Posts

Showing posts from August, 2024

જિલ્લા કક્ષાના ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે કલેક્ટરશ્રી બી.કે. પંડ્યાના હસ્તે જામજોધપુર તાલુકાના ખાનસરી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કરાયુ.

Image
આન... બાન.. શાન સાથે જામજોધપુર ખાતે જિલ્લા કક્ષાના 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સંપન્ન કલેકટરશ્રી બી. કે. પંડયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં સાંસ્કૃતિક કૃતિઓ થકી વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું છેલ્લા દાયકામા વિશ્વ સમક્ષ ભારત સશક્ત રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું: કલેકટરશ્રી હર ઘર તિરંગા અભિયાનની જામનગરવાસીઓએ લોકોત્સવની જેમ ઉજવણી કરી: કલેક્ટરશ્રી જામનગર તા.15 ઓગસ્ટ, જામનગર જિલ્લા કલેકટરશ્રી બી. કે. પંડયાના અધ્યક્ષ સ્થાને જામજોધપુર તાલુકામાં આવેલ ખાનસરી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના 78માં સ્વાતંત્ર્ય પર્વની આન.. બાન..શાન.. સાથે ઉજવણી કરવામાં આવી હતી. કલેકટરશ્રીએ દવજવંદન કરી રાષ્ટ્રદવજને સલામી આપી હતી. ત્યારબાદ રાષ્ટ્રગાન કરી તેઓએ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સાથે ૯ પ્લાટુન પરેડનું નિરીક્ષણ કર્યું હતું.  સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવતા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર તમામ શહીદોને નમન કરું છું. હર ઘર તિરંગા અભિયાનમા વડાપ્રધાનશ્રી નરેન્દ્રમોદીએ જન જન ને જોડ્યા. અને નેશન ફર્સ્ટની ભાવના સાથે લોકોએ રાષ્ટ્રીય પર્વને લોકોત્સવ ...