પરિમલ નથવાણીએ પ્રથમ ગુજરાત સુપર લીગ (GSL)ની ટ્રોફીનું અનાવરણ કર્યું
.jpg)
GSL ગુજરાતમાં ફૂટબોલના વિકાસનું મહત્વપૂર્ણ સિમાચિહ્ન છેઃ નથવાણી --------- ગુજરાત સુપર લીગ (GSL) એ ગુજરાત રાજ્યમાં ફ્રેન્ચાઇઝી આધારિત ફૂટબોલની એક મોટી પહેલ છે. GSL માટેની પ્રતિષ્ઠિત ટ્રોફીનું આજે રાજ્યસભા સાંસદ અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન (GSFA)ના પ્રમુખ શ્રી પરિમલ નથવાણી દ્વારા ભારે ધામધૂમથી અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે GSLમાં ભાગ લેનારી ટીમના માલિકો, પ્રાયોજકો અને સમર્થકો હાજર રહ્યા હતા. શ્રી નથવાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રથમ વખત ફ્રેન્ચાઈઝી આધારિત ફૂટબોલ લીગનો પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાતમાં ફૂટબોલની રમતને મજબૂત કરવા માટે GSFAની આ એક મોટી પહેલ છે. GSFAને ગર્વ છે કે ગુજરાતના ઉદ્યોગસાહસિકો અને ઉદ્યોગપતિઓએ GSLના વિચારને હૃદયપૂર્વક આવકાર્યો અને ટીમની માલિકી માટે સહેલાઈથી સંમત થયા. દરેક ટીમના માલિકે તેમની ટીમનું નામ પ્રેમપૂર્વક રાખ્યું છે. આમ, GSL ટુર્નામેન્ટમાં જે છ ટીમ ભાગ લેશે તે છેઃ અમદાવાદ એવેન્જર્સ (ગોડ TMT અને વિવાન ધ રાઈટ સ્ટીલ પ્રાઈવેટ લિમિટેડ), ગાંધીનગર જાયન્ટ્સ (ANVI સ્પોર્ટ્સ), કર્ણાવતી નાઈટ્સ (ધ એડ્રેસ), સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ (અક્ષિતા ક...