટ ઓથોરિટીનાં ડાયરેકટર શ્રી સચિન ખંગાર સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રીશ્રીને આવકારી ઉષ્માપૂર્ણ સ્વાગત અને અભિવાદન કર્યું હતું.