Posts

Showing posts from December, 2024

જામનગરમાં યોજાઈ સૌરાષ્ટ્ર નેવી હાફ મેરેથોન

Image
જામનગરમાં આજે સવારના આઈએનએસ વાલસુરા દ્વારા સૌરાષ્ટ્ર નેવી હાફ મેરાથોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોનના પાવર સ્પોન્સર તરીકે નયારા એનર્જી લિમિટેડ જોડાઈ હતી. વહેલી સવારના યોજાયેલી મેરાથોનમાં અનેક લોકોએ ઉત્સાહસભર ભાગ લીધો હતો. દોડનું પ્રસ્થાન સાંસદ  પુનમબેન માડમ, નયારા એનર્જી લિમિટેડના રિફાઇનરી હેડ અમરકુમાર, નેવીના કમાન્ડિંગ ઇન ઓફિસર એ. પુરન કુમાર સહિતના અધિકારીઓ દ્વારા કરાવાયું હતું. દોડવીરોએ વહેલી સવારના દોડ ઉત્સવમાં જોડાઈને સમગ્ર આયોજનને સફળ બનાવ્યું હતું. 21 km તથા 10 km માં વિજેતા થયેલા દોડવીરોનું મેડલ તથા રોકડ પુરસ્કાર આપીને સન્માન કરાયું હતું.