નયારા એનર્જીએ નિકાસોમાં ઘટાડા વચ્ચે સ્થાનિક ઇંધણના વેચાણમાં 14.3 ટકાની વૃદ્ધિ નોંધાવી
ભારતની સૌથી મોટી પ્રાઇવેટ ફ્યુઅલ રિટેલર નયારા એનર્જીએ 2024ના બીજા ત્રિમાસિક ગાળામાં સ્થાનિક ઇંધણના વેચાણમાં 14.3 ટકાનો વધારો નોંધાવ્યો છે. નિકાસોમાં ઘટાડો થયો છે ત્યારે આ વૃદ્ધિ વધતી સ્થાનિક માંગને પહોંચી વળવામાં કંપનીની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે. એપ્રિલ-જૂનના ત્રિમાસિક ગાળા દરમિયાન નયારાએ ભારતીય બજારોમાં ગુજરાતમાં તેની વાડીનાર ઓઇલ રિફાઇનરી ખાતે ઉત્પાદિત ડીઝલના 75 ટકા અને પેટ્રોલના 60 ટકાનું વેચાણ કર્યું હતું. રિટેલ ડિઝલનું વેચાણ વધીને 2.08 મિલિયન ટન થયું હતું જે ગત વર્ષે આ જ ગાળામાં 1.82 મિલિયન ટન કરતાં વધુ હતું જ્યારે રિટેલ પેટ્રોલ વેચાણ વધીને 0.916 મિલિયન ટન થયું હતું જે ગયા વર્ષે આ જ ગાળામાં 0.809 મિલિયન ટન હતું. નયારા એનર્જીએ વ્યૂહાત્મક રીતે તેનું રિટેલ નેટવર્ક વિસ્તાર્યું છે જેમાં હવે સમગ્ર ભારતમાં 6,500થી વધુ પેટ્રોલ પંપનો સમાવેશ થાય છે જેમાં 99 ટકા સ્ટેશનો ફુલ્લી ઓટોમેટેડ છે. આ ફ્યુલ સ્ટેશનો પૈકીના લગભગ 35 ટકા ટિયર 3, 4 અને 5 નગરોમાં આવેલા છે જે મોબિલિટી વધારે છે અને સ્થાનિક વેપારને સમર્થન આપે છે. મજબૂત સ્થાનિક માંગને પ્રતિસાદ આપતા નયારાના પેટ...