Posts

Showing posts from January, 2024

જાડેજાના સુપર-શો વિશે પત્ની રિવાબાએ પ્રતિક્રિયા આપી

Image
 ટેસ્ટના વર્લ્ડ નંબર-વન ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા જ્યારે પણ મોટી સિદ્ધિ મેળવે કે મહત્ત્વની ઇનિંગ્સ રમે ત્યારે પત્ની રિવાબા એને સોશિયલ મીડિયામાં બિરદાવવાનું ક્યારેય ન ચૂકે. અહીં ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં પહેલા દિવસે ત્રણ વિકેટ લીધા પછી સર્વોચ્ચ ઑલરાઉન્ડરને છાજે એ રીતે રમવાનું ચાલુ રાખીને બૅટિંગમાં પણ ઉપયોગી પર્ફોર્મ કર્યું હતું. શુક્રવારના બીજા દિવસે તેણે 87 રન બનાવ્યા હતા જે આ દાવમાં ભારતના બધા બૅટર્સમાં સૌથી વધુ હતા. જાડેજાએ 20મી હાફ સેન્ચુરી પૂરી કરી અને દર વખતની જેમ બૅટને તલવારની જેમ વીંઝીને સિદ્ધિને સેલિબ્રેટ કરી હતી. બીસીસીઆઇએ જાડેજાના આ સેલિબ્રેશનનો વિડિયો સોશિયલ મીડિયામાં પોતાના હૅન્ડલ પર શૅર કર્યો હતો. જાડેજાની પત્ની રિવાબાએ ઇન્સ્ટાગ્રામ પર એ વિડિયો રી-પોસ્ટ કરવાની સાથે ભારતીય તિરંગા સહિતના ત્રણ ઇમોટિકૉન્સ બતાવ્યા હતા અને એ રીતે ખુશી વ્યક્ત કરી હતી. વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)નો કૉન્સેપ્ટ શરૂ થયો ત્યારથી જાડેજાની બૅટિંગ પણ દર્શનીય રહી છે. તેણે 28 ટેસ્ટમાં 1400થી વધુ રન બનાવ્યા છે. જાડેજાની પત્ની રિવાબા જામનગર નૉર્થ મતવિસ્તારનાં ભાજપનાં ધારાસભ્ય છે.

ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ" વિષય આધારિત નવી દિલ્હીમાં કર્તવ્યપથ પર પ્રજાસત્તાક દિને રજૂ થશે ગુજરાતની ઝાંખી

Image
United Nations World Tourism Organization (UNWTO)ના Best Tourism Village યાદીમાં સામેલ ધોરડોની ઝાંખી દ્વારા તેની ખમીરાઈ અને ‘વિકસિત ભારત'ની પરિકલ્પનાને મૂર્તિમંત કરતાં દેશ અને રાજ્યના સરહદી પ્રવાસનને દર્શાવવાનો સ્તુત્ય પ્રયાસ ઝાંખીના મુખ્ય આકર્ષણ :ધોરડોના ''ભૂંગા'' તરીકે ઓળખાતા ઘર,  સ્થાનિક હસ્તકલા અને રોગાન કલા, ''રણ ઉત્સવ'', ટેન્ટ સિટી, યુનેસ્કોએ તાજેતરમાં જ જાહેર કરેલા ગુજરાતના 'અમૂર્ત સાંસ્કૃતિક વારસા' સમા ગરબા ગાંધીનગર/નવી દિલ્હી : તા. ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ ​ગુજરાત રાજ્યએ તેના સામાજિક, રાજકીય, ઔદ્યોગિક અને સાંસ્કૃતિક વિકાસ થકી દેશને હંમેશા નવી દિશા ચિંધી છે. આ ઉપક્રમને બરકરાર રાખતાં ચાલુ વર્ષે રાજ્યના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતાં ટેબ્લો ''ધોરડો: ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ" વિષય આધારિત ઝાંખીનું તા. ૨૬ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ નવી દિલ્હીના કર્તવ્યપથ પર આયોજિત પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં પ્રદર્શન કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ધોરડોનો UNWTO: United Nations World Tourism Organization ના Best Tourism Village ...

નયારા એનર્જીએ વાઇબ્રન્ટ ગુજરાત ખાતે ફ્યુચરિસ્ટિક સ્ટોલ ખૂલ્લો મૂકીને દેશવ્યાપી આકાંક્ષાઓને પ્રેરણા આપી

Image
 અગ્રણી ડાઉનસ્ટ્રીમ એનર્જી કંપની નયારા એનર્જીએ પ્રતિષ્ઠિત વાઇબ્રન્ટ ગુજરાત  ગ્લોબલ સમિટમાં એક મનમોહક સ્ટોલનું અનાવરણ કર્યું હતું, જે ભારતના હૃદયમાં વસેલી સંસ્કૃતિ અને ટેકનોલોજીના  સંકલનનું ઉદાહરણ રજૂ કરે છે.  “Fuelling Aspirations, Energizing Dreams for Gujarat and India”  થીમ આધારિત આ સ્ટોલ ગુજરાત અને ભારત માટે ઊર્જા સુરક્ષા માટે નયારાની પ્રતિબદ્ધતા દર્શાવતું એક ડાયનેમિક  પ્લેટફોર્મ છે.  અત્યાધુનિક ઇમર્સિવ સ્ક્રીન મુલાકાતીઓને નયારાની વિશાળ એસેટ્સ અને વ્યવસાયો દ્વારા આનંદદાયક પ્રવાસ પર લઈ  જાય છે, જે ભારતના વિકાસ માટે સમર્પિત અગ્રણી ઊર્જા પાવરહાઉસ તરીકેની તેમની ભૂમિકા પર ભાર મૂકે છે.  ગાંધીજી  પ્રેરિત ચરખા સંચાલિત એલઈડી ઇન્સ્ટોલેશનનું સેટઅપ ભારતના સાંસ્કૃતિક વારસા સાથે નયારાના ઊંડા મૂળના  જોડાણને દર્શાવે છે.  નયારાની સંભવિતતા દર્શાવવા ઉપરાંત, સ્ટોલ રોજગાર પેદા કરવા, સ્થાનિક વિક્રેતાઓને ટેકો આપવા અને સમુદાયોને  તેમના સપના સાકાર કરવા માટે ઊર્જા સાથે સશક્તિકરણ કરવા માટે કંપનીના સમર્પણને પ્રતિબિંબિત કરે છે. નયારા  એનર્જીન...

INS વિક્રાંતની તાકાત વધી, MR-SAM મિસાઇલ કરાયા તેનાત, ચીલ ઝડપે દુશ્મન પર હુમલો કરવા સજ્જ

Image
ભારતીય નૌકાદળના પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંતની તાકાત વધુ વધી છે. હવે તેમાં મીડિયમ રેન્જની સપાટીથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલ તૈનાત કરવામાં આવી છે. આ એક એવી મિસાઈલ છે જે ઓછો ધુમાડો છોડે છે. ઉપરાંત, વધુ ઝડપને કારણે દુશ્મન તેને શોધી શકતા નથી. અને તેનો શિકાર બને છે.  વિક્રાંત એરક્રાફ્ટ કેરિયર પર પહેલાથી જ બરાક-8 અને બ્રહ્મોસ મિસાઇલો તૈનાત છે. આ સિવાય હવે આ મિસાઈલની તૈનાતીથી સ્વાભાવિક રીતે જ આ યુદ્ધ જહાજની તાકાતમાં વધારો થશે. આવી જ મિસાઈલ ટેક્નોલોજી નેવીના અન્ય ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર્સમાં પણ તૈનાત કરવામાં આવી છે. આ મિસાઈલ DRDO દ્વારા ઈઝરાયલની IAI કંપની સાથે મળીને તૈયાર કરવામાં આવી છે. ભારતને ઈઝરાયલ પાસેથી મળેલી બરાક મિસાઈલ પણ MR-SAM છે. સરફેસ ટુ એર મિસાઈલ આર્મી વેપન સિસ્ટમમાં કમાન્ડ પોસ્ટ, મલ્ટી-ફંક્શન રડાર, મોબાઈલ લોન્ચર સિસ્ટમનો સમાવેશ થાય છે. તે ઈઝરાયેલની ખતરનાક મિસાઈલ બરાક-8 પર આધારિત છે.  MR-SAMનું વજન લગભગ 275 kg છે. તેની લંબાઈ 4.5 મીટર અને વ્યાસ 0.45 મીટર છે. આ મિસાઈલ પર 60 કિલો વોરહેડ એટલે કે હથિયાર લોડ કરી શકાય છે. તે બે તબક્કાની મિસાઈલ છે જે લોન્ચ કર્યા બા...