નયારા એનર્જીના પેટ્રોલના વેચાણમાં 48 ટકાનો ઉછાળો, નિકાસોમાં ઘટાડો
ભારતના સૌથી મોટા પ્રાઇવેટ ફ્યુઅલ રિટેલર નયારા એનર્જીએ 2024ના કેલેન્ડર વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પેટ્રોલના વેચાણમાં 48 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે જ્યારે નિકાસો ઘટી છે કારણ કે કંપની ઇંધણ માટે સ્થાનિક માંગને પહોંચી વળી શકી હતી. જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળામાં નયારાએ સ્થાનિક ભારતીય બજારમાં ગુજરાતમાં તેની વાડીનાર ઓઈલ રિફાઇનરીમાં તેણે ઉત્પાદન કરેલી તમામ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની 70 ટકાનું વેચાણ કર્યું હતું. “નયારા એનર્જી તેના સંસ્થાકીય બિઝનેસ, અન્ય ઓઈલ કંપનીઓને વેચાણ તથા તેની પોતાની રિટેલ ચેઇન દ્વારા ભારતમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની વધી રહેલી માંગને સંતોષવા પર મુખ્યત્વે ધ્યાન આપી રહી છે. ઈન ઈન્ડિયા, ફોર ઈન્ડિયાના તેના મિશન પર આગળ વધતા કંપનીએ સ્થાનિક રિટેલ વેચાણમાં વાર્ષિક ધોરણે 24 ટકાનો વધારો અને સંસ્થાકીય વેચાણાં 12.5 ટકાનો વધારો નોંધાવ્યો હતો”, એમ કંપનીએ એકનિવેદનમાં જણાવ્યું છે. સ્થાનિક સ્તરે વેચાયેલા પેટ્ર્રોલનો આંક 2024ના પહેલા ત્રિમાસિક ગાળામાં 0.89 મિલિયન ટન સુધી પહોંચ્યો હતો જે જાન્યુઆરી-માર્ચ 2023માં 0.60 મિલિયન ટન હતું. ડીઝલનું વેચાણ 1.7 મિલિયન ટન પર લગભગ યથાવત રહ્યું હતું. ન...