દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં ટીબી દર્દીઓ માટે નયારા એનર્જીનો ન્યુટ્રીશન સપોર્ટ પ્રોગ્રામ

આ પહેલ હેઠળ ટીબી ધરાવતા 80-90 ટકા પુખ્તો અને બાળકોનાં વજનમાં વધારો ઇન્ટરનેશનલ ડાઉનસ્ટ્રીમ એનર્જી કંપની નયારા એનર્જીની ન્યુટ્રિશન સપોર્ટ પહેલને કારણે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં ટીબી દર્દીઓને મોટો લાભ થયો છે. 2018 માં નયારા એનર્જીએ રાષ્ટ્રીય ક્ષય નાબૂદી કાર્યક્રમ હેઠળ ગુજરાત સરકારના સહયોગથી ન્યુટ્રિશન સપોર્ટ ઇનિશિયેટિવની શરૂઆત કરી હતી. ભારતમાં ટીબીના દર્દીઓ દ્વારા સામનો કરવામાં આવતા પડકારો જેવા કે નિદાન અને સારવાર શરૂ કરવામાં થતા વિલંબ વગેરેને ઓળખી લઇ નયારા એનર્જીએ તેમની પુનઃપ્રાપ્તિની સુવિધામાં પોષણની મહત્વપૂર્ણ ભૂમિકા સમજી હતી. આ પહેલનો પ્રાથમિક ઉદ્દેશ્ય પુનઃપ્રાપ્તિ પ્રક્રિયામાં મદદ કરવાનો અને રોગને થતો અટકાવવા અથવા તેના ફેલાવાને રોકવાનો હતો. આ પહેલ ટીબી દર્દીઓ, ખાસ કરીને ઓછી આવક ધરાવતા પરિવારોનાં દર્દીઓની રિકવરીમાં પોષણનાં મહત્વને સમજે છે કારણ કે અપૂરતો આહાર અને જીવનની સ્થિતિ દર્દીઓ અને ડોક્ટર્સ બંનેનાં પડકારોને વધારી દે છે. આ પહેલ હેઠળ નાયરા એનર્જીએ ટીબી દર્દીઓ અને તેમનાં પરિવારજનોની ચોક્કસ પોષણ જરૂરિયાતોને પહોંચી વળવા માટે સરકારની મંજૂરી પ્રાપ...