Posts

Showing posts from January, 2023

દ્વારકા ના કુરંગા સ્થિત RSPL ઘડી કંપની દ્વારા CSR અંતર્ગત પ્રજાસત્તાક દિવસ ના પર્વે 40 શાળાઓ ના 756 વિદ્યાર્થીઓ માં ટ્રોફી ડિસ્ટીબ્યુશન...

Image
દ્વારકા ના કુરંગા સ્થિત RSPL ઘડી કંપની દ્વારા CSR અંતર્ગત કુરંગા તથા આસપાસ ના ગામડાઓ ની 40 શાળાઓ માં આજે પ્રજાસત્તાક દિવસ ના પર્વે શાળાઓ ના 756 વિદ્યાર્થીઓ માં ટ્રોફી ડિસ્ટીબ્યુશન કરી અને શાળા ના બાળકો ને ઉત્સાહિત કર્યા હતા.આ તકે દરેક ગામ ની શાળા ના શિક્ષકો એ તથા ગામ ના અગ્રણીઓ એ RSPL ના અધિકારીઓ ને પ્રજાસત્તાક દિવસ નિમિતે શુભેચ્છા પાઠવી અને આ કામગીરી માટે આભાર વ્યક્ત કર્યો હતો. 

”ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત'' વિષય આધારિત નવી દિલ્હીમાં પ્રજાસતાક દિને રજૂ થશે ગુજરાતની ઝાંખી

Image
કચ્છ-મોઢેરાની સાંસ્કૃતિક ઝલક અને સૌર-પવનઊર્જાના વિજ્ઞાનિક-તકનીકી અભિગમનું એકીકરણ કરીને પુનઃ પ્રાપ્ય-હરિત અને શુદ્ધઊર્જાના નિર્માણ દ્વારા ઊર્જાક્ષેત્રે દેશ અને દુનિયાને નવી રાહ ચીંધવાનો ઝાંખી દ્વારા સુંદર પ્રયાસ ઝાંખીના મુખ્ય આકર્ષણનું કેન્દ્રો : કચ્છમાં આકાર લઇ રહેલા વિશ્વનો સૌથી વિશાળ હાઈબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્ક, દેશનું સૌ પ્રથમ 24x7 સોલાર ઊર્જા મેળવતું મોઢેરા ગામ, PM-KUSUM યોજના થકી ખેડૂતોની ખુશહાલી અને કેનાલ રુફટોપથી થતા સૌરઊર્જાનું ઉત્પાદન ગુજરાતે સતત નવતર પ્રયોગો અને પ્રયાસો કરીને રાષ્ટ્રને નવી દિશા આપવાનું કાર્ય કરે છે. આ ઉપક્રમને બરકરાર રાખીને તા.26 જાન્યુઆરી, 2023ના રોજ નવી દિલ્હીના 'કર્તવ્યપથ' પર આયોજિત થનારી પ્રજાસત્તાક દિનની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાત ''ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત'' વિષયને આવરી લેતી ઝાંખી રજૂ થનારી છે. જે  દેશ અને દુનિયાને પુનઃ પ્રાપ્ય ઊર્જાસ્ત્રોતોનાં પ્રયોગથી હરિત અને શુદ્ધ ઊર્જાનું નિર્માણ કરીને  આત્મનનિર્ભર બનવાનો સંદેશ આપશે. સમગ્ર વિશ્વ આજે પરંપરાગત ઊર્જાસ્ત્રોતોની કટોકટીનો સામનો કરી રહ્યું છે. આ સ્ત્રોતો કાળક્રમે ક્ષીણ થઇ રહ...

એશિયાટીક સિંહ 143 વર્ષ પછી બરડા વન્યજીવ અભયારણ્યમાં ફરી દેખાયોઃ નર સિંહ કુદરતી રીતે જ બરડા પહોંચ્યો.

Image
આ અદ્ભૂત ઘટનાક્રમ બરડાને ગીરના સિંહોના બીજા ઘર તરીકે સ્થાપિત કરે છેઃ પરિમલ નથવાણી  અમદાવાદ, જાન્યુઆરી 19, 2023: બરડા વન્યજીવ અભયારણ્યમાં રેડિયો કૉલર લગાવેલા નર સિંહે દેખા દેવાની સાથે, ગુજરાત અને ભારતના ગર્વ એવા એશિયાટીક સિંહોએ પોરબંદર નજીક બરડા વન્યજીવ અભયારણ્યમાં પોતાનું નવું અને બીજું ઘર શોધી લીધું છે. બરડામાં સિંહ છેક સન્ 1879માં છેલ્લે દેખાયો હોવાનું નોંધવામાં આવ્યું હતું, તેમ ગીર સિંહોના પ્રેમી અને ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની સલાહકાર સમિતિના સભ્ય અને રાજ્યસભા સાંસદ શ્રી પરિમલ નથવાણીએ જણાવ્યું હતું.  શ્રી નથવાણીએ માહિતી આપી હતી કે લગભગ સાડાત્રણ વર્ષની ઉંમરનો નર સિંહ જાન્યુઆરી 18, 2023ના રોજ બરડા અભયારણ્યમાં પ્રવેશ્યો હતો. આ સિંહ પોરબંદર વન્યજીવ વિભાગની રાણાવાવ રેન્જમાં રાણાવાવ રાઉન્ડની મોટા જંગલ બીટમાં દેખાયો હતો. આ નર સિંહને પ્રથમ વખત ઓક્ટોબર 3, 2022ના રોજ પોરબંદર વન્યજીવ વિભાગના માધવપુર રાઉન્ડમાં જોવામાં આવ્યો હતો. દરીયાકાંઠાના જંગલો અને ખરાબામાં વિવિધ રહેણાંકોમાં લગભગ ત્રણ મહિના વિતાવ્યા બાદ આ નર સિંહ બરડા વન્યજીવ અભયારણ્યમાં પ્રવેશ્યો હતો. આ સિંહ પર દેખરેખ રાખવ...

ગુલાબનગર આરોગ્ય કેન્દ્રની બેદરકારીના લીધે 5 માસની દીકરીને ઇન્જેક્શન ની ગંભીર અસર

Image

રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડનું 100 વર્ષ જૂના બેવરેજ ઉત્પાદક સોસીયો હજૂરી બેવરેજિસ પ્રાઇવેટ લિમિટેડ સાથે સંયુક્ત સાહસ

Image
• રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ ("RCPL") સોસીયો હજૂરી બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડમાં ("SHBPL") 50% હિસ્સો હસ્તગત કરશે • આ હસ્તાંતરણથી આરસીપીએલનો બેવરેજ પોર્ટફોલિયો વિસ્તૃત બનશે • SHBPL રિલાયન્સના જ્ઞાન, વિતરણ અને છૂટક બજારના નેટવર્કનો લાભ લઈને બ્રાન્ડ્સના વિકાસને વેગ આપશે મુંબઈ, 3 જાન્યુઆરી 2023: રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (“RCPL”) રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (આરઆરવીએલ - RRVL)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અને એફએમસીજી શાખા છે. આરઆરવીએલ એ આજે જાહેરાત કરી હતી કે તે ગુજરાતમાં મુખ્યમથક ધરાવતી સોસીયો હજૂરી બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડ ("SHBPL") માં 50% ઇક્વિટી હિસ્સો હસ્તગત કરશે, આ કંપની ફ્લેગશિપ બ્રાન્ડ 'Sosyo' હેઠળ બેવરેજ બિઝનેસની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે. હાલના પ્રમોટરો, હજૂરી પરિવારની SHBPLમાં બાકીના હિસ્સાની માલિકી ચાલુ રહેશે. સોસીયો એ કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક્સ (CSD) અને જ્યુસમાં લગભગ 100 વર્ષનો વારસો ધરાવતી હેરિટેજ ભારતીય બ્રાન્ડ છે. શ્રી અબ્બાસ અબ્દુલરહીમ હજૂરી દ્વારા 1923માં સ્થપાયેલી કંપની સ્થાનિક સોફ્ટ ડ્રિંક્...