રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. ના ડાયરેક્ટર અને રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીનો જન્મદિન
પરિમલ નથવાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ ) છે અને YSR કોંગ્રેસ પાર્ટીના સાંસદ તરીકે રાજ્ય સભામાં આંધ્ર પ્રદેશનું પ્રતિનિધત્વ કરી રહ્યા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીની કોર ટીમના સભ્ય એવા શ્રી નથવાણી રિલાયન્સના સ્થાપક શ્રી ધીરુભાઈ અંબાણીને પોતાના ગુરુ અને આદર્શ માને છે. પરિમલભાઈની કોઠાસૂઝ અને કોઈ પણ સમસ્યામાંથી ત્વરિત ઉકેલ શોધવાના કૌશલ્યને જાણવું હોય તો ગુજરાતના જામનગર સ્થિત દુનિયાની સૌથી મોટી રિફાઈનરી જ જોઈ લો. રિલાયન્સના સ્વપ્નદૃષ્ટા સ્વ. ધીરુભાઈ અંબાણીની પરિકલ્પનાને સાકાર કરવા અતિઆવશ્યક એવા જામનગરના જમીન સંપાદનના અશક્ય ટાસ્કને પરિમલભાઈ બખૂબી પાર પાડી ચૂક્યા છે. એટલું જ નહીં, રિલાયન્સ પેટ્રોલિયમના રિટેલ આઉટલેટ્સ, રિટેલ સાહસોની સ્થાપના, ગેસ ટ્રાન્સપોર્ટેશન પાઈપલાઈન બિછાવવી કે પછી પશ્ચિમના રાજ્યોમાં જિયો મોબાઈલનું નેટવર્ક સ્થાપિત કરવાનું હોય, શ્રી નથવાણીએ આ બધા ટાસ્ક આડેના અવરોધોને આગવી સૂઝબૂઝથી દૂર કર્યા છે. અત્યારે તેઓ ગુજરાતમાં રિલાયન્સના સૌર ઊર્જા, પવન ઊર્જા અને ગ્રીન હાઇડ્રોજન સહિતના ન્યૂ એનર્જી વ્યવસાયનું સુકાન સંભાળી ર...