મુશ્કેલીમાં આસામના લોકોની પડખે ઊભા રહી, રિલાયન્સ ફાઉન્ડેશને આસામ મુખ્યમંત્રી રાહતફંડમાં રૂ. 25 કરોડનું યોગદાન આપ્યું; રાહત કાર્યોમાં પણ મદદ સતત જારી
.jpg)
છેલ્લા કેટલાક દિવસોથી ભયાનક પૂરનો સામનો કરી રહેલા આસામના લોકોને મદદ પહોંચાડવા માટે રિલાયન્સ ફાઉન્ડેશને શુક્રવારે મુખ્યમંત્રી રાહત ફંડમાં 25 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે. આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંતા બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા પર આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, “આ મુશ્કેલીના સમયમાં આસામના લોકોની પડખે રહેવા બદલ શ્રી મુકેશ અંબાણી અને શ્રી અનંત અંબાણીનો હું ખૂબ જ આભાર માનું છું. પૂરના કારણે ઊભી થયેલી મુશ્કેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટેના રાહત કાર્યોને વેગ મળશે.” લગભગ મહિનાથી કરવામાં આવેલા રાહત કાર્યો બાદ મુખ્યમંત્રી રાહતફંડમાં યોગદાન આપવામાં આવ્યું છે અને રિલાયન્સ ફાઉન્ડેશન રાજ્ય સરકાર અને નાગરિક સમાજ સંગઠનો સાથે મળીને આસામમાં રાહત કાર્યોને સતત જારી રાખવામાં આવશે. પૂરની પરિસ્થિતિનો ખ્યાલ આવતાંની સાથે જ ફિલ્ડ પરની એક ટીમ સાથે રિલાયન્સ ફાઉન્ડેશને આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને રાષ્ટ્રીય આરોગ્ય મિશન, પશુપાલન અને પશુચિકિત્સા વિભાગ, જિલ્લા વહીવટીતંત્રો અને અન્ય નાગરિક સમાજ સંસ્થાઓ સાથે હાથ મિલાવ્યા હતા અને રાહત પૂરી પાડવા અને પૂરને કારણે થતી તકલીફન...